Surat Live Rescue : ફાયર વિભાગની સરાહનીય કામગીરી, 20 ફૂટ ઉંડા બોરવેલમાં પડેલા 70 વર્ષીય વૃદ્ધાનું કર્યું રેસ્ક્યૂ

|

Jul 01, 2022 | 1:14 PM

સુરત ફાયર વિભાગના (Surat Fire Department) જણાવ્યા અનુસાર, આજે સવારે કામરેજ નજીક આવેલા આવેલા આંબોલી ગામ નજીક તેમને એક વૃદ્ધા બોરવેલમાં પડી ગયો હોવાનો કોલ મળ્યો હતો. કોલ મળતાની સાથે જ ફાયર વિભાગની ટીમ સ્થળ પર પહોંચી ગઈ હતી.

Surat Live Rescue : ફાયર વિભાગની સરાહનીય કામગીરી, 20 ફૂટ ઉંડા બોરવેલમાં પડેલા 70 વર્ષીય વૃદ્ધાનું કર્યું રેસ્ક્યૂ
ફાયર વિભાગે બોરવેલમાં પડેલા વૃદ્ધાને બચાવી લીધા

Follow us on

સુરતમાં (Surat) કામરેજ નજીક આવેલા આંબોલી ગામના બાવાજી ફળીયામા આજે સવારે એક 70 વર્ષના વૃદ્ધા 20 ફૂટ ઊંડા બોરવેલમાં પડ્યા હતા. જેની જાણ થતા જ સુરત ફાયર વિભાગે (Fire Department)  સ્થળ પર પહોંચીને દિલધડક રેસ્ક્યૂ ઓપરેશન (Rescue operation) શરુ કર્યુ હતુ. એકાદ કલાકની જહેમત બાદ ફાયર વિભાગે બોરવેલમાં પડેલા 70 વર્ષીય વૃદ્ધાને સહી સલામત રીતે બહાર કાઢ્યા હતા. વૃદ્ધાના પરિવારે ફાયર વિભાગનો દિલથી આભાર વ્યક્ત કર્યો હતો.

ફાયર વિભાગની ટીમે કર્યુ રેસ્ક્યૂ ઓપરેશન

સુરત ફાયર વિભાગના જણાવ્યા અનુસાર, આજે સવારે કામરેજ નજીક આવેલા આવેલા આંબોલી ગામ નજીક તેમને એક વૃદ્ધા બોરવેલમાં પડી ગયો હોવાનો કોલ મળ્યો હતો. કોલ મળતાની સાથે જ ફાયર વિભાગની ટીમ સ્થળ પર પહોંચી ગઈ હતી. સ્થળ પર પહોંચીને માલુમ પડ્યું હતું કે, 70 વર્ષીય વૃદ્ધા સવારે લઘુશંકાએ જઇ રહ્યા હતા, તે દરમિયાન તેઓ બોરવેલમાં પડી ગયા હતા. આ બોરવેલ લગભગ 20 થી 25 ફૂટ ઊંડો હતો. ફાયર વિભાગે તાત્કાલિક જ સેફટી બેલ્ટ અને દોરડાની મદદથી વૃદ્ધ મહિલાને સહી સલામત બહાર કાઢી હતી.

અડધો કલાક બોરવેલમાં ફસાયેલા રહ્યા વૃદ્ધા

ફાયર ઓફિસર પ્રવીણ પટેલના જણાવ્યા અનુસાર અંદાજે 20 ફૂટ ઉંડા આ બોરવેલમાં વૃદ્ધ બા લગભગ અડધો કલાક કરતા પણ વધારે સમયથી ફસાયેલા રહ્યા હતા. વૃદ્ધ મહિલાનું નામ કપિલાબેન ઠાકોરભાઈ રામાનંદી છે અને તેમની ઉંમર અંદાજે 70 વર્ષ હતી.

એક કલાકની જહેમત બાદ બહાર કઢાયા

ફાયર વિભાગે લગભગ એકાદ કલાકની જહેમત બાદ વૃદ્ધ મહિલાનું રેસ્ક્યુ કરીને બહાર કાઢ્યા હતા. સુરત ફાયર વિભાગ અને તેમની ટીમની આ સરાહનીય કામગીરી બદલ વૃદ્ધાના પરિવાર અને ગ્રામજનોએ આભાર માન્યો હતો.

Next Article