સુરત (Surat) સિવિલ હોસ્પિટલ (Civil hospital) માં જીવના જોખમે બોયઝ હોસ્ટેલ (hostel) માં વસવાટ કરતાં વિદ્યાર્થીઓ (students) ના સ્થળાંતરની કામગીરી આજે તંત્ર દ્વારા હાથ ધરવામાં આવી છે. હોસ્ટેલની બાલ્કનીનો ભાગ ધરાશાયી થતાં વહીવટી તંત્રના માથે માછલાં ધોવાયા બાદ આજે આ વિદ્યાર્થીઓના સ્થળાંતરની કામગીરી હાથ ધરવામાં આવતાં વિદ્યાર્થીઓએ પણ રાહતનો શ્વાસ લીધો હતો. આ સંદર્ભે વધુ માહિતી આપતાં સિવિલ હોસ્પિટલના ડીન ડો. ઋતંભરા મહેતાએ જણાવ્યું હતું કે, બોય્ઝ – ગર્લ્સ અને યુજી હોસ્ટેલ છેલ્લા ઘણા સમયથી જર્જરિત થઈ ચુકી છે. અલબત્ત, આ સંદર્ભે વર્ષોથી રાજ્ય સરકાર (State Government) સમક્ષ રજુઆત કરવામાં આવી હતી અને જેને પગલે હાલમાં જ ગ્રાન્ટ મંજુર થઈ ચુકી છે.
નવી હોસ્ટલો માટે ટેન્ડર પ્રક્રિયા શરૂ કરી દેવામાં આવી છે અને 29મી માર્ચ ટેન્ડરની અંતિમ તારીખ હોવાને કારણે આગામી મહિનાથી સંભવતઃ નવા હોસ્ટેલની કામગીરીનો પ્રારંભ થઈ જશે. સિવિલ હોસ્પિટલમાં સર્જાયેલી દુર્ઘટનાને પગલે મોડે મોડેથી સિવિલના વહીવટી તંત્ર દ્વારા જર્જરિત હોસ્ટેલમાં વસવાટ કરવા માટે મજબૂર બનેલા વિદ્યાર્થીઓને આજે સવારે સિવિલ કેમ્પસમાં જ આવેલ રેસિડેન્ટ ક્વાર્ટસમાં સ્થળાંતરની કામગીરી હાથ ધરવામાં આવી છે. જેને પગલે અત્યાર સુધી ભયના ઓથાર હેઠળ હોસ્ટેલમાં રહેવા માટે મજબૂર બનેલા વિદ્યાર્થીઓએ પણ રાહતનો શ્વાસ લીધો છે.
શહેરના કતારગામ વિસ્તારમાં આવેલ કિરણ હોસ્પિટલની બાજુમાં જરીવાલા કમ્પાઉન્ડન જર્જરિત હાલતમાં હોય તેનું ડિમોલિશન કરવામાં આવતું હતું તે વખત દરમિયાન જ લાઇન દોરીની ઉપરની દિવાલ અચાનક ધરાશાયી થતા નીચે ઉભા કેટલાક લોકો દબાઈ ગયા હતા. જોકે પ્રાથમિક માહિતી મુજબ નીચે બે લોકો ઊભા હતા અને અન્ય લોકોનો ચમત્કારિક બચાવ થયો હતો. તેમાં બે લોકો દબાઈ ગયા હતા જેને લઇને સ્થાનિક લોકો એ ફાયર વિભાગને જાણ કરતા ફાયરની ટીમ ઘટના સ્થળે પહોંચી બે લોકોને બહાર કાઢી 108 એમ્બ્યુલન્સ મારફતે હોસ્પિટલ ખસેડાયો હતો. હજી પણ અન્ય ત્રણ લોકો અંદર ફસાયા હોવાની આશંકા જોવા મળી રહી છે.
આ પણ વાંચોઃ અમદાવાદમાં સપ્તાહમાં 4 હત્યા, મારી દીકરી ચોર સાથે નહિ રહે, બસ આટલી વાત લાગી આવતા જમાઈએ કરી સાસુની હત્યા
આ પણ વાંચોઃ Kutch: ગુજરાતના વધુ એક લોકગાયકે વિદેશમાં લોકોને ડોલાવ્યા, ચાહકોએ કર્યો ડોલરનો વરસાદ! જુઓ વીડિયો