સુરત ચેમ્બર ઓફ કોમર્સ અને ફિઆસ્વીએ ટેક્સટાઇલ પર જીએસટીના દરમાં વધારાને પરત ખેંચવા દેશવ્યાપી અભિયાન શરૂ કર્યું

|

Nov 30, 2021 | 7:33 PM

ટેકસટાઇલ ઉદ્યોગનો વિકાસ રૂંધાઇ જવાનું જોખમ ઉભું થયું હોવાને કારણે જીએસટી કાઉન્સીલમાં ગૃપ ઓફ મિનિસ્ટર્સના તમામ સભ્યોને ચેમ્બર અને ફિઆસ્વી દ્વારા સંયુકતપણે રજૂઆતો કરી તેની આડઅસરો વિશે સમજાવવામાં આવ્યું હતું.

સુરત ચેમ્બર ઓફ કોમર્સ અને ફિઆસ્વીએ ટેક્સટાઇલ પર જીએસટીના દરમાં વધારાને પરત ખેંચવા દેશવ્યાપી અભિયાન શરૂ કર્યું
Surat Chamber (File Photo)

Follow us on

સુરતના(Surat)ધી સધર્ન ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રી(SGCCI)તથા ફિઆસ્વી(FIASWI)દ્વારા સંયુકતપણે સોમવારના રોજ સંયુકતપણે ભારતના ર૮ જેટલા રાજ્યોના મુખ્યમંત્રી(Chief Minister)નાણાં મંત્રી અને નાણાં સચિવોને પત્ર દ્વારા ટેકસટાઇલ વેલ્યુ ચેઇનમાં કાપડ (Textile)અને ગારમેન્ટ(Garment)ઉપર વધારેલા જીએસટી(GST)ટેકસ રેટને પાછો ખેંચવા માટે રજૂઆત કરવામાં આવી છે.

ટેકસટાઇલ ઉદ્યોગનો વિકાસ રૂંધાઇ જવાનું જોખમ ઉભું થયું હોવાને કારણે જીએસટી કાઉન્સીલમાં ગૃપ ઓફ મિનિસ્ટર્સના તમામ સભ્યોને ચેમ્બર અને ફિઆસ્વી દ્વારા સંયુકતપણે રજૂઆતો કરી તેની આડઅસરો વિશે સમજાવવામાં આવ્યું હતું. ચેમ્બરના પ્રમુખ આશીષ ગુજરાતીએ જણાવ્યું હતું કે, તા. ૧૮ નવેમ્બર, ર૦ર૧ના રોજ ભારત સરકાર દ્વારા પરિપત્ર બહાર પાડી ટેકસટાઇલ ક્ષેત્રના જીએસટી ટેકસ રેટમાં ફેરફાર કરાયો છે.

જેમાં કાપડ અને ગારમેન્ટ ઉપર પહેલા જીએસટી ટેકસ રેટ પ ટકા હતો, તેને વધારીને ૧ર ટકા કરવામાં આવ્યો છે. આ નવા પરિપત્રને કારણે ટેકસટાઇલ ઉદ્યોગનો વિકાસ રૂંધાઇ જવાનું જોખમ ઉભું થયું હોવાને કારણે જીએસટી કાઉન્સીલમાં ગૃપ ઓફ મિનિસ્ટર્સના તમામ સભ્યોને ચેમ્બર અને ફિઆસ્વી દ્વારા સંયુકતપણે રજૂઆતો કરી તેની આડઅસરો વિશે સમજાવવામાં આવ્યું છે. સાથે જ કેન્દ્ર સરકારના આ પરિપત્રને પાછો લેવા માટે વિનંતિ કરવામાં આવી છે.

Trump in Diamond : સુરતના વેપારીએ ડોનાલ્ડ ટ્રમ્પના ચહેરાવાળો હીરો બનાવ્યો, જુઓ Video
ટીમ ઈન્ડિયાના બે સ્ટાર ક્રિકેટર ટીમની બહાર, નહીં રમે આ મેચ
ટ્રમ્પના કેન્ડલ લાઇટ ડિનરમાં Ivanka Trump નો ગ્લેમરસ લુક આવ્યો સામે, જુઓ ફોટા
Astrological advice : કયા દિવસે દારૂ પીવો સારો છે? જાણી લો
IPLનો સૌથી મોંઘો કેપ્ટન, એક મેચની કમાણી 1.92 કરોડ રૂપિયા
જો નાગા સાધુ તમારા ઘરે ભિક્ષા માંગવા આવે તો શું કરવું?

રજૂઆતોના મુદ્દાઓમાં મુખ્યત્વે જણાવવામાં આવ્યું છે કે, આ જીએસટી ટેકસ વધારાની અસર સૌથી વધુ પાવર લુમ સેકટર ઉપર પડવાની સંભાવના છે અને સાથે સાથે આ ક્ષેત્ર કે જે ભારતમાં બીજા નંબરનું સૌથી વધુ રોજગારી આપતું ક્ષેત્ર હોઇ આશરે ૧૪ કરોડ લોકોને સીધી કે આડકતરી રોજગારી આપતું આ ક્ષેત્ર કે જેમાં ૭૦ ટકાથી પણ વધુ લોકો ગ્રામિણ અર્થ વ્યવસ્થાનો આધાર હોવાથી આ જીએસટી ટેકસ માળખામાં બદલાવવાને કારણે ભારતની ૪૦ કરોડ જેટલી વસતિ પ્રભાવિત થવાની સંભાવના છે.

ભારતનું ટેકસટાઇલ માર્કેટ ખાસ કરીને અંતિમ ગ્રાહકો માટેનું માર્કેટ પ્રાઇઝ ઇલાસ્ટીક છે. જેનો મતલબ એવો થાય છે કે જેમ ભાવ વધે તેમ માંગ ઘટે તથા માંગ ઘટે એટલે ઉત્પાદન પણ ઘટે. જે અંતર્ગત નાણાં મંત્રાલય દ્વારા હાલમાં સુધારેલા જીએસટી માળખાને કારણે ગ્રાહક સુધી પહોંચતા માલ ઉપર ર૧ ટકા સુધીનો ભાવવધારો આવવાની સંભાવના છે.

જેના કારણે માંગમાં પ ટકાથી ૧૦ ટકા સુધીનો ઘટાડો પણ થાય તો આખા ભારતમાં લગભગ ર૩ થી રપ લાખ લોકોને રોજગારી ગુમાવવાનો વારો આવી શકે છે તથા આશરે ૪ કરોડ લોકોના જીવન નિર્વાહનો પ્રશ્ન ઉભો થઇ શકે છે. સાથે જ દેશનો આર્થિક વિકાસ રુંધાઇ શકે છે. બેરોજગારીને કારણે લોકો રસ્તા ઉપર ઉતરી આવીને કાયદો હાથ લઇ શકે છે. જેથી દેશની શાંતિ ડહોળાઇ શકે છે.

વૈશ્વિક સ્તરે ટેકસટાઇલ ક્ષેત્રે ભારતની સ્પર્ધાત્મકતા ઘટી શકે

ભારત દ્વારા સાફટા અને આશિયાન ફ્રી ટ્રેડ એગ્રીમેન્ટ કરેલા છે. આથી જો સ્થાનિક કપડું મોંઘુ થાય તો બાંગ્લાદેશ, શ્રીલંકા, વિયેતનામ, થાઇલેન્ડ, ઇન્ડોનેશિયા અને નેપાલથી કાપડની આયાત વધી જશે. જેથી કરીને ભારતે ટેકસટાઇલમાં વિવિંગ અને ગારમેન્ટ ક્ષેત્રે ઊંચા પાયા ઉપર કરેલું રોકાણ એળે જવાની સંભાવના છે, જે વૈશ્વિક સ્તરે આપણી સ્પર્ધાત્મકતા ઘટાડશે.

ભૂતકાળમાં હંમેશા એવા અનુભવ થયા છે કે જે કોઇપણ માલ સામાન ઉપર ઊંચો ટેકસ જ્યારે પણ લગાવવામાં આવે છે ત્યારે વેપારીઓ દ્વારા ટેકસ ચોરી કરવામાં આવે છે. જેના કારણે સરકારનો ટેકસ રેવન્યુનો હેતુ ફલીત થતો નથી. આ તમામ પાસાઓને ધ્યાનમાં લઇ ટેકસટાઇલ ઉદ્યોગને બચાવવા હેતુ ચેમ્બર તથા ફિઆસ્વી દ્વારા સંયુકતપણે ભારતના ર૮ જેટલા રાજ્યોના મુખ્યમંત્રી, નાણાં મંત્રી અને નાણાં સચિવોને રજૂઆત પાઠવવામાં આવી છે.

Published On - 7:31 pm, Tue, 30 November 21

Next Article