Surat : બુટલેગરે કરફ્યુમાં યોજ્યો જમણવાર, પોલીસે પીરસ્યો મેથીપાક

|

May 28, 2021 | 4:31 PM

Surat : સુરતમાં એક બાદ એક વિવાદ સામે આવે છે. હજુ સુરતમાં પીઆઇના વાયરલ વીડિયોની શાહી સુકાઈ નથી ત્યાં બુટલેગરના લગ્નનો વિડીયો સોશિયલ મીડિયામાં (Social Media) વાયરલ થઇ રહ્યો છે.

Surat : સુરતમાં એક બાદ એક વિવાદ સામે આવે છે. હજુ સુરતમાં પીઆઇના વાયરલ વીડિયોની શાહી સુકાઈ નથી ત્યાં બુટલેગરના લગ્નનો વિડીયો સોશિયલ મીડિયામાં (Social Media) વાયરલ થઇ રહ્યો છે.

સુરતના પાંડેસરા વિસ્તારમાં આવેલા ડુંડી ગામમાં લિસ્ટેડ બૂટલેગર કાળુ ડુંડીના લગ્નનું આયોજન કરવામાં આવ્યું હતું. આ લગ્નનો જમણવાર મોડી રાત સુધી ચાલતો હતો. નાઈટ કર્ફ્યુનો સમય થઇ ગયા બાદ પણ બુટલેગરને કોઈ બીક ના હોય તેમ જમણવાર ચાલુ રાખ્યો હતો. જેનો વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો હતો. જેની જાણ પાંડેસરા પોલીસને થતા ઘટનાસ્થળે પહોંચી જઈ લગ્નના રંગમાં ભંગ પાડયો હતો. પોલીસે કાળુ ડુંડી સહીત 10 લોકોની ધરપકડ કરી હતી.

છેલ્લા 2થી 3 દિવસમાં આ પ્રકારના વિડીયો સામે આવતા ક્યાંક કે ક્યાંક પોલીસની ભૂમિકા ઉપર પણ સવાલ ઉઠી રહ્યા છે. શું પોલીસ દ્વારા આ પ્રકારના કાર્યક્મને મંજૂરી આપવામાં આવી હશે ? શું આયોજકોએ મંજૂરી લીધી હશે ? જો ના આપવામાં આવી હોય તો કહી શકાય કે પોલીસનો ભય જ નથી.

તો 2 દિવસ પહેલાં હેમંત પીયો ઉર્ફે માંજરો નામના શખ્સનો વીડિયો વાઈરલ થયો હતો. જેમાં હેમંત પીયો ઉર્ફે માંજરો જાહેરમાં મોડી રાતે કેક મૂકીને ઉજવણી કરતો જોવા મળ્યો હતો.

સિંગણપોર વિસ્તારના કુમકુમ ફાર્મહાઉસમાં એ.પી.સલૈયાનો વિદાય કાર્યક્રમ યોજાયો હતો. એ.પી.સલૈયાની ઇકો સેલમાં બદલી થતા આ પાર્ટીનું આયોજન કરવામાં આવ્યું હતું.

મોટી સંખ્યામાં આ પાર્ટીમાં પોલીસકર્મીઓ જોડાયા હતા. સોસિયલ ડીસ્ટન્સ અને કોરોના ગાઈડલાઈનનો ભંગ થયો હતો. કરફ્યુ બાદ પણ વિદાય સમારંભ ચાલુ હોય જેનો વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો હતો.

વાયરલ વિડીયો થયા બાદ સુરત પોલીસ કમિશનર અજય તોમર દ્વારા આ મામલે તપાસના આદેશ આપવામાં આવ્યા હતા. સુરત પોલીસ કમિશ્નર અજય તોમરએ પીઆઇ એ.પી.સલૈયા સામે શિક્ષાત્મક કાર્યવાહી કરી અને પીઆઇને સસ્પેન્ડ કર્યા છે.

Next Video