જ્યારે કોરોના મહામારીમાં લોકો સૌથી વધુ ડોકટર પર ભરોસો કરતા હતા અને સૌથી વધુ મહેનત પણ ડોકટર અને મેડિકલ સ્ટાફ દ્વારા કરવા આવી ત્યારે આવી મહામારીમાં બેકાર થયેલ વ્યક્તિ કમાવા માટે આ રસ્તો અપનાવ્યો. કોરોના મહામારીના કારણે આ ઠગ સંકડામણમાં આવી જતાં રાંદેર હનુમાન ટેકરી નજીક પ્રિન્સ પાર્કમાં ડો. મીઠાણી હેલ્થ કેર કલીનિક નામે દવાખાનું શરૂ કરનાર બોગસ ડોકટર (Bogus doctor) ને રાંદેર પોલીસે ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
ફાર્માસીસ્ટને નોકરી પર રાખી પ્રધાનમંત્રી જન ઔષધિ ચલાવતો હોવાથી દવા સહિતનું મેડીકલ જ્ઞાનનો જોખમી ગેરલાભ ઉઠાવ્યો હતો. સાથે સુરત શહેરની એક જાણીતી હોસ્પિટલનું આઇકાર્ડ મળી આવતા પોલીસ પણ ચોંકી હતી અને તપાસ કરતા આખો મામલો બહાર આવ્યો હતો..
સુરત (Surat) શહેરની રાંદેર પોલીસને બાતમી મળી હતી કે રાંદેર હનુમાન ટેકરી નજીક પ્રિન્સ પાર્કની દુકાન નં- 2માં ડો. મીઠાણી હેલ્થ કેર કલીનિકના ડો. સમીર ફિરોઝ મીઠાણી ડોકટરની બોગસ ડિગ્રીના આધારે પ્રેકટીસ કરી લોકોના સ્વાસ્થય સાથે ચેડા કરી રહ્યો છે. જેથી આ બાબતે ગંભીરતા થી લઈ ને સુરત પોલીસ કમિશનર દ્વારા રાંદેર પોલીસ સુચના આપતા પોલીસની ટીમે દરોડા પાડી સમીક મીઠાણીને ઝડપી પાડી ક્લિનીકમાંથી દર્દીની ફાઈલ, પ્રિસ્ક્રિપશનના કોરા લેટર પેડ, મેડીકલ કીટ, દવા, વગેરે કબ્જે લીધું હતુ.
કલીનિકમાં ગુજરાત મેડીકલ કાઉન્સિલ, અમદાવાદ અને મેજીકલ કાઉન્સિલ ઓફ ઈન્ડિયા ન્યુ દિલ્હીનું પ્રમાણપત્ર તથા કતારગામની કિરણ હોસ્પિટલનું આઈ કાર્ડ મળી આવ્યું હતુ.પોલીસે સમીરની આકરી પુછપરછ કરતાં તેણે કબુલાત કરી હતી. ધો0 12 કોમર્સ પાસ છે અને ઓટો મોબાઈલનો વ્યવસાય કરતો હતો. પાંચેક વર્ષ અગાઉ સુરત આવ્યો હતો. અને ફાર્માસીસ્ટને નોકરી પર રાખી પાલનપુર પાટીયા ખાતે પ્રધાનમંત્રી જન ઔષધિ સ્ટોર ચલાવતો હતો. પરંતુ તે બંધ કરી દીધો હતો.
બીજી તરફ કોરોના મહામારીના કારણે આર્થિક સંકડામણમાં આવી જતાં પોતાને દવા બ્લડ પ્રેશર અને સુગર માપવા સહિતનું નોલેજ હોવાનો ગેરલાભ ઉઠાવવા કલિનીક શરૂ કર્યું હતુ. જેના માટે તેણે ગુગલ પરથી ગુજરાત મેડીકલ કાઉન્સિલ ઓફ ઈન્ડિયા ન્યુ દિલ્હીના પ્રમાણપત્ર ડાઉનલોડ કરી તેમાં ચેડા કરી પોતાના નામનું પ્રમાણપત્ર બનાવ્યું હતુ. આ રીતે કીરણ હોસ્પિટલમાં પણ વિઝીટીંગમાં જતો હોવાના નામે ગેરમોર્ગે દોરવા તેનું પણ બોગસ આઈકાર્ડ બનાવ્યો હતો. હાલમાં પીએસઆઈ યોગેશ ગિરનાર સમીરની પુછપરછ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
આ પણ વાંચોઃ તલાટીની 3 હજાર 437 જગ્યાઓ માટે રાજ્યમાંથી 23.23 લાખ ફોર્મ ભરાયા,18.21 લાખ ફોર્મ કન્ફર્મ થયાં