Surat : સુરતમાં અયોધ્યા રામ મંદિરના હૂબહૂ બનેલા સેટ પર રજૂ થશે “અપને અપને રામ” કાર્યક્રમ

|

May 20, 2022 | 11:14 AM

ભગવાન રામના (Lord Ram )જન્મસ્થળ અયોધ્યામાં એક વિશાળ રામ મંદિરનું નિર્માણ કરવામાં આવ્યું છે, અને અપને અપને રામ કાર્યક્રમનું આયોજન કરવા પાછળનો અમારો ધ્યેય ભગવાન રામ અને તેમના જીવન વિશે વાત ફેલાવવાનો છે.

Surat : સુરતમાં અયોધ્યા રામ મંદિરના હૂબહૂ બનેલા સેટ પર રજૂ થશે અપને અપને રામ કાર્યક્રમ
Ayodhya Ram Mandir Set (File Image )

Follow us on

સુરતમાં (Surat ) આજની પેઢીને ભગવાન શ્રી રામના (Lord Ram ) જીવનથી પરિચિત થવાની તક આપવાના હેતુથી ઉત્સવ ફાઉન્ડેશન દ્વારા આયોજિત “અપને અપને રામ” કાર્યક્રમ શુક્રવાર (Friday ) એટલે કે આજથી શરૂ થશે. આ માટે VNSGUની સમરસ હોસ્ટેલની જમીન પર અયોધ્યામાં નિર્માણાધીન ભવ્ય રામ મંદિરની તર્જ પર 25,000 ચોરસ ફૂટમાં 108 ફૂટ ઉંચો સેટ તૈયાર કરવામાં આવ્યો છે, જે દરેક માટે આકર્ષણનું કેન્દ્ર બનશે.વધુમાં વધુ લોકો તેમાં ભાગીદાર થાય તે માટે પ્રવેશ ફી પણ ફ્રી રાખવામાં આવી છે.

ડો.કુમાર વિશ્વાસ (Dr. Kumar Vishwas) મર્યાદા પુરૂષોત્તમ શ્રી રામની કથાને કાવ્ય રચનાના સ્વરૂપમાં રજૂ કરશે. બે દિવસીય કાર્યક્રમની તૈયારીઓ પૂર્ણ કરી દેવામાં આવી છે અનેઆ સ્થળ પર અયોધ્યાધામમાં નિર્માણાધીન શ્રી રામ મંદિરનો આકાર આપવામાં આવ્યો છે. કાર્યક્રમ દરમિયાન, શુક્ર અને શનિ પર સાંજે 7.30 વાગ્યાથી, ડૉ. કુમાર વિશ્વાસ મર્યાદા પુરુષોત્તમ ભગવાન શ્રી રામના જીવન ચરિત્રને હજારો ભક્તો સમક્ષ કાવ્યાત્મક સ્વરૂપમાં રજૂ કરશે.

આયોજકોએ જણાવ્યું છે કે આ બે દિવસ સુધી અપને અપને રામ કાર્યક્રમ દરમિયાન હજારો શ્રોતાઓ અયોધ્યાધામમાં શ્રી રામ મંદિરના નિર્માણનો અનુભવ કરશે. આ માટે શ્રી રામ મંદિર પ્રમાણે સ્થળ તૈયાર કરવામાં આવ્યું છે. સાથે જ 24 વાદ્ય સંગીતકારોની ટીમ પણ મંચ પર રહેશે. ડો. કુમાર વિશ્વાસ પોતાના આગવા અંદાજમાં મર્યાદા પુરુષોત્તમ રામની કથાને રજૂ કરશે. આ ઉપરાંત ગાયક અને સંગીતકાર આદિત્ય ગઢવી પણ કાર્યક્રમ દરમિયાન પોતાનું વિશેષ પરફોર્મન્સ આપશે.

ઠંડીની સિઝનમાં ગુલાબના છોડની ખાસ કાળજી રાખવા ફોલો કરો આ 6 ટિપ્સ
Knowledge : Delhi કે Mumbai, સૌથી વધુ એરપોર્ટ ક્યાં છે?
જયા કિશોરીનું સાચું નામ શું છે?
Chanakya Niti : ધનવાન બનાવી દેશે આચાર્ય ચાણક્યની આ 5 વાતો !
આ છે બોલિવુડની સૌથી મોંઘી હીરોઈન, જુઓ ફોટો
શિયાળામાં કિક મારવા છતા બાઈક સ્ટાર્ટ નથી થતી? તો કરી લો આ કામ

ઉત્સવ ફાઉન્ડેશન દ્વારા પ્રથમ વખત VNSGU ના મેદાન પર અયોધ્યામાં વિશાળ રામ મંદિરની પ્રતિકૃતિ સ્થાપિત કરી છે. અયોધ્યામાં રામજન્મભૂમિ તીર્થસ્થળના પરિસરમાં બિરાજમાન ભગવાન રામના જીવનને પહેલી વાર આ પ્રકારે રજૂ કરવામાં આવશે.

અપને અપને રામ એ 24 સંગીતકારો અને ગીતકારો સાથે કુમાર વિશ્વાસ દ્વારા પ્રસ્તુત કરવામાં આવશે. આયોજકોએ જણાવ્યું હતું કે, “ભગવાન રામના જન્મસ્થળ અયોધ્યામાં એક વિશાળ રામ મંદિરનું નિર્માણ કરવામાં આવ્યું છે, અને અપને અપને રામ કાર્યક્રમનું આયોજન કરવા પાછળનો અમારો ધ્યેય ભગવાન રામ અને તેમના જીવન વિશે વાત ફેલાવવાનો છે.” અમે VNSGU પ્રદર્શન મેદાન પર અયોધ્યામાં બનેલા રામ મંદિરનું એક મોડેલ બનાવ્યું છે જેથી પ્રેક્ષકોને ભગવાન રામ મંદિરનો પણ અનુભવ મળે. ”

 

Next Article