Surat : હીરા અગ્રણીઓ માટે મહત્વનું GJEPC પ્રદર્શન પહેલી વખત દુબઈમાં યોજાશે

|

Jun 12, 2021 | 8:36 AM

કોરોનાના કારણે આઈપીએલની જેમ હવે જેમ એન્ડ જવેલરી પ્રમોશન કાઉન્સિલ (GJEPC) નો સિગ્નેચર શો મનાતો ઇન્ડિયન ઇન્ટરનેશનલ જેમ એન્ડ જવેલરી શો હવે દુબઈમાં યોજાય તેવી તૈયારીઓ શરૂ કરાઇ છે.

Surat : હીરા અગ્રણીઓ માટે મહત્વનું GJEPC પ્રદર્શન પહેલી વખત દુબઈમાં યોજાશે
દુબઈમાં યોજાશે GJEPC પ્રદર્શન

Follow us on

Surat : કોરોનાના કારણે આઈપીએલની જેમ હવે જેમ એન્ડ જવેલરી પ્રમોશન કાઉન્સિલ (GJEPC) નો સિગ્નેચર શો મનાતો ઇન્ડિયન ઇન્ટરનેશનલ જેમ એન્ડ જવેલરી શો હવે દુબઈમાં યોજાય તેવી તૈયારીઓ શરૂ કરાઇ છે. છેલ્લા 20 વર્ષથી જીજેઈપીસી આ પ્રદર્શન યોજતું આવ્યું છે. દુબઈમાં પહેલી વખત જ આ પ્રદર્શન યોજાવા જઇ રહ્યું છે.

કોરોનાની પરિસ્થિતિને કારણે આ વર્ષે સુરતમાં સ્પાર્કલ એક્ઝિબિશન પણ યોજાઈ શકયો ન હતો. કોરોનાની બીજી લહેરમાં નોંધાયેલા કેસો અને મોત તેમજ ત્રીજી લહેરની સંભાવના વચ્ચે હવે દેશમાં મોટા એકસીબીશન યોજવાની સંભાવના નહિવત છે. ત્યારે આગામી તારીખ 16 થી 19 ઓગષ્ટ સુધી આ એક્ઝિબિશન દુબઈમાં રાખવાનું નક્કી કરવામાં આવ્યું છે.

આ એક્ઝિબિશન દેશ અને વિદેશમાં ડાયમંડ અને જવેલરીના માટે ખૂબ મહત્વનો માનવામાં આવે છે. જીજેઈપીસી દ્વારા આ એક્ઝિબિશન હોંગકોંગ, લાસ વેગાસ અથવા મુંબઈમાં આયોજિત કરતું આવ્યું છે.

IPL 2024માં સુનિલ નારાયણની બેટિંગનો જાદુ, જુઓ ક્યારે શું કર્યું
રસોડાના ફ્લોર પર પડેલા સિલિન્ડરના ડાઘ આ રીતે કરો સાફ
SBI પાસેથી 5 વર્ષ માટે રૂપિયા 25 લાખની હોમ લોન પર EMI કેટલી ચૂકવવી પડશે?
ગરમીમાં કોલ્ડ ડ્રિંક પીતા લોકો સાવધાન ! સ્વાસ્થ્ય પર થશે તેની ગંભીર અસરો
કરીના કપૂરને મળી મોટી જવાબદારી, જુઓ ફોટો
ઘરમાં એકથી વધુ તુલસીના છોડ રાખવા જોઈએ કે નહીં? જાણી લો

સ્થાનિક હીરા અગ્રણીઓ માટે આ એક્ઝિબિશન વેપારની દિશા નક્કી કરે છે. સુરતના જીજેઈપીસીના ચેરમેન દિનેશ નાવડીયાએ કહ્યું હતું કે આ પહેલા વર્ચ્યુલ એક્ઝિબિશન થયા હતા. પરંતુ કોરોનાની વર્તમાન સ્થિતિને જોતા આગામી એક્ઝિબિશન વિદેશમાં યોજવાનું નક્કી કરાયું છે. તેનાથી હવે ઇન્ટરનેશનલ બાયર પણ આસાનીથી મળી શકશે.

આ એક્ઝિબિશનને કારણે અમેરિકા, હોંગકોંગ, આફ્રિકા અને મધ્ય પૂર્વના જેમ એન્ડ જવેલરી ખરીદદારોને પણ આકર્ષિત કરી શકાશે.  નોંધનીય છે કે, આ પ્રદર્શન મુંબઈ અને સુરતમાં યોજાતું હતું. પરંતુ કોરોના મહામારીને કારણે આ પ્રદર્શન યોજાય શક્યું ના હતું.

Next Article