Surat : વધતા કોરોનાના કેસો વચ્ચે યોજાઈ રહેલ હુનર હાટ કોર્પોરેશન માટે અગ્નિપરીક્ષા સમાન સાબિત થશે

|

Dec 11, 2021 | 6:25 PM

આવનાર દિવસોમાં ‘ હુનર હાટ ’ ના આંગણે પંકજ ઉધાસ , સુરેશ વાડેકર , સુદેશ ભોસલે , પુનિત ઇસ્સાર અને ગુફી પેન્ટલ , અનુ કપૂર , અલ્તાફ રાજા , અમિત કુમાર , ભૂપિંદર સિંહ ભુપ્પી , ભૂમિ ત્રિવેદી , વિપીન અનેજા , પ્રિયા મલ્લિક સહિત દેશના અન્ય ખ્યાતનામ કલાકારો સંગીતકારો વિવિધ સાંસ્કૃતિક - કલાત્મક સંગીત - ગીતના કાર્યક્રમો , અભિનય કાર્યક્રમોમાં કલા પીરસશે .

Surat : વધતા કોરોનાના કેસો વચ્ચે યોજાઈ રહેલ હુનર હાટ કોર્પોરેશન માટે અગ્નિપરીક્ષા સમાન સાબિત થશે
10 દિવસીય ‘ હુનર હાટ’નું આયોજન

Follow us on

કેન્દ્રીય લઘુમતિ મંત્રાલય દ્વારા સુરતના વનિતા વિશ્રામ ખાતે તા .11 થી 20 ડિસેમ્બર સુધી આયોજિત 10 દિવસીય 34 મા ‘ હુનર હાટ’નું આયોજન થવા જઈ રહ્યું છે . આ અવસરે આજે હાટ બજારની મુલાકાતે પહોંચેલા કેન્દ્રીય મંત્રી મુખ્તાર અબ્બાસ નકવીએ જણાવ્યું હતું કે , હુનર હાટ દેશ – વિદેશના કારીગરો અને શિલ્પકારોના ‘ સન્માન સાથે સશક્તિકરણ ’ તેમજ ભારતીય કલા અને કારીગરીની ‘ શક્તિ અને પ્રગતિ ’ નો નિર્ધાર છે.

આ સંદર્ભે આજે આયોજીત એક પત્રકાર પરિષદમાં કેન્દ્રીય મંત્રીએ વધુમાં જણાવ્યું હતું કે હુનર હાટના માધ્યમથી કચ્છથી કટક અને કાશ્મીરથી કન્યાકુમારી સુધીના કલાના ઉસ્તાદો , શિલ્પકારો અને કારીગરોને અવસર આપવાનો સરકારનો સફળ અને સાર્થક પ્રયાસ છે . ભગવાન વિશ્વકર્માની વિરાસત અને પરંપરાગત ધરોહરની જાળવણી અને સાચવણીનો મુખ્ય ઉદ્દેશ હોવાનું જણાવી નકવીએ આગામી બે વર્ષમાં 17 લાખ કારીગરોને રોજગારીની સુવર્ણ તકો પ્રદાન કરવાનું લક્ષ્ય હોવાનું સ્પષ્ટપણે કહ્યું હતું .

કલાકારો બનશે આકર્ષણનું કેન્દ્ર

આજનું રાશિફળ તારીખ : 28-04-2024
પાકિસ્તાની યુવતીના શરીરમાં ધબક્યું ભારતીય હ્રદય, કહ્યું- થેંક્યું ઈન્ડિયા
એલિસ પેરીને ભૂલી જશો, જુઓ મુંબઈ ઈન્ડિયન્સની ખૂબસૂરત ક્રિકેટર એમેલિયા કેરની તસવીરો
તમારી પાસે કોઈ સરકારી અધિકારી કે કર્મચારી લાંચ માગે તો સૌથી પહેલા કરો આ કામ
3 વર્ષમાં આપ્યું 35% થી વધુ રિટર્ન, જાણો આ Top 5 Equity Mutual Funds વિશે
સાંજના સમય પછી ન ખાવા જોઈએ ફળ, થઈ શકે છે આ સમસ્યા, તો ક્યારે ખાવા જાણો અહીં

આવનાર દિવસોમાં ‘ હુનર હાટ ’ ના આંગણે પંકજ ઉધાસ , સુરેશ વાડેકર , સુદેશ ભોસલે , પુનિત ઇસ્સાર અને ગુફી પેન્ટલ , અનુ કપૂર , અલ્તાફ રાજા , અમિત કુમાર , ભૂપિંદર સિંહ ભુપ્પી , ભૂમિ ત્રિવેદી , વિપીન અનેજા , પ્રિયા મલ્લિક સહિત દેશના અન્ય ખ્યાતનામ કલાકારો સંગીતકારો વિવિધ સાંસ્કૃતિક – કલાત્મક સંગીત – ગીતના કાર્યક્રમો , અભિનય કાર્યક્રમોમાં કલા પીરસશે . રાજ્યપાલના હસ્તે આવતીકાલે ઉદ્ઘાટન હુનર હાટનું રાજ્યના રાજ્યપાલ આચાર્ય દેવવ્રતના હસ્તે રવિવારે ઉદ્દઘાટન કરવામાં આવશે . જેમાં કેન્દ્રીય રેલ્વે અને ટેક્ષટાઇલ રાજ્યમંત્રી દર્શનાબેન જરદોશ , સાંસદ સી.આર. પાટીલ અને પ્રભુભાઈ વસાવા , માર્ગ અને મકાન મંત્રી પૂર્ણેશભાઈ મોદી , ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી , કૃષિ , ઊર્જા અને પેટ્રોકેમિકલ્સ રાજ્ય મંત્રી મુકેશભાઈ પટેલ સહિત ધારાસભ્યો , અન્ય મહાનુભાવો ઉપસ્થિત રહેશે .

સતત વધી રહેલા કેસો વચ્ચે હુનર હાટ મનપા માટે અગ્નિપરીક્ષા

આવતીકાલથી વનિતા વિશ્રામ ખાતે 20 મી ડિસેમ્બર સુધી આયોજીત કરવામાં આવી રહેલા હુનર હાટ પ્રદર્શનમાં મોટી સંખ્યામાં સુરતીઓ ઉમટી પડે તેવી સંભાવના છે . એક તરફ શહેરમાં કોરોનાના દર્દીઓની સંખ્યામાં સતત વધારો જોવા મળી રહ્યો છે ત્યારે આ પ્રકારના આયોજન દરમ્યાન કોવિડ 19 ના ગાઈડ લાઈનનું પાલન કેટલું થશે તે પણ યક્ષ પ્રશ્ન છે . સુરત શહેરમાં 150 દિવસ બાદ ગઈકાલે પહેલી વખત બે આંકડામાં કોરોનાના દર્દીઓ નોંધાયા છે ત્યારે આગામી દિવસોમાં આ આંકડો વધે તેવી પણ પ્રબળ શક્યતાઓ છે . આ સ્થિતિમાં મહાનગર પાલિકાના આરોગ્ય વિભાગ દ્વારા વનિતા વિશ્રામ બહાર ધન્વંતરી રથ મુકવામાં આવે અને પ્રવેશ મેળવનાર નાગરિકોનો સ્વૈચ્છિક રીતે રેપિડ ટેસ્ટ કરવામાં આવે તો તે પણ શહેરહિત માટે ખુબ જ મહત્વપૂર્ણ સાબિત થશે .

Published On - 6:25 pm, Sat, 11 December 21

Next Article