Surat : સરથાણા વિસ્તારમાં તબીબની બેદરકારીથી પરિણીતાના મોતનો આક્ષેપ

|

Jul 26, 2022 | 3:58 PM

પરિવારજનો (Family) એફઆઇઆરની માગ કરતા મોડી રાત સુધી મૃતદેહ હોસ્પિટલમાં જ પડી રહ્યો હતો. સમજાવટ બાદ 1 વાગ્યે પીએમ માટે સ્મીમેર હોસ્પિટલમાં ખસેડવામા આવ્યો હતો.

Surat : સરથાણા વિસ્તારમાં તબીબની બેદરકારીથી પરિણીતાના મોતનો આક્ષેપ
તબીબની બેદરકારીથી પરિણીતાના મોતનો આક્ષેપ

Follow us on

સુરતના કાપોદ્રા(Kapodra ) વિસ્તારમાં રહેતી એક પરિણતાનું ગઈકાલે સરથાણાના(Sarthana ) વિસ્તારમાં આવેલી એક ખાનગી હોસ્પિટલમાં(Hospital ) એપેન્ડિક્સનું ઓપરેશન કરવામાં આવ્યું હતું. જોકે બપોરે પરિણીતા ત્યાં જ મોતને ભેટતા પરિવારજનો શોકમાં ગરકાવ થઇ ગયા હતા. પરંતુ પતિ સહીત પરિવારજનોએ આક્ષેપો કર્યા હતા કે એનેસ્થેસિયાના ડોકટરની ગંભીર ભૂલના લીધે ઓપરેશનના એક-બે કલાક સુધી પણ ભાન નહીં આવી હતી અને અંતે તેનું મોત નીપજ્યું હતું. પરિવારજનો એફઆઇઆરની માગ કરતા મોડી રાત સુધી મૃતદેહ હોસ્પિટલમાં જ પડી રહ્યો હતો. સમજાવટ બાદ 1 વાગ્યે પીએમ માટે સ્મીમેર હોસ્પિટલમાં ખસેડવામા આવ્યો હતો.

સરથાણા પોલીસ સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ કાપોદ્રા ખાતે આવેલ મંગલદીપ સોસાયટીમાં રહેતા 25 વર્ષીય પ્રિયંકાબેન વિવેકભાઈ અણઘનને એપેન્ડીક્ષના ઓપરેશન માટે ગતરોજ સરથાણા જકાતનાકા વિસ્તારની અહીં આવેલી એક ખાનગી  ઓર્થોપેડિક અને સર્જીકલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા, જ્યા ગઈકાલે બપોરે ત્રણથી સવા ત્રણ વાગ્યે તેમનું મોત નીપજ્યું હતું.

પરિણીતાના મોત બાદ પરિવારજનો હોસ્પિટલની બહાર ભેગા થઇ ગયા હતા અને એફઆઈઆર તેમજ ગુનો નોંધવાની માગ કરી મૃતદેહ સ્વીકારતા ન હતા. જોકે સમાજના આગેવાનોએ તેમને પીએમ સહિતની કાર્યવાહી પૂર્ણ કરી લેવા અંગે સમજાવતા ત્યાર બાદ રાત્રે 1 વાગ્યે મૃતદેહ સ્મીમેર હોસ્પિટલમાં પીએમ માટે ખસેડવામા આવ્યો હતો. જ્યાં તેણીના પતિ વિવેકભાઈ સહીત પરિવારજનોએ આક્ષેપ કર્યા હતા કે એનેસ્થેસિયાના ડોકટરની ગંભીર ભૂલના લીધે જ મોત થયું છે.

જયા કિશોરીએ તેની નાની બહેન ચેતના શર્મા સાથે થતા ઝઘડા વિશે કર્યો ખુલાસો, જાણો
આજનું રાશિફળ તારીખ : 19-05-2024
અમિત શાહે આપી શેરબજારની મોટી ટીપ, લોકસભામાં ભાજપની જીત બાદ આ 5 સ્ટોક થશે શૂટ અપ
ડ્રાઇવિંગ લાયસન્સના નિયમોમાં મોટો ફેરફાર! 1 જૂનથી થશે લાગુ
Makhana : ગરમીમાં એક દિવસમાં આટલા મખાના ખાવા, શરીરમાં જોવા મળશે બદલાવ
લાઈવ મેચમાં સચિન તેંડુલકરના પુત્ર અર્જુને કર્યું એવુંકામ, આ દિગ્ગજ ખેલાડી ગુસ્સાથી જોવા લાગ્યો

ડોકટર દ્વારા વધુ પડતો ડોઝ આપી દેવાના લીધે તે ઓપરેશન બાદ ભાનમાં જ આવી ન હતી. ભાનમાં નહીં આવતા અમે નર્સીંગ સ્ટાફને જાણ કરતા તેઓ પણ ઉદ્ધતતાઈભર્યું વર્તન કરતા હતા. પરિવારજનો દ્વારા પેનલ પીએમની માગ કરવાં આવી હતી. વધુમાં પરિવારજનોએ જણાવ્યું હતું કે પ્રિયંકાબેનના લગ્ન ત્રણ વર્ષ અગાઉ થયા હતા. હાલમાં તેમને કોઈ સંતાન નથી. સરથાણા પોલીસ મથકના પીએસઆઇ બીએમ જોગડાએ જણાવ્યું હતું કે પેનલમાં પીએમ કરવામાં આવ્યું છે અને આગળની તપાસ ચાલુ છે.

Next Article