સુરત એરપોર્ટ(Airport ) વિસ્તરણ તેમજ અન્ય મુદ્દાઓને લઈને એરપોર્ટ એડવાઇઝરી કમિટીની એક બેઠક મળી હતી . જેમાં પેરેરલ રનવેની(Runway ) ફાઇનલ ડિઝાઇનમાં ઓનએનજીસી(ONGC) પાઇપલાઇનનું નડવું તેમજ રનવેના એપરોચમાં આવતા મંદિર સહિતની બાબતો પર ચર્ચા કરવામાં આવી હતી . સુરત એરપોર્ટ ખાતે એરપોર્ટ એડવાઈઝરી કમિટી ચેરમેન સી આર પાટીલની અધ્યક્ષતામાં ખાસ મિટિંગનું આયોજન કરવામાં આવ્યું હતું .જેમાં એરપોર્ટ ડાયરેકટર સહિત , કલેકટર અને સભ્યો ઉપસ્થિત રહ્યા હતા .
આ બેઠકમાં ખાસ ચર્ચા કરવામાં આવી હતી કે હાલના રનવેના પેરરલ રનવે માટેનો જે પ્લાન તૈયાર છે તેની મંજુરીની પ્રોસેસ ચાલી રહી છે . જો આ પ્લાન મંજુર થાય તો તેના કેટલાક અવરોધ સામે આવ્યા છે તેની પણ ચર્ચા કરવામાં આવી હતી . જેમાં ખાસ કરીને ઓએનજીસીની અંડર ગ્રાઉન્ડ લાઇન , તેમજ રનવેની ડિઝાઇનમાં બે મંદિર પણ આવેલા છે.
તેની સાથો સાથ ખુડા માં જે જમીન રાખવામાં આવી છે તે ઉપરાંત કેટલીક જમીન ખાનગી માલીકીની છે તો તેને કઇ રીતે એકવાયર કરવી તે બાબતે પણ ચર્ચા કરવામાં આવી હતી . સભ્ય તેમજ ધારાસભ્ય ઝંખના પટેલે જણાવ્યું હતું કે ખાસ કરીને એરપોર્ટ ખાતે આવતા મુસાફરોને ટ્રાન્સપોર્ટેશન સારી રીતે મળી શકે તે માટેનું આયોજન કરવા માટે પણ ચર્ચા કરવામાં આવ્યું હતું .
ઉપરાંત ગો એરની જે વિનંતી હતી કે તેમની ફ્લાઇટ પાર્કિંગ આપવામાં એરપોર્ટ ડાયરેક્ટરના નિર્ણયો મુદ્દે સભ્યોમાં નારાજગી આવે તે વિનંતી હાલમાં મળી શકે તેમ નથી . જેથી તેમની રાતની ફલાઇટ અને વહેલી સવારે ફલાઇટ કનેકટીવીટીનું આયોજન પણ હાલમાં શક્ય નથી . પરંતુ થોડા મહિનામાં જ અન્ય ચાર સ્ટેન્ડ તૈયાર થઇ ગયા બાદ આ સમસ્યા નહીં રહે .
એરપોર્ટ ડાયરેક્ટરના નિર્ણયો મુદ્દે સભ્યોમાં નારાજગી
સૂત્રો પાસેથી પ્રાપ્ત વિનંતી મુજબ મિટિંગમાં એરપોર્ટ ડાયરેકટર દ્વારા અગાઉ લેવામાં આવેલા કેટલાક નિર્ણયોને લઇને નારાજગી વ્યક્ત કરી હતી . ઉપરાંત મિટીંગ દરમિયાન ટકોર પણ કરવામાં આવી હતી . એડવાઈઝરી કમિટીને દરેક નિર્ણયોથી વાકેફ કરવાની સાથે તેમની સહમતી પણ લેવામાં આવવી જોઈએ . તે મુદ્દે પણ ચર્ચા કરવામાં આવી હતી .
આ પણ વાંચો :