SURAT : કઠોર ગામમાં ઝાડા-ઉલ્ટીના 50 કેસના અહેવાલ બાદ તંત્ર થયું દોડતું

|

Jun 02, 2021 | 8:54 AM

SURAT : એક બાદ એક રોગ ( disease ) ભરડો લઇ રહ્યો છે. પહેલા કોરોના બાદમાં મ્યુકોરમાઇકોસિસએ ભરડો લીધો હતો. આ બાદ ઝાડા-ઉલ્ટીએ ભરડો લીધો છે. લોકોમાં ચિંતાનો માહોલ જોવા મળી રહ્યો છે. કઠોરમાં ઝાડા-ઉલ્ટીના( vomiting- diarrhea ) કેસએ હાહાકાર મચાવ્યો છે.

SURAT : એક બાદ એક રોગ ( disease ) ભરડો લઇ રહ્યો છે. પહેલા કોરોના બાદમાં મ્યુકોરમાઇકોસિસએ ભરડો લીધો હતો. આ બાદ ઝાડા-ઉલ્ટીએ ભરડો લીધો છે. લોકોમાં ચિંતાનો માહોલ જોવા મળી રહ્યો છે. સુરતના (SURAT) કઠોરમાં ઝાડા-ઉલ્ટીના ( vomiting- diarrhea ) કેસએ હાહાકાર મચાવ્યો છે. તો TV-9માં અહેવાલ આવતા તંત્ર દોડતું થયું છે.

સુરતના કામરેજના કઠોરમાં આવેલા વિવેક નગર કોલોનીમાં ઝાડા-ઉલ્ટીના કેસથી હાહાકાર મચી જવા પામ્યો છે. આ કોલોનીમાં 1 જ દિવસમાં ઝાડા-ઉલ્ટીના50 થી વધુ કેસ સામે આવ્યા છે. જયારે ઝાડા-ઉલ્ટીથી 3 દર્દીના મોત થયા છે. અચાનક જ ઝાડા-ઉલ્ટીના કેસ આવતા કોલોનીમાં ચિંતાનો માહોલ જોવા મળી રહ્યો છે.

આ અહેવાલ TV-9માં પ્રસારિત થયા બાદ તંત્ર દોડતું થયું છે. આ સાથે જ સુરત પાલિકાની આરોગ્યની ટિમો કઠોર ગામમાં તૈનાત કરવામાં આવી છે.  આ સાથે જ પાણીના ટેન્કરો અને પાણી ટેસ્ટિંગ વાન આવી પહોંચી છે.

કઠોર સરકારી દવાખાનામાં હાલ 21થી વધુ દર્દી સારવાર હેઠળ છે.તો ઝાડા-ઉલ્ટીના આ કેસ પાછળ પીવાના પાણીની લાઈન પ્રદુષિત થતા ઘટના બની હોવાની આશંકા પણ વ્યક્ત કરવામાં આવી છે.

ઘટનાની જાણ થતા સુરત મહાનગરપાલિકાની આરોગ્ય ટિમ દ્વારા ક્લોરીન દવાનું વિતરણ શરૂ કરવામાં આવ્યું છે. મૃતકના પરિવાર દ્વારા સરકાર પાસે સહાયની માંગ કરી છે.

Published On - 8:53 am, Wed, 2 June 21

Next Video