લગ્નસરાની (Marriage ) સીઝન શરૂ થઇ ગઈ છે. 15 એપ્રિલથી 9 જુલાઈ સુધી લગ્નની 40 તારીખો છે. સુરત (Surat ) અને દક્ષિણ ગુજરાતમાં આ વખતે 2500 યુગલો (Couples ) લગ્નના બંધનમાં બંધાશે. વધતી મોંઘવારીના કારણે આ વખતે લગ્નનો ખર્ચ પણ વધી ગયો છે. 2500 લગ્નો સાથે, વેપાર ઉદ્યોગ ફરી એકવાર પાટા પર આવે તેવી અપેક્ષા છે. 15 એપ્રિલથી 9 જુલાઇ સુધીમાં સુરતના માર્કેટમાં 1450 કરોડ રૂપિયાનો બિઝનેસ થવાની ધારણા છે. સુરત અને દક્ષિણ ગુજરાતમાં 200થી વધુ પ્લોટ બુક થયા છે. આ સિવાય કેટલાક લોકોએ બેન્ક્વેટ હોલ વગેરેમાં પણ બુકિંગ કરાવ્યું છે. આ સમયમાં લગ્નો, પ્રી વેડિંગ શૂટ, સિનેમેટોગ્રાફી, મહેંદી, મહિલા સંગીત, આઉટડોર ફોટા વગેરેનું પણ ચલણ વધ્યું છે. આ સાથે ડ્રોન કેમેરાથી ફોટો અને વીડિયોનો ક્રેઝ પણ વધ્યો છે.
ઘણા લોકોએ જાનૈયાઓના મનોરંજન માટે ગાયક કલાકારોને પણ બોલાવ્યા છે. કેટલાક લોકોએ થીમના આધારે પેવેલિયન પણ બનાવ્યા છે અને આ માટે મુંબઈથી ઈવેન્ટ મેનેજમેન્ટ કંપનીઓને બોલાવી છે. બે વર્ષ બાદ શહેનાઈ પહેલાની જેમ ગુંજશે, 9મી જુલાઈ સુધીમાં 2500 લગ્નો પર 1450 કરોડનો ખર્ચ થવાનો અંદાજ છે. સુરત સહિત દક્ષિણ ગુજરાતમાં 200થી વધુ પાર્ટી પ્લોટ બુક થયા છે, લગ્ન પહેલા ડ્રોન કેમેરા સાથે ફોટો – વિડીયો શૂટનો ક્રેઝ વધ્યો છે.
ઈલેક્ટ્રોનિક્સ આઈટમોના વિક્રેતાએ જણાવ્યું કે લગ્નના દિવસોમાં એ.સી. ફ્રીજ, ટીવી વગેરેની માંગ છે. કોરોનાને કારણે ધંધો ઠપ થઈ ગયો હતો. પરંતુ એપ્રિલથી જાન્યુઆરી 2023 સુધીમાં બજારમાં સારી માંગની અપેક્ષા છે. એક અંદાજ મુજબ આગામી ચાર મહિનામાં 100 કરોડનો બિઝનેસ થવાની આશા છે.
ઈન્ડિયન બુલિયન જ્વેલર્સ એસોસિએશનના ગુજરાત ચેપ્ટરના સભ્ય નૈનેશ પચ્ચીગરે જણાવ્યું હતું કે લગ્નની સિઝનમાં જ્વેલરીની સારી માંગ રહે છે. સુરતના વિવિધ બજારોમાંથી લોકો ઘરેણાં ખરીદવા આવે છે. હાલ ઘરેણાંની ખરીદી શરૂ થઈ ગઈ છે. અમને આશા છે કે આ વખતે લગનસરાના દિવસોમાં સારો બિઝનેસ થશે.
સુરતમાં હાલ તમામ પાર્ટી પ્લોટ બુક થઈ ગયા છે. કોરોનાને કારણે લગ્નો પર પ્રતિબંધ હતો, જે હટતા જ હવે મોટી સંખ્યામાં લગ્નો થઈ રહ્યા છે. તેમજ લગ્નમાં કેટલા લોકો આવશે તેના પર કોઈ નિયંત્રણ ન હોવાને કારણે લગ્નસરા સાથે જોડાયેલો ધંધો ધમધમશે. એક અંદાજ મુજબ 1450 કરોડ રૂપિયાનો બિઝનેસ થવાની આશા છે.
આ પણ વાંચો :
વધુ સમાચાર વાંચવા માટે અમારી ટ્વીટર કોમ્યુનિટીમાં જોડાવા અહીં ક્લિક કરો