Surat : 50 હજારનો પગાર ધરાવતા શિક્ષણ સમિતિના સિનિયર ક્લાર્કે જીપીએફના નાણાં અપાવવા 7 હજારની લાંચ માંગી, એસીબીએ કરી ધરપકડ

|

Mar 22, 2022 | 11:46 AM

મૃતક કર્મચારીના જીપીએફના નાણા મેળવવા માટે તેમના પત્ની દ્વારા સમિતિને અરજી કરવામાં આવી હતી. આ નાણાના ચેક તૈયાર કરી આપવા જીપીએફ વિભાગમાં સિનીયર ક્લાર્ક તરીકે ફરજ બજાવતાં સમીરભાઇ રૂસ્તમભાઇ ભગતે રૂ. 7 હજારની લાંચ માગી હતી.

Surat : 50 હજારનો પગાર ધરાવતા શિક્ષણ સમિતિના સિનિયર ક્લાર્કે જીપીએફના નાણાં અપાવવા 7 હજારની લાંચ માંગી, એસીબીએ કરી ધરપકડ
જીપીએફના નાણાં અપાવવા 7 હજારની લાંચ માંગનાર શિક્ષણ સમિતિના સિનિયર ક્લાર્કની ધરપકડ

Follow us on

સુરત (Surat) માં મૃતક પતિના અવસાનના જીપીએફના નાણા મેળવવા અરજી કરનાર મહિલા પાસે લાંચ (bribe) માંગવાના ગુનામાં એસીબીએ ગુનો દાખલ કરી આરોપીની ધરપકડ કરીને કાર્યવાહી હાથ ધરી છે. આ કેસમાં રૂ.7 હજારની લાંચ સ્વીકારતા 50 હજારના પગારદાર એવા શિક્ષણ સમિતિના હેડ ક્લાર્ક સમીર ભગતની ધરપકડ કરવામાં આવી છે. સુરત મનપાની નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ (education committee) ની કચેરીમાં જીપીએફ વિભાગમાં કામ કરતો ક્લાર્ક લાંચ લેતાં ઝડપાયો હતો . મૃતક પતિના અવસાન માટે જીપીએફના નાણા મેળવવા અરજી કરનાર મહિલા પાસે તેણે રૂપિયા 7 હજારની લાંચ માંગી હતી. લાંચ – રૂશ્વત વિરોધી વિભાગ દ્વારા પ્રાપ્ત માહિતી અનુસાર સુરતની નગર પ્રાથમિક શિક્ષણ સમિતિમાં ફરજ બજાવતાં એક વ્યક્તિનું થોડા સમય પહેલાં અવસાન થયું હતું.

આ મૃતક કર્મચારીના જીપીએફના નાણા મેળવવા માટે તેમના પત્ની દ્વારા સમિતિને અરજી કરવામાં આવી હતી. આ નાણાના ચેક તૈયાર કરી આપવા જીપીએફ વિભાગમાં સિનીયર ક્લાર્ક તરીકે ફરજ બજાવતાં સમીરભાઇ રૂસ્તમભાઇ ભગતે રૂ. 7 હજારની લાંચ માગી હતી. પતિના મૃત્યુ બાદ લાચાર મહિલા પીએફના નાણા પાછા મેળવવા ગઈ ત્યારે તેની સાથે આવું ખરાબ વર્તન થતાં તે ડઘાઈ ગઈ હતી.

મહિલા આ લાંચ આપવા માંગતી નહોતી આથી એમણે લાંચ – રુશ્વત વિરોધી શાખાનો સંપર્ક કર્યો હતો . દરમિયાન લાંચ – રુશ્વત વિરોધી દળે છટકું ગોઠવ્યું હતું . જેમાં શિક્ષણ સમિતિની કાંસકીવાડ ખાતેની કચેરીમાં ત્રીજા માળે રૂમ નં . 19 માં સમીર ભગત રૂા . 7 હજારની લાંચ લેતા રંગેહાથ ઝડપાયો હતો. નોંધનીય છે કે સાત હજારની લાંચ માંગનાર આ હેડ ક્લાર્કનો પગાર પણ 50 હજાર જેટલો છે. છતાં એક મૃતકના પત્ની પાસેથી તેના પતિની મરણમૂડી સમાન પીએફની રકમ ઉપાડવા માટે પણ નાણા માગીને માનવતા વરોધી કામ કર્યું છે. આ સમગ્ર કામગીરી સુરત એસીબીના મદદનીશ નિયામક એન . પી . ગોહિલના નિરીક્ષણ હેઠળ ફિલ્ડ પોલીસ ઇન્સપેક્ટર એ . કે . ચૌહાણ દ્વારા પાર પાડવામાં આવી હતી.

Jio લાવ્યું 31 દિવસનો સસ્તો પ્લાન ! રોજ મળશે 1.5GB ડેટા, કિંમત માત્ર આટલી
Money Plant Vastu Tips : મની પ્લાન્ટ પાસે ભૂલથી પણ આ વસ્તુ ન રાખો, નહીતર આવશે ગરીબી !
Iskcon Temple : ઇસ્કોન મંદિરનો રંગ હંમેશા સફેદ કેમ હોય છે?
Mahakumbh 2025: મહિલા નાગા સંન્યાસીની ક્યાં રહે છે અને શું ખાય છે? જાણો તેમની રહસ્યમય દુનિયા વિશે
'પ્રીતિ ઝિન્ટાના કારણે મારું ઘર તૂટ્યુ !' તેને નહીં માફ કરુ, કોણ છે આ મહિલા જેણે આવું કહ્યું
ભારતની એ જેલ, જ્યાં કેદીઓ સામેથી માંગે છે મોત!, ત્યાં જાય છે તે ક્યારેય પાછા નથી આવતા

આ પણ વાંચોઃ અમદાવાદના નગરજનોને રૂ. 271 કરોડના વિકાસ પ્રકલ્પોની ભેટ, દરેકનું ‘ઘરના ઘર’નું સ્વપ્ન સાકાર કરવા સરકાર કટિબદ્ધ : મુખ્યમંત્રી

આ પણ વાંચોઃ LPG Gas Cylinder : આમ આદમીને મોંઘવારીનો વધુ એક ફટકો, પેટ્રોલ – ડીઝલ બાદ રાંધણ ગેસ પણ મોંઘો થયો, જાણો નવી કિંમત

Next Article