Surat : ગરબા પર 18 ટકા જીએસટીનો વિરોધ આમ આદમી પાર્ટીના કાર્યકરોએ ગરબે ઘુમીને વ્યક્ત કર્યો

|

Aug 03, 2022 | 4:06 PM

ગરબે ઘૂમ્યા બાદ આમ આદમી પાર્ટીના (AAP) મહિલા કોર્પોરેટરો - નેતાઓ અને કાર્યકરો દ્વારા ગરબાના આયોજન પર જીએસટી વિરૂદ્ધમાં સૂત્રોચ્ચાર કરવામાં આવતાં સ્થાનિક પોલીસ દ્વારા તમામની અટકાયત કરવામાં આવી હતી.

Surat : ગરબા પર 18 ટકા જીએસટીનો વિરોધ આમ આદમી પાર્ટીના કાર્યકરોએ ગરબે ઘુમીને વ્યક્ત કર્યો
AAP opposes GST on Garba (File Image )

Follow us on

કેન્દ્ર સરકાર દ્વારા ગુજરાતની (Gujarat )અસ્મિતા સમાન નવરાત્રિના (Navratri )તહેવારોમાં આયોજીત થના૨ા ગરબા(Garba ) મહોત્સવ પર 18 ટકા જીએસટી લાગુ કરવામાં આવતાં ભારે હોબાળો ફાટી નીકળ્યો છે. આ સ્થિતિમાં આજે આમ આદમી પાર્ટી દ્વારા શહેરના વેડરોડ ખાતે આવેલ બહુચરાજી મંદિર ખાતે ગરબા પર નાખવામાં આવેલા જીએસટી ટેક્સના વિરોધ સંદર્ભે કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. જો કે, આ કાર્યક્રમ દરમ્યાન સ્થાનિક પોલીસ દ્વારા મોટી સંખ્યામાં આપના નેતા અને કાર્યકરો તેમજ કોર્પોરેટરોની અટક કરવામાં આવી હતી.

ગરબે ઘુમીને દર્શાવ્યો વિરોધ

ચૂંટણી નજીક આવતાની સાથે જ અલગ અલગ મુદ્દાઓને લઈને વિપક્ષ આપ દ્વારા ભાજપ શાસકોને ઘેરવાના પ્રયાસો કરવામાં આવી રહ્યા છે. નજીકના દિવસોમાં આવી રહેલા નવરાત્રીના પર્વને લઈને સરકારે ગરબા આયોજનો પર જે ટેક્સ લગાવ્યો છે, તેના પર આમ આદમી પાર્ટી દ્વારા વિરોધ દર્શાવવામાં આવ્યો છે.

કોરોના મહામારીના બે વર્ષ બાદ સુરતીઓ સહિત સમગ્ર રાજ્યના ખેલૈયાઓ ગરબે ઘુમવા માટે તત્પર છે ત્યારે અચાનક કેન્દ્ર સરકાર દ્વારા ગરબાના પાસ પર 18 ટકા જીએસટી લાગુ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. ગરબા ૫૨ જીએસટીને પગલે ખેલૈયાઓમાં ભારોભાર આક્રોશ ફાટી નીકળ્યો છે ત્યારે આજરોજ સુરત શહેર આમ આદમી પાર્ટીના કોર્પોરેટરો અને કાર્યકરો દ્વારા જીએસટી વિરૂદ્ધમાં બેનરો સાથે સૂત્રોચ્ચાર કરવામાં આવ્યો હતો. વેડરોડ બહુચરાજી મંદિર ખાતે વિરોધ પ્રદર્શન માટે પહોંચેલા આમ આદમી પાર્ટીના કાર્યકરો દ્વારા ગુજરાતની સંસ્કૃતિ અને પરંપરાનું અપમાન કરવામાં આવી રહ્યું હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો છે.

કોરિયોગ્રાફર રેમો ડિસોઝાએ ખરીદ્યું પોતાનું ડ્રીમ હાઉસ, ગૃહપ્રવેશની તસવીરો આવી સામે
પાકિસ્તાનમાં જમરૂખ વેચનાર સામે 2025નો પહેલો કેસ, જાણો શું હતું કારણ
સુરતના 8 સૌથી અમિર વ્યક્તિઓનું લિસ્ટ, જોઈ લો
વેલણ-પાટલી પણ બનાવી શકે છે તમને અમીર, જાણો વાસ્તુના આ નિયમો
આ છે દુનિયાનું સૌથી નાનું શહેર પરંતુ વિશેષતા ચોંકાવનારી
ભારતના આ 7 સ્ટેશન પરથી વિદેશ જાય છે ટ્રેન, જાણો નામ

વિરોધ બાદ અટકાયત

બહુચરાજી મંદિરના પ્રાંગણમાં ગરબે ઘૂમ્યા બાદ આમ આદમી પાર્ટીના મહિલા કોર્પોરેટરો – નેતાઓ અને કાર્યકરો દ્વારા ગરબાના આયોજન પર જીએસટી વિરૂદ્ધમાં સૂત્રોચ્ચાર કરવામાં આવતાં સ્થાનિક પોલીસ દ્વારા તમામની અટકાયત કરવામાં આવી હતી. ગરબા આયોજકો દ્વારા જે પાસ ખેલૈયાઓને આપવામાં આવે છે. તેના પર સરકાર દ્વારા જીએસટી લગાડવામાં આવતા વિરોધ જોવા મળી રહ્યો છે. વેડરોડ વિસ્તારમાં બહુચરા માતાના મંદિરના પ્રાંગણમાં આમ આદમી પાર્ટીએ પ્લે કાર્ડ લઈને ગરબા રમી પોતાનો વિરોધ નોંધાવ્યો હતો. જેને પગલે પોલીસે કોર્પોરેટર સહિત 40 થી 50 જેટલા આમ આદમી પાર્ટીના કાર્યકર્તાઓની અટકાયત કરી હતી.

Next Article