Surat : એવું મંદિર જે ચાલે છે સૂર્ય ઉર્જા પર અને બચાવે છે મહિનાનું લાખો રૂપિયાનું બિલ

|

Jun 12, 2021 | 4:58 PM

Surat : આ મંદિર પરિસરનું પહેલા દર બે મહિને 1.85 લાખ જેટલું લાઈટ બિલ આવતું હતું પણ 50 કિલોવોટની સોલાર પેનલ ફિટ કરાયા બાદ હવે દર બે મહિને માંડ 25થી 35 હજાર જેટલું લાઈટ બિલ આવે છે.

Surat : એવું મંદિર જે ચાલે છે સૂર્ય ઉર્જા પર અને બચાવે છે મહિનાનું લાખો રૂપિયાનું બિલ
સુરતનું અનોખું મંદિર

Follow us on

Surat: ભારતીય સંસ્કૃતિમાં કરોડો દેવી દેવતાઓને સ્થાન આપવામાં આવ્યું છે. જેમાં સૂર્ય દેવતાનું પણ ખૂબ મહત્વ છે. સૂર્ય ઉર્જાનો (Solar energy)એ સ્ત્રોત છે જેનાથી આખી સૃષ્ટિ ચાલે છે. ત્યારે સુરતમાં(surat) એક મંદિર પરિસરમાં સૂર્યદેવતાના આશીર્વાદથી વીજ બિલ બચાવવામાં આવી રહ્યું છે.

 

હાલ ટેકનોલોજી ખૂબ ઝડપથી આગળ વધી રહી છે. પુન:પ્રાપ્ય ઉર્જા સ્ત્રોત એટલે કે જે ઉર્જાનો વારંવાર ઉપયોગ કરી શકાય તેવા સ્રોતો તરફ લોકો વિચારતા થયા છે. તેમાં પણ સૌથી વધુ હાલ સૂર્યઉર્જાનો મહત્તમ ઉપયોગ કેવી રીતે કરવો અને કેવી રીતે વિજબીલમાં રાહત મેળવવી તે દિશામાં વિચારીને લોકો પોતાના ઘર કે ઓફિસોમાં સોલાર પેનલ બેસાડે છે પણ સુરતમાં તો એક મંદિરે આ દિશામાં વિચારીને સોલાર પેનલ બેસાડીને અનોખું ઉદાહરણ પૂરું પાડ્યું છે.

પરશુરામના એ ત્રણ શિષ્યો જેમણે લડ્યુ હતુ મહાભારતનું યુદ્ધ, જાણો કોણ હતા એ!
આજનું રાશિફળ તારીખ : 02-05-2024
હાર્દિક પંડ્યાના કારણે ટીમનું વાતાવરણ બગડી રહ્યું છે, મુંબઈ ઈન્ડિયન્સના કેપ્ટન પર મોટો હુમલો
કેનેડામાં વિદ્યાર્થીઓની વધી મુશ્કેલી, બદલાયો આ નિયમ
ઉનાળામાં કેરી ખાધા પછી શું ન ખાવું જોઈએ?
હવે આખું વર્ષ મોબાઈલ રિચાર્જની ઝંઝટ ખતમ, આ છે Jio અને Airtelના સૌથી સસ્તા વાર્ષિક પ્લાન

 

અડાજણ વિસ્તારના બદ્રીનારાયણ મંદિર પરિસરમાં મંદિર ઉપરાંત, ધાર્મિક જ્ઞાન પીરસતી શાળા, કોલેજ, ગેસ્ટહાઉસ સહિત અનેક પ્રવૃતિઓ કરવામાં આવે છે. એટલે સ્વાભાવિક છે વિજબીલ ઘણું મોટું આવતું હતું. આ મંદિર પરિસરનું પહેલા દર બે મહિને 1.85 લાખ જેટલું લાઈટ બિલ આવતું હતું પણ 50 કિલોવોટની સોલાર પેનલ ફિટ કરાયા બાદ હવે દર બે મહિને માંડ 25થી 35 હજાર જેટલું લાઈટ બિલ આવે છે.

 

મંદિરના ટ્રસ્ટીના જણાવ્યા અનુસાર મંદિરની ખાસ આવક નહોતી. દાન ઉપર આ મંદિર ચાલતું હતું. જેના કારણે ઘણી તકલીફ પડતી હતી. જેથી તેઓએ આ પ્લાન્ટ નાખવાનો વિચાર કર્યો હતો. દર બે મહિને 1.50 લાખનો ફાયદો વિજબીલમાં થતા તેઓ હજી બીજા 25 કિલોવોટની સોલાર પેનલ બેસાડવા માટે વિચાર કરી રહ્યા છે. આટલા મોટા કિલોવોટથી મંદિર પરિસર ચલાવનાર સુરત શું ગુજરાતનું આ પહેલું મંદિર હશે. જેનો ગૌરવ અહીં આવતા ભક્તો પણ લઈ રહ્યા છે.

 

મંદિરમાં બેસાડવામાં આવેલા આ સોલાર પ્લાન્ટનું ઉદ્ઘાટન વર્ષ 2018માં ઉર્જામંત્રી સૌરભ પટેલ દ્વારા કરવામાં આવ્યુ હતું. ત્યારથી આ પેનલ દ્વારા દરરોજ 200 યુનિટ વીજળી પેદા કરવામાં આવે છે. જેનાથી વિજબીલમાં મોટી રાહત મળી છે.

 

હાલમાં સોલાર પેનલના ભાવ અગાઉ કરતા ઓછા હોવાથી તેઓ હજી બીજા 25 કિલોવોટની સોલાર પેનલ બેસાડવા તરફ આગળ વધી રહ્યા છે.ત્યારબાદ લાઈટ બિલ ઝીરો થઈ જશે. આમ શહેરનું આ પ્રથમ ધાર્મિક સંકુલ ગ્રીન પાવર પર ચાલનારું બન્યું છે. જે અન્ય સંસ્થાઓ માટે પણ પ્રેરણારૂપ બન્યું છે.

 

આ પણ વાંચો: Rajkot: કાગદડી ખોડિયાર આશ્રમના મહંતની આત્મહત્યા, મહંતને ખોટી રીતે ફસાવ્યા હોવાનો સ્યુસાઇડ નોટમાં ઉલ્લેખ

Next Article