સુરતના (Surat ) નાના વરાછામાં રહેતી એક મહિલાએ (Woman ) તેના પુત્રને ઝેરી દવા પીવડાવીને પાડોશી મહિલાને કહ્યું કે, મારો પુત્ર ઘરમાં (Son)એકલો જ છે, હું કચરો નાંખીને આવું છુ્’ એવું કહી ચાર રસ્તા પાસે પોતે પણ ઝેરી દવા પી લીધી હતી. આ બંને માતા-પુત્રનું સારવાર દરમિયાન મોત નીપજ્યું હતું. શરૂઆતમાં પોલીસે મીસીંગની ફરિયાદ નોંધી હતી, પરંતુ બંનેની ઓળખ થઇ જતા પોલીસે માતા-પુત્રના મોતને લઇને અકસ્માત મોતનો ગુનો નોંધી તપાસ શરૂ કરી છે.
મળતી માહિતી મુજબ મુળ અમરેલીના સાવરકુંડલાના બાઢડા ગામના વતની અને સુરતમાં નાના વરાછામાં શ્યામધામ ચોક પાસે શિવધારા સોસાયટીમાં રહેતા જીગ્નેસભાઇ ગજેરા હીરાના કારખાનામાં કામ કરે છે. તેઓને સંતાનમાં એક પુત્ર છે જેનું નામ અંશ છે અને તેની ઉંમર માત્ર 1 વર્ષની જ છે. બુધવારે બપોરના સમયે જીગ્નેશભાઇના પત્ની ચેતનાબેનએ પાડોશી મહિલાને કહ્યું કે, મારો પુત્ર અંશ ઘરમાં એકલો છે, હું બહાર કચરો નાંખીને આવું છું. તેમ કહીને ગયા હતા.
ચેતનાબેન ઘરેથી ગયા બાદ મોડી રાત્રી સુધી ઘરે આવ્યા ન હતા. એક વર્ષનો પુત્ર રડતો હોવાથી પાડોશી મહિલાએ જીગ્નેશભાઇને ફોન કરીને જાણ કરી હતી. જીગ્નેશભાઇ ઘરે આવ્યા ત્યારે અંશના મોંઢામાંથી ફીણ બહાર આવી ગયા હતા. અંશને તાત્કાલીક સારવાર માટે હોસ્પિટલ લઇ જવાયો હતો.
બીજી તરફ સાંજ સુધી ચેતનાબેન ઘરે નહીં આવતા જીગ્નેશભાઇએ સ્થાનિક પોલીસમાં મીસીંગની ફરિયાદ આપી હતી. આ દરમિયાન સરથાણા પોલીસને ઝડફિયા સર્કલ પાસે એક મહિલાએ ઝેરી દવા પી લીધી હોય તેણીને સ્મીમેર હોસ્પિટલમાં લઇ જવામાં આવી હોવાની વર્દી મળી હતી. પોલીસે આ સાથે જ જીગ્નેશભાઇનો સંપર્ક કરીને સ્મીમેર હોસ્પિટલ પહોંચ્યા ત્યારે ચેતનાબેન જીવન-મરણ વચ્ચે ઝોલા ખાઇ રહ્યા હતા.
સારવાર દરમિયાન ચેતનાબેનનું મોત નીપજ્યું હતું, આ સાથે જ સારવાર દરમિયાન એક વર્ષિય અંશનું પણ મોત નીપજ્યું હતું. આ ઘટના અંગે કાપોદ્રા પોલીસે અકસ્માત મોતનો ગુનો નોંધ્યો હતો. પોલીસના જણાવ્યા પ્રમાણે ચેતનાબેન ચીડચીડિયા સ્વભાવના હતા. અને ભૂતકાળમાં પણ તેઓના આ સ્વભાવને કારણે માથાકૂટ થઇ હતી. ચીડચીડિયા સ્વભાવથી તેઓએ આત્મહત્યા કરી હોવાની શંકા વ્યક્ત કરાઇ છે. જોકે આત્મહત્યા અને બાળકની હત્યાનું સાચું કારણ જાણવા પોલીસે તપાસ હાથ ધરી છે.
Published On - 10:27 am, Fri, 20 May 22