વિશ્વમાં કાચા હીરાના (Diamonds) સપ્લાયમાં 30 ટકા જેટલો હિસ્સો ધરાવતી રશીયન ડાયમંડ માઇનિંગ કંપની અલરોસા પર પ્રતિબંધ વધારતા અમેરિકાની (America)સરકારી સંસ્થા જવેલરી વિજિલન્સ કમિટી (જી.વી.સી.)એ અમેરીકન ખરીદારો, જવેલર્સ કંપનીઓને (Jewelers Company) તાકીદ કરી છે કે અલરોસાના ડાયમંડમાંથી બનાવેલી જવેલરી પછી ગમે તે દેશમાંથી આયાત થવાની હોય તેની ખરીદી પર તાત્કાલિક અસરથી રોક લગાડવામાં આવે નહિ તો ખરીદદારો પર પણ કાર્યવાહી થઇ શકે છે.
સુરતના સ્થાનિક હીરા બજારના વર્તુળોમાં થઈ રહેલી ચર્ચા મુજબ અમેરિકા દેશના જ ખરીદદારો જ સુરત અને મુંબઈના જવેલરી મેન્યુફેક્ચરને હીરા જડીત ઝવેરાતના મોટા ઓર્ડર્સ આપે છે. સ્થાનિક જવેલરી મેન્યુફેક્યર હીરા જડીત જવેલરી બનાવવામાં મુખ્યત્વે અલરોસા પાસેથી પ્રાપ્ત થયેલા હીરાનો જ ઉપયોગ કરતા આવ્યા છે. હવે જ્યારે અમેરીકી સરકારની સંસ્થા જવેલરી વિજિલન્સ કમિટીએ રશીયન ડાયમંડ કંપની અલરોસા પર પ્રતિબંધ મુક્યો હોઇ, તેના હીરામાંથી બનેલી જવેલરી ખરીદવા કે અમેરીકામાં આયાત કરવા સામે ચેતવણી ઉચ્ચારી છે ત્યારે હવે સ્થાનિક જવેલરી ઉત્પાદકોમાં ડર પેસી ગયો છે કે અલરોસા પર પ્રતિબંધના કારણે સુરત, મુંબઇના જવેલર્સે અમેરીકાના મોટા ગ્રાહકો અને તેના કરોડો રૂપિયાના ઓર્ડર ગુમાવવા ન પડે.
અમેરીકન સંસ્થા સ્વેલરી વિજિલન્સ કમિટીએ 7 એપ્રિલના રોજ યુ.એસ. ટ્રેઝરી ડિપાર્ટમેન્ટ દ્વારા રશીયન માઇનિંગ કંપની અલરોસા પર પ્રતિબંધો લાદવાની જાહેરાતને પગલે સભ્યોને અપડેટ માર્ગદર્શન જાહેર કર્યું છે. તેમણે કહ્યું કે કોઈપણ મેમો કન્સાઇનમેન્ટ એગ્રીમેન્ટ સહિત થવા જોઈએ. અમેરિકાની જવેલર્સ વિજિલન્સ કમિટીએ અપીલ કરી છે કે અગાઉના પ્રતિબંધની મર્યાદાના કારણે અલરોસા સાથે સીધો કારોબાર કરવાનું બંધ ન કર્યું હોય તો તેવા લોકો, કંપનીઓ, જ્વલર્સે હવે તેને સંપૂર્ણપણે પ્રતિબંધીત કરી દેવી જોઇએ. અમેરીકાના કાયદાકીય અનુપાલન માર્ગદર્શન કરે છે.JVC સભ્યોને ચેતવણી આપે છે કે પ્રતિબંધોનો અમલ નહીં કરવો એ ગુનો છે. અને રાષ્ટ્રીય સુરક્ષા અને વિદેશી સંબંધો માટે ગંભીર ખતરો છે.
સ્થાનિક જવેલરી ઉત્પાદકોમાં ફફડાટ
સુરત અને મુંબઇના અનેક જવેલરી મેન્યુફેકચરર્સમાં એ વાતે ફફડાટ મચી ગયો છે કે અમેરીકન ગ્રાહકો કે જેમણે હીપહોપ ટ્વેલરી, ડાયમંડ જ્વલરીના મોટાપાયે ઓર્ડર આપ્યા છે એ ઓર્ડરનું સ્ટેટસ શું, કેમકે હીરાજડિત જવેલરીમાં મોટા ભાગે સ્થાનિક ઝવેરાત ઉત્પાદકો અલરોસાના ડાયમંડનો જ ઉપયોગ કરે છે અને એ ડાયમંડ સર્ટિફાઇડ હોય છે. આથી જો અમેરીકી ગ્રાહકો સોદો ફોક કરે તો સ્થાનિક ઉત્પાદકોને મોટું નુકસાન જાય તેમ છે. હવે જોવાનું એ રહે છે કે આ પ્રતિબંધો કેટલા દિવસ લાંબુ ચાલે છે.
Ahmedabad : અદાણી ઇન્ફ્રાસ્ટ્રક્ચર મેનેજમેન્ટ ઇન્સ્ટિટ્યુટ(AIIM)નો 5મો વાર્ષિક પદવીદાન સમારોહ યોજાયો