Surat : સુરતે ફરી માનવતા મહેકાવી : મહારાષ્ટ્રમાં પુરથી બેઘર બનેલા લોકોને 511 કીટ મોકલવામાં આવશે

|

Aug 04, 2021 | 5:09 PM

મહારાષ્ટ્રના ઘણા જિલ્લાઓમાં જળબંબાકાર જેવી પરિસ્થિતિનું નિર્માણ થયું છે. બારે મેઘ ખાંગા થતાં ઘણા પરિવારોને બેઘર થવાનો પણ વારો આવ્યો છે. ત્યારે સુરત આ લોકોની પડખે ઉભું રહ્યું છે.

Surat : સુરતે ફરી માનવતા મહેકાવી : મહારાષ્ટ્રમાં પુરથી બેઘર બનેલા લોકોને 511 કીટ મોકલવામાં આવશે
બેઘર બનેલા લોકોને 511 કીટ મોકલવામાં આવશે.

Follow us on

સુરત (Surat) મુશ્કેલીના સમયમાંથી ઘણીવાર બહાર આવ્યું છે. એવું કહેવાય છે કે સુરત શહેર ફિનિક્સ પક્ષી જેવું છે. જે ગમે તેવી મુશ્કેલ પરિસ્થિતિમાંથી બહાર કેવી રીતે આવવું તે સારી રીતે જાણે છે. દાનવીર કર્ણની ભૂમિ તરીકે પણ સુરતની ઓળખ છે. ત્યારે સુરત શહેર મુશ્કેલીના સમયમાં માનસિક રીતે હોય કે આર્થિક રીતે અન્ય શહેરોની પડખે હંમેશા ઉભું રહ્યું છે.

 

તાજેતરમાં ગુજરાતના પાડોશી રાજ્ય મહારાષ્ટ્ર (Maharashtra)માં ભારે વરસાદના કારણે અતિવૃષ્ટીનું(flood) નિર્માણ થયું છે. મહારાષ્ટ્રના ઘણા જિલ્લાઓમાં જળબંબાકાર જેવી પરિસ્થિતિનું નિર્માણ થયું છે. બારે મેઘ ખાંગા થતાં ઘણા પરિવારોને બેઘર થવાનો પણ વારો આવ્યો છે. ત્યારે સુરત આ લોકોની પડખે ઉભું રહ્યું છે.

મુકેશ અંબાણીએ એક જ દિવસમાં 43,000 કરોડ રૂપિયા ગુમાવ્યા, આ છે મોટું કારણ
20 વર્ષમાં 15% થી વધુ રિટર્ન આપનારા 10 Mutual Fund
ઉનાળામાં ચા પીધા પહેલા કે પછી પાણી પીવાથી શું થાય છે? જાણી લો
SBI આપી રહી છે સૌથી સસ્તી કાર લોન, જાણો 8 લાખની લોન પર કેટલી EMI આવશે?
ઉનાળાની કાળઝાળ ગરમીમાં છોડને હીટસ્ટ્રોકથી બચાવવા અપનાવો આ ટીપ્સ
Home Loan લીધા વગર ખરીદી શકશો 60 લાખનો ફ્લેટ, કરો આટલા હજારની SIP

 

અતિવૃષ્ટિના કારણે જે લોકો બેઘર બન્યા છે, તેમજ જેમની પાસે રહેવા માટે ઘર, પહેરવા માટે કપડાં અને ખાવા પીવા માટે અનાજ પાણી પણ નથી રહ્યા તેવા સમયે સુરતની વિદ્યાકુંજ સ્કૂલ, વિદ્યાદીપ સંકુલ અને સાંઈનાથ સ્પોર્ટ્સ ક્લ્બ દ્વારા માનવતાની મહેક અભિયાન શરૂ કરાયું છે. આ અભિયાન હેઠળ  શહેરના વિવિધ દાતાઓ અને સ્કૂલના વિદ્યાર્થી તેમજ વાલીઓ પાસેથી મળેલ અનાજ, તેલ, કપડાં, તેમજ રોકડની 511 કીટ બનાવવામાં આવી છે.

 

 

એક કીટમાં પાંચ કિલો ચોખા, 2 કિલો તિવેરદાળ, અઢી કિલો લોટ, 1 કિલો ખાંડ અને ચા, હળદર,મરચું, મીઠું, 2 જોડી કપડાં મુકવામાં આવ્યા છે. છેલ્લા એક અઠવાડિયાથી આ કીટો તૈયાર કરવામાં આવી રહી હતી. આજે આવી 511 જેટલી કીટ બનીને તૈયાર થઈ ગઈ છે અને હવે તે મહારાષ્ટ્ર કોંકણ વિસ્તારમાં અસરગ્રસ્ત પૂર એરિયામાં મોકલવા રવાના કરવમાં આવશે.

 

 

વિદ્યાકુંજ સ્કૂલના સંચાલક મહેશ પટેલે જણાવ્યું હતું કે વિવિધ દાતાઓ અને વિદ્યાર્થી વાલીઓના સહયોગથી  આ શક્ય બન્યું છે. અમે 511 જેટલી કીટો તૈયાર કરીને મહારાષ્ટ્ર તેમજ કોંકણ વિસ્તાર કે જ્યાં પૂરની સૌથી વધારે તબાહી થઈ છે. ત્યાં આ કીટ મોકલીશું અને જરૂર પડે તો હજી સહાય કરવા અમે તૈયાર છીએ.

 

આ પણ વાંચો : Rakhi Market News: હવે માર્કેટમાં આવી ગઈ છે વૈદિક રાખડીઓ, જાણો શું છે ખાસિયતો ?

 

આ પણ વાંચો: Gujarat માં સારા વરસાદ માટે રાહ જોવી પડશે, હાલ રાજ્યમાં ભારે વરસાદની શક્યતા નહિવત

Published On - 2:56 pm, Wed, 4 August 21

Next Article