Surat: કોરોના ગયો તો હવે મ્યુકોરમાઇકોસિસથી સુરતીઓ પરેશાન, અત્યાર સુધીમાં 30 લોકોનાં મોત

|

Jun 03, 2021 | 12:06 PM

Surat : સુરતમાં કોરોનાનો કહેર ઓછો થતા મ્યુકોરમાઈકોસિસએ (Mucormicosis) ​ભરડો લીધો છે. મ્યુકોરમાઈકોસિસના કેસમાં વધારો થઇ રહ્યો છે. તો મૃત્યુઆંક પણ વધી રહ્યો છે.

Surat : સુરતમાં કોરોનાનો કહેર ઓછો થતા મ્યુકોરમાઈકોસિસએ (Mucormicosis) ભરડો લીધો છે. મ્યુકોરમાઈકોસિસના કેસમાં વધારો થઇ રહ્યો છે તો મૃત્યુઆંક પણ વધી રહ્યો છે.

સુરતમાં મ્યુકોરમાઈકોસિસથી વધુ એક દર્દીનું અવસાન થયું છે.સુરત કોર્પોરેશન સંચાલિત સ્મીમેર હોસ્પિટલમાં દર્દીનું મૃત્યું થયું છે. મ્યુકોરમાઈકોસિસના કેરને પગલે નવી સિવિલ હોસ્પિટલમાં 5 દર્દીની આંખ કાઢવામાં આવી છે. જ્યારે 9 દર્દીની સર્જરી કરવામાં આવી છે અને સ્મીમેરમાં 2 દર્દીની સર્જરી કરવામાં આવી છે.

દાખલ દર્દીઓની વાત કરવામાં આવે તો સિવિલમાં 141, સ્મીમેરમાં 53 અને ખાનગી હોસ્પિટલમાં ખાનગી હોસ્પિટલમાં 62 દર્દીઓ સારવાર હેઠળ છે. સુરતમાં કુલ 565 દર્દીઓએ મ્યુકોરમાઈકોસિસની સારવાર લીધી છે. જ્યારે 30 લોકોનાં અત્યાર સુધી મૃત્યું થયા છે.

નોંધનીય છે કે, ગુજરાતમાં છેલ્લા 72 કલાકમાં દર બીજા કલાકે મ્યુકોરમાઈકોસિસથી 1 દર્દીનું મોત થયું છે. છેલ્લા 72 કલાકમાં 35 લોકોના મૃત્યું થયા છે. કુલ નોંધાયેલા 4 હજાર 978 દર્દીમાંથી 231 લોકો મ્યુકોરમાઈકોસિસ સામે જંગ હાર્યા છે. ગુજરાતમાં કુલ 4 હજાર 26 દર્દીઓ સારવાર હેઠળ છે

Next Video