surat : મ્યુકરમાઇકોસીસથી વધુ 3 મોત, અત્યાર સુધી 55ના મોત

|

Jun 20, 2021 | 11:25 AM

Surat : મ્યુકોરમાઇકોસિસએ (Mucormycosis) ભરડો લીધો છે. સુરતમાં અત્યાર સુધીમાં મ્યુકોરમાઇકોસિસથી 55 લોકોના મોત નિપજ્યા છે.

Surat : કોરોનાની બીજી લહેર થોડી ધીમી પડી છે. છેલ્લા કેટલાક દિવસથી ગુજરાતમાં 500ની અંદર કેસ નોંધાય છે. તો મ્યુકોરમાઇકોસિસએ (Mucormycosis) ભરડો લીધો છે. સુરતમાં અત્યાર સુધીમાં મ્યુકોરમાઇકોસિસથી 55 લોકોના મોત નિપજ્યા છે.

સુરતમાં કોરોના બાદ મ્યુકોરમાઇકોસિસએ ભરડો લીધો છે. સુરતમાં સિવિલ હોસ્પિટલમાં છેલ્લા 24 કલાકમાં 3 લોકોના મોત મ્યુકોરમાઇકોસિસથી થયા છે. તો અત્યાર સુધીમાં 55 લોકોના મોત મ્યુકોરમાઇકોસિસથી થયા છે.

તો બીજી તરફ સિવિલ હોસ્પિટલ અને સ્મીમેરમાં વધુ 2 દર્દીઓને દાખલ કરવામાં આવ્યા છે. છેલ્લા 24 કલાકમાં સિવિલ અને સ્મીમેરમાં 7 જેટલી સર્જરી કરવામાં આવી હતી.આ સાથે જ હાલ સિવિલમાં 113 અને સ્મીમેરમાં 45 દર્દીઓ સારવાર લઈ રહ્યા છે.

છેલ્લા 24 કલાકમાં કોરોનાના 44 કેસ નોંધાયા હતા. આ સાથે જ પોઝિટિવ કેસનો આંક 142969 પર પહોંચ્યો છે. છેલ્લા 24 કલાકમાં 2 લોકોના મોત નિપજ્યા હતા. આ સાથે જ કોરોનાથી મૃત્યુઆંક 2107 થયો છે. છેલ્લા 24 કલાકમાં 155 દર્દીઓ કોરોનાને મ્હાત આપી છે. અત્યાર સુધીમાં 139573 દર્દીઓ કોરોનાને મ્હાત આપી છે. સુરતમાં એક્ટિવ કેસની સંખ્યા ઘટીને 1289 થઈ ગઈ છે.

Next Video