સુરત એરપોર્ટ(Airport ) દેશનાં સૌથી વ્યસ્ત(Busiest ) એરપોર્ટની શ્રેણીમાં થોડા મહિનાઓમાં જ પહોંચી જશે. વધુને વધુ ખાનગી એરલાઇન્સ (Airlines ) સુરતને સાંકળતી ડોમેસ્ટિક ફલાઇટ્સ શરૂ કરવા તૈયારી કરી રહ્યા છે, જેનું કારણ સુરત એરપોર્ટ પર હાલ તેની ક્ષમતા અનુસાર ટ્રાફિક ધમધમી રહ્યો છે અને તેની પ્રતીતિ કરાવતા આંકડા માર્ચ 2022 માં નોંધાયા છે. 31 દિવસમાં 1022 શિડ્યુલ્ડ ફ્લાઇટ્સ સાથે સુરત એરપોર્ટ ધમધમતું રહ્યું અને હવે સુરત એરપોર્ટને રાત્રી ફ્લાઇટ્સ પણ મળે તે માટેની તૈયારીઓ કરવામાં આવી રહી છે. સત્તાવાર રીતે મળેલી માહિતી મુજબ સમગ્ર માર્ચ માસ દરમિયાન સુરત એરપોર્ટ પરથી કુલ 1022 જેટલી શિડયુલ્ડ ફ્લાઇટ્સનું ટેકઓફ અને લેન્ડીંગ થયુ છે.
જેમાં 502 એરાઇવલ ફલાઇટ્સ અને 511 ડીપાર્ચર ફ્લાઇટ્સ હતી. સુરત એરપોર્ટ પર આવેલી ફ્લાઇટ દરમ્યાન કુલ 58,154 મુસાફરો સુરતઆવ્યા હતા જ્યારે કુલ 56,871 મુસાફરોએ સુરતથી ડીપાર્ચર ઇન્ટરનેશનલ ટ્રાવેલર્સનો ટ્રાફિક સુરત એરપોર્ટને મળ્યો છે . આમ, સમગ્ર માર્ચ મહીના દરમ્યાન સુરત એરપોર્ટ પર 1,15,025 જેટલો ટ્રાવેલ્સ ટ્રાફિક નોંધાયો છે. જે પણ એક રેકોર્ડ સમાન છે.
સુરત એરપોર્ટની એકમાત્ર ઇન્ટરનેશનલ ફ્લાઇટ શારજાહ – સુરત શારજાહ ફ્લાઇટસમાં ગત માર્ચ માસ દરમિયાન સીટ ઓક્યુપન્સી રેટમાં 85 ટકા સુધીની સફળતા સર કરી છે. ટ્રાવેલિંગની ભાષામાં કહીએ તો આટલો ટ્રાફિક જે ફ્લાઇટને મળે તે મોસ્ટ ડિમાન્ડીંગ ફલાઇટ કહી શકાય થયું છે. મળતી માહિતી મુજબ માર્ચ માસમાં શારજાહ સુરતની કુલ 9 એરાઇવલ ફલાઇટ્સ અને 9 ડીપાર્ચર ફલાઇટસ મળીને કુલ 2977 ઇન્ટરનેશનલ ટ્રાવેલર્સનો ટ્રાફિક સુરત એરપોર્ટને મળ્યો છે. માર્ચ માસ દરમ્યાન કુલ 1413 લોકો શારજાહથી સુરત આવ્યા હતા જ્યારે 1564 મુસાફરો સુરતથી શારજાહ પ્રસ્થાન કર્યું હતું.
આમ છેલ્લા એક જ મહિનામાં કોરોના સમય બાદ પહેલી વાર આટલો સારો ટ્રાફિક નોંધાયો છે. તેને જોતા હવે આવનારા દિવસોમાં શહેરને અન્ય રાજ્યો અને દેશો સાથે જોડતી ઇન્ટરનેશનલ ફ્લાઇટ પણ મળે તેવી પુરેપુરી સંભાવના છે. આ માટે આવનારા દિવસોમાં ભાજપ પ્રદેશ પ્રમુખ સી.આર.પાટીલ અને મંત્રી દર્શના જરદોશને પણ રજૂઆતો કરવામાં આવનાર છે.
આ પણ વાંચોઃ Vadodara: છાણી પોલીસ સ્ટેશનના કોન્સ્ટેબલની દાદાગીરી, 14 વર્ષીય બાળકને બેહરમીપૂર્વક થપ્પડ, લાતોથી માર માર્યો
આ પણ વાંચોઃ આજે ફરી પેટ્રોલ-ડીઝલના ભાવમાં વધારો કરાયો, પેટ્રોલ 103.08 અને ડિઝલ 97.35 રૂપિયે લીટર પર પહોંચ્યું