SMC : ફ્રાંસમાં પર્યાવરણ અંગે યોજાનારા સેમિનારમાં સુરતનાં બાયોડાયવર્સીટી પાર્ક પ્રોજેકટ અંગે ચર્ચા, પ્રદૂષણને ખાળવા કવાયત

|

Jun 16, 2022 | 9:35 AM

શહેરીજનોને શુધ્ધ(Clean ) હવા મળી રહે તે માટે ભિમરાડ ખાડી નજીક 87 હેકટર જગ્યા પર મનપા દ્વારા બાયોડાયવર્સીટી પાર્ક વિકસાવવામાં આવી રહ્યો છે.

SMC : ફ્રાંસમાં પર્યાવરણ અંગે યોજાનારા સેમિનારમાં સુરતનાં બાયોડાયવર્સીટી પાર્ક પ્રોજેકટ અંગે ચર્ચા, પ્રદૂષણને ખાળવા કવાયત
Surat Municipal Corporation (File Image )

Follow us on

ફ્રાંસના(France )  પેરીસ ખાતે પર્યાવરણ અને તેની વ્યવસ્થા અંગે એક વર્કશોપનું (Workshop ) આયોજન કરવામાં આવ્યું છે. આ વર્કશોપમાં ભાગ લેવા માટે સુરત (Surat ) સહીત કુલ 6 શહેરોને આમંત્રણ પાઠવવામાં આવ્યું છે. સુરત મનપાના પ્રતિનિધિ તરીકે સ્થાયી સમિતિ ચેરમેન પરેશ પટેલ અને ડેપ્યુટી કમિશ્નર સ્વાતિ દેસાઇને વર્કશોપમાં મોકલવાની મંજુરી માંગતી દરખાસ્ત સ્થાયી સમિતિ સમક્ષ રજુ કરવામાં આવી છે. મનપાના બાયોડાયવર્સીટી પાર્ક માટે ફ્રાંસ સરકાર 80 કરોડની ગ્રાંટ ફાળવવાની હોય વર્કશોપમાં બાયોડાયવર્સીટી પોજેક્ટ અંગે કરવામાં આવેલી કામગીરીનો રીવ્યું લેવામાં આવશે. સુરત શહેરમાં દિન-પ્રતિદિન વાતાવરણમાં પ્રદુષણની માત્રા વધી રહી છે.

તેવામાં શહેરીજનોને શુધ્ધ હવા મળી રહે તે માટે ભિમરાડ ખાડી નજીક 87 હેકટર જગ્યા પર મનપા દ્વારા બાયોડાયવર્સીટી પાર્ક વિકસાવવામાં આવી રહ્યો છે. અંદાજે 129 કરોડના ખર્ચે સાકાર થનારા આ ઓક્સિજન પાર્કમાં અંદાજે એક લાખ જેટલા વૃક્ષોનું પ્લાન્ટેશન કરવામાં આવશે આ સાથે ખાડી કવર્ડ કરી પ્લેસ મેકીગ કરવાનું આયોજન કરવામાં આવ્યું છે. આ જ પ્રોજેકટ માટે ફ્રાંસ સરકારે મનપાને 80 કરોડની ગ્રાંટ ફાળવવાની તૈયારી દર્શાવી છે. આ પ્રોજેકટ માટે ભારત સરકાર, ફ્રાંસ અને મનપા વચ્ચે એક કરાર પણ કરવામાં આવ્યો છે.

ફ્રાંસના પેરીસ ખાતે પર્યાવરણ અને સામાજીક સુરક્ષા, પ્રોજેકટ વિકાસ અને વ્યવસ્થાપન સહિતના ક્ષેત્રો પર એક વર્કશોપનું આયોજન કરવામાં પ્રદુષણની માત્રામાં વધારો થઇ રહ્યો છે. આવ્યું છે. આગામી 4 થી 8 જુલાઈ સુધી ચાલનારા આ સેમિનારમાં સુરત મનપાના  પ્રતિનિધિઓને આમંત્રિત કરવામાં આવ્યા છે. ફ્રાંસ ખાતે યોજનારા વર્કશોપમાં સુરત સ્માર્ટસીટી એસપીવીના ચેરમેન તરીકે સ્થાયી સમિતિ અધ્યક્ષ પરેશ પટેલ અને સુરત સ્માર્ટ સીટી ડેવેલપમેન્ટના ચીફ એક્ઝીક્યુટીવ ઓફીસર તરીકે ડેપ્યુટી કમિશ્નર સ્વાતિ દેસાઇને મોકલવાની મંજુરી માંગતી દરખાસ્ત સ્થાયી સમિત સમક્ષ રજુ કરવામાં આવી છે .

શું મગફળી ખાવાથી વજન વધે છે? જાણો એક્સપર્ટ શું કહે છે
આજનું રાશિફળ તારીખ : 05-05-2024
આંખના નંબર ઓછા કરવામાં મદદ કરનાર લીલા ધાણાને ઘરે ઉગાડો, આ સરળ ટીપ્સ અપનાવો
મુકેશ અંબાણીએ એક જ દિવસમાં 43,000 કરોડ રૂપિયા ગુમાવ્યા, આ છે મોટું કારણ
20 વર્ષમાં 15% થી વધુ રિટર્ન આપનારા 10 Mutual Fund
ઉનાળામાં ચા પીધા પહેલા કે પછી પાણી પીવાથી શું થાય છે? જાણી લો

આ વર્કશોપમાં બાયોડાયવર્સીટી પાર્ક પ્રોજેકટ અંગે ચર્ચાઓ કરવામાં આવશે. જરૂરી જણાય આવશે તો મનપા દ્વારા કરવામાં આવેલા કરારમાં પણ સુધારા વધારા કરવામાં આવશે. પર્યાવરણની સુરક્ષાની થીમ પ૨ કુલ 12 શહેરો દ્વારા પ્રોજેકટ હાથ ધરવામાં આવ્યા છે. જેમા સુરત મનપાના બાયોડાયવર્સીટી પ્રોજેકટનો પણ સમાવેશ થયો છે.

 

Next Article