Surat : અમરોલીમાં ટ્રાફિકની વર્ષો જૂની સમસ્યાના નિરાકરણ માટે પાલિકાની જહેમત, શહેરમાં વધુ એક બ્રિજ બનાવવા પાલિકાએ તજવીજ હાથ ધરી

|

Mar 22, 2022 | 12:40 PM

કન્સલટન્ટ દ્વારા 72.53 કરોડ રૂપિયાના ગ્રોસ અંદાજ તૈયાર ક૨વામાં આવ્યા છે. આ બ્રિજનું નિર્માણ થયા બાદ રત્નમાળા જંક્શન પર ટ્રાફિકનું ભારણ ઘણે અંશે ઘટી જશે અને સમય , ઇંધણની બચત થઇ શકશે.

Surat : અમરોલીમાં ટ્રાફિકની વર્ષો જૂની સમસ્યાના નિરાકરણ માટે પાલિકાની જહેમત, શહેરમાં વધુ એક બ્રિજ બનાવવા પાલિકાએ તજવીજ હાથ ધરી
SMC proposes to build one more bridge in the city to solve traffic problem in Amaroli (File Image)

Follow us on

સુરત (Surat )થી અમરોલી તરફ જતાં માર્ગ પર રત્નમાળા જંક્શન તથા ગજેરા જંક્શન પર બીઆરટીએસ રૂટને અનુરૂપ ફ્લાયઓવર બ્રિજ બનાવવા માટેની તજવીજ સુરત મહાનગરપાલિકા (Surat corporation) દ્વારા હાથ ધરવામાં આવી છે. આ જંક્શન પર ટ્રાફિકની સમસ્યા ખૂબ રહે છે. જેના કારણે સ્થાનિકો પરેશાન થતા રહે છે, ત્યારે હવે પાલિકા દ્વારા અહીં ઓવરબ્રિજ બનાવીને ટ્રાફિકની સમસ્યા (Traffic Problem)નું નિવારણ લાવવા માટે પ્રયાસ શરુ કરવામાં આવ્યો છે.સુરતમાં રત્નમાળા જંક્શન તથા ગજેરા જંક્શન પર ટ્રાફિકની સમસ્યાને પગલે વર્ષોથી અહીં ફ્લાયઓવર બ્રિજ બનાવવાની માગણી થતી આવી છે .

સુરત મનપા દ્વારા આ જંક્શન પર અમરોલી તરફથી ગજેરા સર્કલ તરફ જતાં તેમજ આવતાં રૂટ પર બીઆરટીએસ રૂટને અનુરૂપ ફ્લાયઓવર બ્રિજ બનાવવા અંગેનો અભિપ્રાય આપવામાં આવ્યો હતો. સુરતમાં માનવ વસ્તીની સાથે સાથે વાહનોની સંખ્યા પણ દિન પ્રતિદિન વધી રહી છે તેવા સમયે ટ્રાફિકની સમસ્યા નિવારવા માટે બ્રિજ મહત્વના સાબિત થયા છે. શહેરમાં વધુને વધુ બ્રિજનું આયોજન કરીને દુરંદેશીનો પરિચય મનપાના તંત્ર દ્વારા આપવામાં આવ્યો છે.

આ જંક્શન પર ટ્રાફિકની સમસ્યા ખૂબ રહે છે.જેના કારણે સ્થાનિકો પરેશાન છે. આ સમસ્યાને પગલે વર્ષોથી અહીં ફ્લાયઓવર બ્રિજ બનાવવાની માગણી થતી આવી છે . ત્યારે સુરત મનપા દ્વારા આ જંક્શન પર અમરોલી તરફથી ગજેરા સર્કલ તરફ જતાં તેમજ આવતાં રૂટ પર બીઆરટીએસ રૂટને અનુરૂપ ફ્લાયઓવર બ્રિજ બનાવવા અંગેનો અભિપ્રાય આપવામાં આવ્યો હતો .

કાજોલે આ કારણથી શાહરૂખ ખાનની ફિલ્મ કરી હતી રિજેક્ટ, બાદમાં એશ્વર્યાને મળ્યો રોલ
સૌથી સસ્તી Tata Car ની કાર કેટલાની આવે ? જાણો તેની કિંમત
Green onion : લીલી ડુંગળીમાં કયું વિટામિન હોય છે, તેને ખાવાથી શું ફાયદા થાય છે?
શિયાળામાં સ્ટાર ફ્રુટ ખાવાથી થાય છે અઢળક લાભ
આજનું રાશિફળ તારીખ : 23-11-2024
યુદ્ધના ભણકારા વચ્ચે કિમ જોંગે મોકલ્યા સૈનિક, બદલામાં પુતિને આપી ખાસ 70 ભેટ, જુઓ

રત્નમાળા એપાર્ટમેન્ટ પાસેના જંક્શન નજીક ગજેરા સર્કલ જંક્શનની સાથે ગજેરા સર્કલ જંક્શનનો પણ સમાવેશ કરી સંયુક્ત ફ્લાયઓવર બ્રિજનું આયોજન તૈયાર કરવામાં આવ્યું છે. ડીઝાઇન કન્સલટન્ટ દ્વારા 10 ફેબ્રુઆરી , 2022ના રોજ રત્નમાળા એપાર્ટમેન્ટ નજીકના જંક્શન પ૨ બે લેનનો ફ્લાયઓવર બ્રિજ બનાવવો હિતાવહ હોવાનો અભિપ્રાય આપી તે અનુસાર નક્શા અને અંદાજ તૈયાર કર્યા છે. કાસાનગર જંક્શનથી અમરોલી તરફ અને અમરોલી તરફથી કાસાનગર જંક્શન તરફના 1100 મીટર લાંબા, બે લેનના બ્રિજનો કેરેજ – વે ઉપલબ્ધ થશે.

કન્સલટન્ટ દ્વારા 72.53 કરોડ રૂપિયાના ગ્રોસ અંદાજ તૈયાર ક૨વામાં આવ્યા છે. આ બ્રિજનું નિર્માણ થયા બાદ રત્નમાળા જંક્શન પર ટ્રાફિકનું ભારણ ઘણે અંશે ઘટી જશે અને સમય , ઇંધણની બચત થઇ શકશે. આ પ્રોજેક્ટના અંદાજની મંજૂરી હેતુ જાહેર બાંધકામ કમિટી સમક્ષ દરખાસ્ત રજૂ થઇ છે. સ્વર્ણિમ જંયતી મુખ્યમંત્રી શહેરી વિકાસ યોજનામાં પાંચ કરોડની ફાળવણી આ પ્રોજેક્ટ માટે કરવામાં આવી છે.

આ પણ વાંચો-

CM ભુપેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં મળી કેબિનેટ બેઠક, લેવાયા મહત્વનાં નિર્ણયો, સ્ટીલ મટીરિયલના વધતા ભાવોને લઈ સરકારી કામો અટવાયા, એક સાથે SORનો ભાવ વધારવા મુખ્યપ્રધાને સૂચના આપી

આ પણ વાંચો-

Gandhinagar: કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહ 26 માર્ચે આવશે ગુજરાત, કલોલમાં વિવિધ વિકાસકાર્યોનું કરશે ખાતમુહૂર્ત

Next Article