Surat : SMC સંચાલિત શાળાના ધો. 11માં પ્રવેશ મેળવવા ભારે ઘસારો, પહેલા જ દિવસે 1542 ફોર્મનુ થયુ વિતરણ

|

Jul 02, 2021 | 4:05 PM

Surat : રાજ્ય સરકાર દ્વારા ધો 10માં માસ પ્રમોશન આપવામાં આવતા, ધોરણ 11માં ઘણા લોકો પ્રવેશથી વંચિત રહે તેવી શક્યતા છે. જેને લઈને સુરતમાં મ્યુનિસિપલ કોર્પોરેશન સંચાલિત શાળાના ધોરણ 11માં પ્રવેશ મેળવવા ભારે ઘસારો જોવા મળ્યો છે. પ્રવેશ માટે ફોર્મ વિતરણના પહેલા જ દિવસે 1542 ફોર્મનું વિતરણ થયુ છે.

Surat : SMC સંચાલિત શાળાના ધો. 11માં પ્રવેશ મેળવવા ભારે ઘસારો, પહેલા જ દિવસે 1542 ફોર્મનુ થયુ વિતરણ
વાલીઓ સરકારી શાળા તરફ વળ્યા

Follow us on

Surat :  સામાન્ય રીતે, વાલી અને વિદ્યાર્થીઓ સહીત સૌ કોઈ ખાનગી શાળામાં ભણવાની ઈચ્છા ધરાવતા હોય. પરંતુ સુરતમાં આનાથી સાવ ઉલટી જ સ્થિતિ પ્રવર્તી રહી છે. સુરતમાં, મહાનગરપાલિકા સંચાલિત શાળામાં પ્રવેશ મેળવવા માટે ઘસારો જોવા મળી રહ્યો છે.

સુરત મહાનગરપાલિકા હસ્તક ( Surat municipal Corporation ) નગરપ્રાથમિક શિક્ષણ સમિતિની ( Nagar Prathmik Shikshan Samiti ) શાળાઓમાં ધોરણ 11 પ્રવેશ માટે ફોર્મ વિતરણ શરૂ કરી દેવામાં આવ્યું છે. પ્રવેશ ફોર્મ વિતરણના પહેલા જ દિવસે 1542 વિદ્યાર્થીઓ ફોર્મ લઈ ગયા હતા. સરકાર તરફથી મહાનગરપાલિકાને ખાસ કિસ્સામાં ધોરણ 11 ના વર્ગો શરૂ કરવા પરવાનગી આપવામાં આવી છે.

જેના માટે સુમન સ્કૂલ દ્વારા ફોર્મનું વિતરણ શરૂ કરવામાં આવ્યું છે. હાલ ફક્ત એ વિદ્યાર્થીઓને જ પ્રવેશ માટે પ્રાથમિકતા આપવામાં આવશે, જે વિદ્યાર્થીઓએ સરકારી હાઈસ્કૂલમાં અભ્યાસ કર્યો હશે. આગામી 6 જુલાઈ સુધી પ્રવેશ ફોર્મનું વિતરણ કરવામાં આવશે.

શું મગફળી ખાવાથી વજન વધે છે? જાણો એક્સપર્ટ શું કહે છે
આજનું રાશિફળ તારીખ : 05-05-2024
આંખના નંબર ઓછા કરવામાં મદદ કરનાર લીલા ધાણાને ઘરે ઉગાડો, આ સરળ ટીપ્સ અપનાવો
મુકેશ અંબાણીએ એક જ દિવસમાં 43,000 કરોડ રૂપિયા ગુમાવ્યા, આ છે મોટું કારણ
20 વર્ષમાં 15% થી વધુ રિટર્ન આપનારા 10 Mutual Fund
ઉનાળામાં ચા પીધા પહેલા કે પછી પાણી પીવાથી શું થાય છે? જાણી લો

મેરીટના આધાર પર વિદ્યાર્થીઓને પ્રવેશ આપવામાં આવશે. સુમન હાઈસ્કૂલમાં અભ્યાસ કરનારા 3500 વિદ્યાર્થીઓ દસમા ધોરણમાં પાસ થયા છે. 12 સુમન હાઈસ્કૂલોમાં 11માં ધોરણમાં કોમર્સ, સાયન્સના 24 વર્ગો મળીને કુલ 1800 વિદ્યાર્થીઓ માટે સીટોની ક્ષમતા રાખવામાં આવી છે.

માસ પ્રમોશનના કારણે આ વખતે સૌથી વધારે વિદ્યાર્થીઓ પાસ થયા છે. જે તમામને સુમન સ્કૂલ માં પ્રવેશ આપવાનું શક્ય નથી. પરંતુ કેટલાક વિદ્યાર્થીઓએ 11 માં પ્રવેશ મેળવવા માટે ખાનગી સ્કૂલમાં પણ જવું પડશે. ત્યાં જ બીજી અન્ય પ્રાઈવેટ સ્કૂલોમાં પણ અગિયારમા ધોરણના પ્રવેશ મેળવવા માટે વિદ્યાર્થીઓને ખૂબ મહેનત કરવી પડશે.

મોટાભાગના વિદ્યાર્થીઓ પ્રવેશથી વંચિત રહેવાની સંભાવના છે. નવા શૈક્ષણિક સત્રથી 11 કોમર્સ અને સાયન્સ સ્કૂલના 24 વર્ગો શરૂ કરવાનું મહાનગરપાલિકાએ આયોજન કર્યું છે. નોંધનીય છે કે આ વખતે ધોરણ 10માં માસ પ્રમોશનના કારણે વિદ્યાર્થીઓના પ્રવેશનો પ્રશ્ન ઉભો થાય તેવી શકયતા છે.

ત્યારે સુરત મહાનગરપાલિકા પહેલી કોર્પોરેશન બની છે જેણે સરકારી શાળામાં અભ્યાસ કરતા ધોરણ 10ના વિદ્યાર્થીઓના ઉચ્ચતર અભ્યાસનો વિચાર કરીને ધોરણ 11ના વર્ગો શરૂ કરવાનો વિચાર કર્યો છે. આ વર્ગો ગુજરાતી, હિન્દી અને મરાઠી માધ્યમમાં શરૂ કરવામાં આવશે. જેમાં કોમર્સ, સાયન્સ અને આર્ટ્સનો અભ્યાસ કરી શકાશે.

આ વર્ગો શરૂ કરવા માટે સુરત મનપાને 70 લાખ જેટલો ખર્ચ થશે. જેના માટે સામાજિક સંસ્થાઓ, ઔધોગિક સંસ્થાઓ, ઉધોગપતિઓએ પણ તૈયારી દર્શાવી છે.

Next Article