ભાજપ શાસકોએ શહેરીજનો માટે ચાલુ વર્ષના બજેટમાં(Budget ) કેટલીક આવકારદાયક જાહેરાતો કરી છે . હવેથી પાલિકાના(SMC) તમામ હેલ્થ સેન્ટરો ઉપર CBC ( લોહી – પેશાબની તપાસ ) રિપોર્ટ વિનામૂલ્યે(Free ) કરવા એલાન કર્યું છે. સ્થાયી સમિતિએ મંજૂર કરેલા બજેટમાં આ અંગે નિર્ણય લેવામાં આવ્યો છે.
પાલિકા દ્વારા શહેરીજનોની આરોગ્યલક્ષી સુખાકારી માટે સિટીના વિવિધ વિસ્તારોમાં કુલ ૫૨ હેલ્થ સેન્ટર કાર્યરત કરવામાં આવ્યા છે. તે ઉપરાંત તમામ CHC ખાતે સવારે ફિઝિયોથેરાપિસ્ટ અને ડેન્ટિસ્ટની સુવિધા પણ ફ્રીમાં મળી રહેશે તેવી જાહેરાત કરાઇ છે . હવેથી પાલિકાના તમામ હેલ્થ સેન્ટરો ઉપર લોહી – પેશાબનો ટેસ્ટ વિનામૂલ્યે કરવાની બજેટ અંતર્ગત જાહેરાત કરવામાં આવી છે. આ માટે બજેટમાં એક કરોડ રૂપિયાની જોગવાઇ કરવામાં આવી છે.
તે ઉપરાંત પ્રત્યેક ઝોનમાં સીએચસી સેન્ટર ઉપર સવારે 9 થી 1 દરમિયાન ડેન્ટિસ્ટ અને ફિઝિયોથેરાપિસ્ટની સુવિધા વિનામૂલ્યે ઉપલબ્ધ થવા જઇ રહી છે . CHC ઉપર ડેન્ટિસ્ટ , ફિઝિયોથેરાપિસ્ટની દરેક ઝોનમાં 50 બેડની હોસ્પિટલ દર્દીઓને તેમના વસવાટની નજીક ઝોન કક્ષાએ જ મેડિકલ ટ્રીટમેન્ટ મળી રહે અને સ્મીમેર હોસ્પિટલમાં દર્દીઓનું ભારણ પણ ઘટે તે માટે ભાજપ શાસકોએ બજેટમાં વિશેષ જોગવાઇ કરી છે.
આ માટે પ્રત્યેક ઝોનમાં સંપૂર્ણ આરોગ્યલક્ષી સુવિધા ધરાવતી 50 બેડની અલાયદી હોસ્પિટલ શરૂ થવા જઇ રહી છે. પાલિકાના તમામ ઝોનમાં તબક્કાવાર હોસ્પિટલ કાર્યરત થશે. આ માટે તંત્ર દ્વારા બજેટમાં રૂપિયા 25 કરોડની જોગવાઇ પણ કરવામાં આવી છે.
પાલિકાના કર્મચારીઓ , અધિકારીઓ , પેન્શનરો , કોર્પોરેટર , પૂર્વ નગરસેવકો માટે મતિ હોસ્પિટલ અને સ્મીમેર હોસ્પિટલમાં ફિઝિશિયન અને સર્જનની સુવિધા સવારે 9 થી 1 કલાક દરમિયાન સંપૂર્ણ વિનામૂલ્યે કરવામાં આવશે. તેવી સ્થાયી સમિતિના અધ્યક્ષ દ્વારા જાહેરાત કરવામાં આવી છે. આ માટે બજેટમાં અલગથી રૂપિયા બે કરોડની ફાળવણી કરવામાં આવી છે.
દરેક ઝોનમાં એક ઓક્સિજન પાર્ક બનશે
શાસકોએ સ્થાયી સમિતિના બજેટમાં સિટી વિસ્તારમાં પ્રદૂષણ ઓછું થાય અને હવા શુદ્ધ રહે તે દિશામાં આર્થિક જોગવાઇ કરી છે . આ માટે પાલિકાના તમામ ઝોનમાં એક ઓક્સિજન પાર્ક તૈયાર કરવા બજેટમાં રૂપિયા એક કરોડની ફાળવણી કરવામાં આવી છે . શહેરીજનો ઓક્સિજન પાર્કની મુલાકત લઇ શુદ્ધ હવામાં શ્વાસ લઇ શકે તે માટે જગ્યાની ઉપલબ્ધિ મળતાં તબક્કાવાર ઓક્સિજન પાર્કની રચના કરવામાં આવશે.
આ પણ વાંચો :