SMC Budget : બજેટનું કદ વધીને 7287 કરોડ પહોંચ્યું, શાસકો દ્વારા રૂ.300 કરોડનો વધારો

|

Feb 09, 2022 | 7:00 AM

આત્મનિર્ભર સુરતના સૂત્ર સાથે સ્થાયી સમિતિ દ્વારા રજુ કરવામાં આવેલ બજેટમાં ફાયર અને અન્ય અકસ્માત જેવી ઘટનાઓ માટે મહાનગર પાલિકા દ્વારા ત્વરિત જાણ થાય તે માટે 25 લાખ રૂપિયાની જોગવાઈ કરવામાં આવી છે.

SMC Budget : બજેટનું કદ વધીને 7287 કરોડ પહોંચ્યું, શાસકો દ્વારા રૂ.300 કરોડનો વધારો
Budget size increased to Rs 7287 crore(File Image )

Follow us on

સુરત (Surat ) મહાનગર પાલિકાના સને 2022-23ના ડ્રાફ્ટ બજેટને (Budget ) સ્થાયી સમિતિ દ્વારા વધારા – ઘટાડા સાથે મંજુરી આપવામાં આવી છે. સ્ટેન્ડિંગ કમિટી (Standing Committee ) ચેરમેન પરેશ પટેલ અને સભ્યો દ્વારા ડ્રાફ્ટ બજેટ પર મનોમંથન કરવામાં આવ્યા બાદ કેપિટલ ખર્ચમાં અંદાજે 300 કરોડ રૂપિયાનો અને રેવન્યુ ખર્ચમાં 27 કરોડ રૂપિયાનો વધારા સાથે બહાલી આપવામાં આવી છે. શાસકો દ્વારા મંજુર કરવામાં આવેલા બજેટમાં રેવન્યુ આવકમાં પણ કુલ આવકનો લક્ષ્યાંક 3616 કરોડને બદલે 3722 કરોડ કરવામાં આવ્યોછે. આ સિવાય કેપિટલ આવકમાં પણ આ રીતે 125 કરોડ રૂપિયાના વધારો કરવામાં આવ્યો છે.

મ્યુનિસિપલ કમિશનર બંછાનીધી પાની દ્વારા હાલમાં જ મનપાનું ડ્રાફ્ટ બજેટ રજુ કરવામાં આવ્યું હતું. અંદાજે 6971 કરોડ રૂપિયાના ડ્રાફ્ટ બજેટ પર ચર્ચાને અંતે સ્થાયી સમિતિ દ્વારા અંદાજે 300 કરોડ રૂપિયાના વધારા સાથે 7287 કરોડ રૂપિયાના બજેટ મંજુર કરવામાં આવ્યું છે. જેમાં રેવન્યુ આવકમાં 106 કરોડ, કેપિટલ આવકમાં 125 કરોડ અને આ રીતે જ રેવન્યુ ખર્ચમાં 27 કરોડ અને કેપિટલ ખર્ચમાં 289 કરોડ રૂપિયાના વધારાની જોગવાઈ કરવામાં આવી છે. કેપિટલ ખર્ચમાં 289 કરોડ રૂપિયાની વધારાની જોગવાઈમાં તમામ ઝોન વિસ્તારને 23થી 28 કરોડ રૂપિયાના વધારા સાથે સ્થાયી સમિતિ દ્વારા બજેટને મંજુર કરવામાં આવ્યું છે.

જેને પગલે હવે અઠવા ઝોનમાં સૌથી વધુ 99 કરોડ રૂપિયા જ્યારે સેન્ટ્રલ ઝોનને સૌથી ઓછા 49 કરોડ રૂપિયાની જોગવાઈ કરવામાં આવી છે. આત્મ નિર્ભર સુરતના સૂત્ર સાથે સ્થાયી સમિતિ દ્વારા રજુ કરવામાં આવેલ બજેટમાં ફાયર અને અન્ય અકસ્માત જેવી ઘટનાઓ માટે મહાનગર પાલિકા દ્વારા ત્વરિત જાણ થાય તે માટે 25 લાખ રૂપિયાની જોગવાઈ કરવામાં આવી છે.

Jio લાવ્યું 31 દિવસનો સસ્તો પ્લાન ! રોજ મળશે 1.5GB ડેટા, કિંમત માત્ર આટલી
Money Plant Vastu Tips : મની પ્લાન્ટ પાસે ભૂલથી પણ આ વસ્તુ ન રાખો, નહીતર આવશે ગરીબી !
Iskcon Temple : ઇસ્કોન મંદિરનો રંગ હંમેશા સફેદ કેમ હોય છે?
Mahakumbh 2025: મહિલા નાગા સંન્યાસીની ક્યાં રહે છે અને શું ખાય છે? જાણો તેમની રહસ્યમય દુનિયા વિશે
'પ્રીતિ ઝિન્ટાના કારણે મારું ઘર તૂટ્યુ !' તેને નહીં માફ કરુ, કોણ છે આ મહિલા જેણે આવું કહ્યું
ભારતની એ જેલ, જ્યાં કેદીઓ સામેથી માંગે છે મોત!, ત્યાં જાય છે તે ક્યારેય પાછા નથી આવતા

આ સિવાય ભુગર્ભ જળ સ્ત્રોતને સુધારવા માટે 1076 ચો. ફુટ અને 5380 ચો. ફુટના ટેરેસ મુજબના ઘરો અને એપાર્ટમેન્ટ માટે નવી ડિઝાઈન મુજબ રેઈન વોટર હાર્વેસ્ટીંગ પોલિસી તૈયાર કરવામાં આવી છે. જેમાં રાજ્ય સરકારની 35 કરોડની ગ્રાન્ટ સાથે સુરત મહાનગર પાલિકા દ્વારા પણ 10 કરોડની ફાળવણી કરવામાં આવી છે. જ્યારે ઉધના ઝોન – બી ખાતે જે રીતે જન સેવા કેન્દ્ર કાર્યરત કરવામાં આવ્યું છે તેવા જ જનસેવા કેન્દ્રો શહેરના અન્ય ઝોનમાં પણ શરૂ કરવા માટે 28 કરોડની ફાળવણી કરવામાં આવી છે.

શહેરીજનો અને ખાસ કરીને સ્પર્ધાત્મક પરીક્ષાઓ આપી રહેલા યુવાઓને ધ્યાનમાં રાખીને સુરત શહેરમાં પહેલીવાર સિન્થેટિક રનીંગ – વોકિંગ ટ્રેક બનાવવા માટે પણ પાંચ કરોડની જોગવાઈ કરવામાં આવી છે. આ સિવાય 36 કરોડ રૂપિયાના પ્રાવધાન સાથે શહેરના દરેક ઝોનમાં આવશ્યકતાનુસાર 400થી 500 પ્રેક્ષકોની મર્યાદા ધરાવતા મીની ઓડિટોરિયમ બનાવવા માટે પણ આયોજન કરવામાં આવ્યું છે.

2022-23ના બજેટને મંજુરી આપતાં સ્થાયી સમિતિના ચેરમેન પરેશ પટેલે વધુમાં જણાવ્યું હતું કે, હાલની સ્થિતિને ધ્યાને રાખીને પ્રારંભિક તબક્કે પ્રત્યેક ઝોનમાં એક નગર પ્રાથમિક શિક્ષણ સમિતિની અને એક સુમનની અંગ્રેજી માધ્યમની શાળા શરૂ કરવામાં આવશે. જેના માટે 20 કરોડ રૂપિયાની જોગવાઈ કરવામાં આવી છે. દિવ્યાંગો માટે શાસકો દ્વારા હવે પ્રત્યેક ઝોનમાં સ્માર્ટ આંગણવાડી બનાવવાનું પણ આયોજન કરવામાં આવ્યું છે. આ સિવાય મનપાની તમામ મિલ્કતોમાં દિવ્યાંગો માટે સંપૂર્ણ વ્યવસ્થાના આયોજન માટે પણ પાંચ કરોડની ફાળવણી કરવામાં આવી છે.

આ પણ વાંચો :

Surat: પુણા ગામ વિસ્તારમાં દુકાનમાં ઘૂસી શટર બંધ કરીને બંદૂકની અણીએ લૂંટ ચલાવી

Surat: મહાનગરપાલિકાનું બજેટ પેપરલેસ કરવાનો નિર્ણય, પાલિકાએ તમામ કોર્પોરેટરોને લેપટોપ આપ્યા

Next Article