મહારાષ્ટ્ર (Maharashtra) વિધાન પરિષદની ચૂંટણીના પરિણામો બાદ રાજકારણ ગરમાયુ છે.મહાવિકાસ અઘાડી સરકારમાં ભંગાણના એંધાણ વર્તાય રહ્યા છે.એકનાથ શિંદે(Eknath shinde) સહિત કેટલાક શિવસેનાના નેતા સુરત પહોંચ્યા છે.આ ચૂંટણીમાં શિવસેના નેતાઓએ ક્રોસ વોટિંગ કર્યા હોવાની આશંકા છે, ત્યારે મહાવિકાસ અઘાડી સરકારને મોટો ફટકો પડ્યો છે.
પ્રાથમિક માહિતી અનુસાર હાલ એકનાથ શિંદે શિવસેના (Shivsena)પક્ષના નેતૃત્વથી નારાજ છે,મહારાષ્ટ્ર શિવસેના નેતા એકનાથ શિંદે પક્ષથી સોમવાર સાંજથી સંપર્ક વિહોણા હોવાના સમાચાર મળી રહ્યા છે.કદાવર નેતા એકનાશ શિંદેનીઆગેવાનીમાં શિવસેનાના 35 નેતાઓએ સુરતમાં ધામા નાખ્યા છે,તેની TV9 પાસે એક્સક્લુઝિવ માહિતી છે.સુરતમાં આવેલા શિવસેના ધારાસભ્યોમાં ભરત ગોગાવલે-મહાડ,પ્રતાપ સરનાઈક-ઓવળા-માજીવાડા,બાલાજી કિન્નીકર-અંબરનાથ,સંજય ગાયકવાડ – બુલઢાણા,જ્ઞાનરાજ ચૌગુલે-ઉમરગા અને સંજય શિરસાટનો સમાવેશ થાય છે. આજે સાંજે 6 વાગે એકનાથ શિંદે પ્રેસ કોન્ફરન્સ યોજવાના છે,ત્યારે તેમાં જ કંઈક મોટો ખુલાસો થવાની શક્યતા છે.
સુત્રો મુજબ શિવસેનાએ ધારાસભ્યોનો સંપર્ક શરૂ કર્યો છે,જેમાં શિવસેનાના ચાર ધારાસભ્યો સંપર્કમાં આવ્યા છે.રાજ્યકક્ષાના મંત્રી સહિત ચાર ધારાસભ્યો સંપર્કમાં આવ્યા.જેમાં રાજ્યકક્ષાના મંત્રી અબ્દુલ સત્તાર, ધારાસભ્ય સંજય ગાયકવાડ, સંજય શિરસાટ અને સંજય રાયમુલકરનો સમાવેશ થાય છે.
શિવસેના નેતાઓની નારાજગીના પગલે મહાવિકાસ અઘાડી પર સંકટ તોળાયુ છે.ત્ચારે મુખ્યપ્રધાન ઉદ્ધવ ઠાકરેએ આ અંગે ધારાસભ્યો અને સાંસદોની ઈમરજન્સી બેઠક બોલાવી છે.અહેવાલો અનુસાર સંજય રાઉતે(Sanjay Raut) પણ તેની દિલ્હી મુલાકાત મુલતવી રાખી છે.તમને જણાવવું રહ્યું કે, NCP વડા શરદ પવાર પણ આજે પ્રેસ કોન્ફરન્સ કરવાના છે.
મહારાષ્ટ્ર વિધાન પરિષદની ચૂંટણી બાદ શિવસેનામાં ગજગ્રાહ સામે આવ્યો છે. મહારાષ્ટ્રની 10 બેઠકો પર થયેલી ચૂંટણીમાં ભાજપ 5 બેઠક પર જીત્યું. તો શિવસેના અને એનસીપીના બે-બે અને કોંગ્રેસના એક નેતા વિજયી બન્યા.. જ્યારે કોંગ્રેસના બીજા ઉમેદવાર ચંદ્રકાંત હંડોરેનો પરાજય થયો.ભાજપે 105 ધારાસભ્યોની સાથે જ વધુ 29 જેટલા વોટ મેળવ્યા.આમ ભાજપ વિધાનસભામાં પણ 145ના જાદુઈ આંકડાની વધુ નજીક પહોંચે તેવું લાગે છે..મહારાષ્ટ્ર વિધાન પરિષદની ચૂંટણીમાં એનસીપીએ પોતાના તમામ ધારાસભ્યોના મત જાળવી રાખ્યા. આ ઉપરાંત અન્ય નાના પક્ષ કે અપક્ષના પણ સાત મત મેળવવામાં એનસીપી સફળ રહ્યું.
#EknathShinde out of contact? Trouble brewing for #MahaVikasAghadi after MLC elections #TV9News #ShivSena pic.twitter.com/DT4Fs0WZQ7
— Tv9 Gujarati (@tv9gujarati) June 21, 2022
જ્યારે કોંગ્રેસ અને શિવસેનાના નેતાઓએ કોંગ્રેસ વોટિંગ કર્યાનું સામે આવ્યું છે., કોંગ્રેસના વિજેતા ઉમેદવાર ભાઈ જગતાપે કહ્યું કે મારી જીત કરતા હું અન્ય ઉમેદવાર ચંદ્રકાંત હંડોરેના હારવાથી દુખી થયો છે. કોંગ્રેસના ક્રોસ વોટિંગ કરનારા ધારાસભ્યો અંગે હું સોનિયા ગાંધીને મળીને ગદ્દારી કરનારા ધારાસભ્યોની ફરિયાદ કરીશ.
Published On - 8:44 am, Tue, 21 June 22