ગાય(Cow ) માતાના પ્રેમ માટે જાણીતા બનેલા આઇપીએસ(IPS) અધિકારી ઉષા રાડા(Usha Rada ) એ કડોદરા વિસ્તારમાં વિધવા મહિલાની હત્યા માં અનાથ બનેલા ચાર બાળકોને દત્તક લઇ ને સારું શિક્ષણ મળે તે હેતુથી વાત્સલ્ય ધામ ખાતે મૂકીને પોતાની એક અનોખી માતા તરીકેની ફરજ બજાવી છે. અને ચાર બાળકોને કોલેજ સુધીનો ખર્ચ પણ કર્યો હોવાનું જાણવા મળ્યું છે. લોકો હંમેશા પોલીસને ખરાબ નજરે જોતા હોય છે પરંતુ આવા પ્રમાણિક અને નિષ્ઠાવાન આઈપીએસ અધિકારીઓના કારણે આજે ખાખી નામ પણ થયેલું છે.
સુરત જિલ્લાના છેલ્લા બે વર્ષથી આઇપીએસ તરીકે કાર્યરત એવા નિષ્ઠાવંત અને પ્રમાણિક અધિકારી ની છબી ધરાવતા ઉષા રાડા પોતાની કારકિર્દીમાં કોઈપણ પડકાર ઝીલવા માટે હંમેશા તત્પર રહ્યા છે. કોરોના સમયમાં પણ માનવ વેદના થી ઉભરાઈ ને અમને ઘણા નાના-મોટા આયોજન પણ કર્યા હતા lockdown ના સમયે જિલ્લા પોલીસનું ઘણું સારી વ્યવસ્થા પણ તેમના દ્વારા કરવામાં આવી હતી.
કેટલીક જગ્યા પર તેમને રસોડા પણ ચલાવી રહ્યા હતા. ગાય માતા માટે નો પ્રેમ તમને કંઈક નવું કરવા માટે પ્રેરિત કરતા હોય છે. હાલમાં થોડા સમય પહેલા કડોદરા વિસ્તારમાં એક વિધવા મહિલાની હત્યા થઈ હતી. જેમાં તેના ચાર બાળકો અનાથ થઇ ગયા હતા. આ બાબતે જિલ્લા પોલીસ વડા ઉષા રાડાને ધ્યાન આવતા તાત્કાલિક બાળકો પ્રત્યેનો પ્રેમ એમને છલકાયો હતો. અને બાળકોને મળ્યા બાદ તેમની મમતાના આંખમાંથી આંસુ નીકળ્યા હતા.
અને તમને એક પલ નો વિચાર કર્યા વગર ચારેય બાળકોનું ભવિષ્ય ન બગડે અને ભવિષ્યમાં કંઈક સારું કામ કરે તેવી ભાવનાથી એમને પોતાનો ખર્ચે પાસે બાળકોનું ભવિષ્ય બનાવવાનો વિચાર કર્યો હતો અને આ બાબતની વાત સુરતના ઉદ્યોગપતિની વાત્સલ્ય ધામ ની સ્કૂલ માં પાસે બાળકો નું એડમિશન કરાવી દીધા હતા અને કોલેજ સુધીનો ખર્ચ પણ ગોઠવી દીધો હતો.
હંમેશા લોકો પોલીસ પ્રત્યેની ભષ્ટાચાર વાળી છબી જોતા હોય છે પરંતુ આવી પ્રમાણિક અને નિષ્ઠાવાન મહિલા આઈ.પી.એસ ઉષા રાડાના કરેલા કાર્યોને લીધે પણ લોકો આજે પોલીસ પ્રત્યેની સારી છબીઓ પણ જોઈ રહ્યા છે. ગત મંગળવારે ગુપ્ત નવરાત્રિ હોવાના નાતે જિલ્લા પોલીસ વડા ઉષા રાડાએ અત્યંત ગુપ્ત રીતે 4 બાળકોના સ્કૂલોમાં મૂકી દીધા હતા. 4 બાળક માતા-પિતા છાયા ગુમાવી દેનાર બાળકોને આજે એક પાલક માતા મળી આવી છે. આ પાલક માતા સમય અંતરે વાત્સલ્ય ધામ ખાતે બાળકોને મુલાકાતો પણ લેશે એવું પણ જાણવા મળ્યું છે.
આ પણ વાંચો :