SURAT : ખાડી ઓવરફ્લો થતા ગોડાદરા વિસ્તારમાં ઘૂંટણસમા પાણી ભરાયા

|

Jul 19, 2021 | 1:15 PM

ગોડાદરા વિસ્તારમાં માર્ગ પર માર્ગ ઉપર ઘૂંટણ સમાં પાણી ભરાયા. કેટલાક વાહનો બંધ પડ્યા છે તો સાથે ટ્રાફિક જામના દ્રશ્યો પણ સર્જાયા હતા. જો કે ધીમે ધીમે આ પાણી ઓસરી રહ્યાં છે.

SURAT : સુરત શહેરમાં ખાડી ઓવરફ્લો થતા ગોડાદરા વિસ્તારમાં માર્ગ ઉપર પાણી ફરી વળ્યાં છે. ગોડાદરા વિસ્તારમાં માર્ગ પર માર્ગ ઉપર ઘૂંટણ સમાં પાણી ભરાયા. કેટલાક વાહનો બંધ પડ્યા છે તો સાથે ટ્રાફિક જામના દ્રશ્યો પણ સર્જાયા હતા. જો કે ધીમે ધીમે આ પાણી ઓસરી રહ્યાં છે. સુરત જિલ્લા માં છેલ્લા 24 કલાકમાં મેઘમહેર જોવા મળી છે.જિલ્લાના તમામ તાલુકાઓ માં સાંબેલાધાર વરસાદ પડ્યો છે, જો કે હાલ વરસાદે વિરામ લીધો છે. સુરતના વિવધ તાલુકાઓમાં પડેલા વરસાદની વાત કરીએ તો બારડોલી 8 ઇંચ, ચોર્યાસી 1 ઇંચ, કામરેજ 8 ઇંચ, મહુવા 6 ઇંચ, માંડવી 2.5 ઇંચ, પલસાણા 8 ઇંચ, માંગરોળ 2 ઇંચ, ઓલપાડ 2 ઇંચ અને ઉમરપાડામાં 4 ઇંચ વરસાદ પડ્યો છે.

Next Video