કોરોના વચ્ચે સુરતમાં મચ્છરજન્ય અને પાણીજન્ય રોગચાળો વકર્યો, કેસ ગત વર્ષ કરતાં ઓછા હોવાનો આરોગ્ય વિભાગનો દાવો

|

Oct 16, 2020 | 10:19 AM

કોરોનાના આતંક વચ્ચે સુરત શહેરમાં ડેન્ગ્યુ અને ચિકુન ગુનિયા, મેલેરિયાના કેસો વધી રહ્યા છે. મનપાનો મોટા ભાગનો સ્ટાફ કોવિડ 19 ની કામગીરીમા વ્યસ્ત હોય આ મચ્છરજન્ય અને પાણીજન્ય રોગચાળાને નાથવા કોર્પોરેશનનું આરોગ્ય વિભાગ ઉણુ ઉતર્યું હોય તેવું સ્પષ્ટ દેખાઇ રહ્યું છે. Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો […]

કોરોના વચ્ચે સુરતમાં મચ્છરજન્ય અને પાણીજન્ય રોગચાળો વકર્યો, કેસ ગત વર્ષ કરતાં ઓછા હોવાનો આરોગ્ય વિભાગનો દાવો

Follow us on

કોરોનાના આતંક વચ્ચે સુરત શહેરમાં ડેન્ગ્યુ અને ચિકુન ગુનિયા, મેલેરિયાના કેસો વધી રહ્યા છે. મનપાનો મોટા ભાગનો સ્ટાફ કોવિડ 19 ની કામગીરીમા વ્યસ્ત હોય આ મચ્છરજન્ય અને પાણીજન્ય રોગચાળાને નાથવા કોર્પોરેશનનું આરોગ્ય વિભાગ ઉણુ ઉતર્યું હોય તેવું સ્પષ્ટ દેખાઇ રહ્યું છે.

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

શું ફોન સ્વીચ ઓફ હોય તો ઝડપથી ચાર્જ થાય? જાણો સાચો જવાબ
નીતા અંબાણી સવાર થી સાંજ સુધી આખો દિવસ શું કરે છે? જાણો તેમનું શેડ્યૂલ
ગરમીમાં વધારે પડતી ના ખાતા કાકડી ! નહી તો થઈ શકે છે આ સમસ્યા
આજનું રાશિફળ તારીખ : 28-04-2024
પાકિસ્તાની યુવતીના શરીરમાં ધબક્યું ભારતીય હ્રદય, કહ્યું- થેંક્યું ઈન્ડિયા
એલિસ પેરીને ભૂલી જશો, જુઓ મુંબઈ ઈન્ડિયન્સની ખૂબસૂરત ક્રિકેટર એમેલિયા કેરની તસવીરો

 

આ વર્ષે સુરતમાં ધોધમાર વરસાદને કારણે ચોમાસુ લાંબુ પણ રહ્યું હતું એટલું જ નહિ ઠેર ઠેર પાણીના ભરાવાની પણ સ્થિતિ જોવા મળી હતી. જેના કારણે પણ મચ્છરજન્ય અને પાણીજન્ય રોગચાળાના દર્દીઓમાં વધારો જોવા મળ્યો છે.

કોર્પોરેશને દાવો કર્યો છે કે ગત વર્ષની સરખામણીમાં ચાલુ વર્ષે મચ્છરજન્ય અને પાણીજન્ય રોગચાળા બંનેમાં ઘટાડો નોંધાયો છે. ગત વર્ષે સપ્ટેમ્બર મહિનામાં મેલેરિયાના 520 જયારે આ વર્ષે 100 કેસ નોંધાયા છે. તે જ પ્રમાણે ગત વર્ષે સપ્ટેમ્બર મહિનામાં ડેન્ગ્યુના 50 કેસ હતા તે આ વર્ષે સપ્ટેમ્બર મહિનામાં ફક્ત 30 જેટલા જ નોંધાયા છે.

જોકે કોર્પોરેશનના આ આંકડા વાસ્તવિકતાથી અલગ હોવાની વાત પણ ચર્ચાઈ રહી છે. સુરતના પુણા ગામ, લંબે હનુમાન રોડ, વરાછા સહિતના વિસ્તારોમાં આ રોગચાળાએ માઝા મૂકી છે. છેલ્લા દોઢ મહિનાનો સર્વે કરાવવા માટે કોંગ્રેસના કોર્પોરેટર દિનેશ કાછડિયાએ મ્યુનિસિપલ કમિશનરને એક પત્ર પણ લખ્યો છે અને સાચા આંકડા બહાર પાડી લોકો સુધી સાચી માહિતી આપવા અપીલ કરી છે.

Next Article