Mandvi: ઝંખવાવ રોડ પર પડેલા ખાડામાં કોંગ્રેસે કમળના છોડ વાવ્યા, કહ્યું આ ખાડા શાસકોને અર્પણ

|

Aug 13, 2022 | 1:24 PM

કોંગ્રેસના (Congress )આગેવાનો દ્વારા ઉચ્ચારવામા આવી હતી. અને જણાવવામાં આવ્યું હતું કે જો રસ્તાના ખાડાનો કાયમી નિકાલ લાવવામાં નહીં આવે તો અમે તેનો હજી પણ ઉગ્ર વિરોધ કરીશું. 

Mandvi: ઝંખવાવ રોડ પર પડેલા ખાડામાં કોંગ્રેસે કમળના છોડ વાવ્યા, કહ્યું આ ખાડા શાસકોને અર્પણ
Mandvi Jhankhvav Road (File Image )

Follow us on

માંડવી (Mandvi) તાલુકામાં બિસ્માર થયેલા રસ્તાઓ (Roads) બાબતે માંડવી કોંગ્રેસ (Congress) દ્વારા પ્રદર્શન કાર્યક્રમનું આયોજન કરાયું હતું. ધારાસભ્ય આનંદ ચૌધરી કાર્યકરો સાથે હાજર રહીને ખાડા પડેલ જગ્યાએ કમળ ના છોડ મૂકી અનોખો વિરોધ પ્રદર્શિત કરાયો હતો. છેલ્લા કેટલાક દિવસોથી ધોધમાર વરસાદ પડતા સુરત જિલ્લાના માંડવી તાલુકાના ગ્રામ્ય વિસ્તારોમાં માર્ગો ઉપર મોટા ખાડા પડી ગયા છે. સુરત જિલ્લામાં ફરી એકવાર ઘણા દિવસોથી વરસાદી માહોલ છવાયો છે. ત્યારે ગામડાના માર્ગો પર તેની માઠી અસર થઈ છે.

તેમાં પણ ખાસ કરીને આદિવાસી વિસ્તાર ગણાતા સુરત જિલ્લાના માંડવી ઝંખવાવ રોડ પર અનેક જગ્યાએ ખાડાથી રસ્તા બિસમાર થઈ ગયા છે. જ્યાં જુઓ ત્યાં ફક્ત ખાડા જ ખાડા નજરે ચડી રહ્યા છે. જેથી વાહનચાલકો અને વાહન વ્યવહારને ભારે મુશ્કેલી ઉભી થવા પામી છે. ત્યારે કોંગ્રેસ દ્વારા આ મુદ્દે વિરોધ પ્રદર્શિત કરવામાં આવ્યો હતો.

અનેકવાર રજૂઆત કરવા છતાં પણ તંત્ર દ્વારા યોગ્ય કામગીરી કરવામાં આવતી નથી. જેથી કોંગ્રેસ દ્વારા જે માર્ગો પર પાણીનો ભરાવો થયો છે અને ખાડા પડ્યા છે. ત્યાં કમળનું છોડ વાવીને વિરોધ પ્રદર્શિત કરવામાં આવ્યો હતો અને શાસકો દ્વારા ભ્રષ્ટાચાર કરાયાની ફરિયાદો પણ કરી હતી. વિરોધ કરતા કોંગ્રેસના આગેવાનોએ જણાવ્યું હતું કે માત્ર ને માત્ર ભ્રષ્ટાચારને કારણે જ રસ્તાની આ હાલત થાય છે અને ભોગવવાનું લોકોને પડે છે.

અથાણું આ કન્ટેનરમાં રાખશો તો વર્ષો સુધી ખરાબ નહીં થાય
આજનું રાશિફળ તારીખ : 03-05-2024
ગરમીમાં નસકોરી ફુટે તો ઘબરાશો નહીં, આ ઘરેલુ ઉપચારથી મળશે તરત રાહત
એપ્રિલમાં 77 ટકા... 4 વર્ષમાં 400%, ટાટાનો આ શેર બન્યો રોકેટ
ફૂટબોલ ગ્રાઉન્ડ કરતાં પણ મોટું છે જાહન્વી કપૂરનું ઘર, હવે આપશે ભાડે
ઉનાળામાં મોઢાં પર બરફ ઘસવાના ફાયદા છે ચોંકાવનારા, જાણી લો

દર વર્ષે ચોમાસામાં આ જ સ્થિતિનું નિર્માણ થાય છે. છતાં સારા રસ્તા બનાવવાની દાનત શાસકોમાં આજદિન સુધી આવી નથી. જેના કારણે આજે અમે આ રસ્તાઓ પર પડેલા ખાડાઓ પણ શાસકોને અર્પણ કરીએ છીએ. સામાન્ય રીતે જ્યારે કોઈ નવા માર્ગ, બ્રિજ કે પ્રોજેક્ટનું લોકાર્પણ થાય ત્યારે તેને કોઈનું નામ આપવામાં આવે છે. ત્યારે આ ખાડા પડવા પાછળનો મોટો સિંહ ફાળો શાસકોને નામ જાય છે અને એટલા માટે અમે અહીં કમળનું ફૂલ મૂકી રહ્યા છે.

જોકે આ કાર્યક્રમને ફક્ત વિરોધ પ્રદર્શન તરીકે નહીં જોઈને તેને ગંભીરતાથી લેવાની ચીમકી પણ કોંગ્રેસના આગેવાનો દ્વારા ઉચ્ચારવામાં આવી હતી અને જણાવવામાં આવ્યું હતું કે જો રસ્તાના ખાડાનો કાયમી નિકાલ લાવવામાં નહીં આવે તો અમે તેનો હજી પણ ઉગ્ર વિરોધ કરીશું.

Input Credit Jignesh Mehta (Bardoli )

Next Article