કિશન ભરવાડ હત્યા કેસમાં સુરતમાં પણ વિરોધ, રેલી કાઢી પ્રાર્થના કરવામાં આવી, હત્યારા સામે સખત કાર્યવાહીની માગ

|

Jan 31, 2022 | 1:58 PM

ધંધુકામાં ભરવાડ સમાજના કિશન ભરવાડની હત્યા કેસમાં સુરત શહેરમાં હજુ પણ માલધારી સમાજ સહિત હિન્દુ સંગઠનોમાં રોષની લાગી જોવા મળી રહી છે ત્યારે આજરોજ માલધારી સમાજ દ્વારા મોરાભાગળ વિસ્તારમાં ભેગા થઈને રેલી કાઢવામાં આવી હતી

કિશન ભરવાડ હત્યા કેસમાં સુરતમાં પણ વિરોધ, રેલી કાઢી પ્રાર્થના કરવામાં આવી, હત્યારા સામે સખત કાર્યવાહીની માગ
કિશન ભરવાડ હત્યા કેસમાં સુરતમાં પણ વિરોધ

Follow us on

અમદાવદના ધંધુકા (Dhandhuka) માં ભરવાડ સમાજના કિશન ભરવાડ (Kishan Bharwad) ની હત્યા કેસમાં સુરત (Surat) શહેરમાં હજુ પણ માલધારી સમાજ સહિત હિન્દુ સંગઠનોમાં રોષની લાગી જોવા મળી રહી છે. ત્યારે આજરોજ માલધારી સમાજ દ્વારા મોરાભાગળ વિસ્તારમાં ભેગા થઈને રેલી કાઢવામાં આવી હતી. મૃતક યુવકની આત્માને શાંતિ મળે તે માટે પ્રાર્થના કરવામાં આવી હતી. મોટી સંખ્યામાં માલધારી સમાજના લોકો આ પ્રાર્થના સભામાં ભેગા થયા હતા અને હત્યારાઓ સામે સખત કાર્યવાહીની માંગણી કરવામાં આવી હતી.

ધંધુકાના કિશન ભરવાડની હત્યાના બનાવને પગલે વિરોધ પ્રદર્શનો (Protests) એ જોર પકડ્યું છે. આજે રાજ્યભરના માલધારી સમાજે દરેક જિલ્લાના કલેક્ટરને આવેદનપત્ર પાઠવી કિશન ભરવાડને ન્યાય આપવામાં આવે તેવી માંગ કરી છે. ત્યારે આજરોજ સુરત શહેરના રાંદેર વિસ્તારમાં રહેતા હિન્દુ સંગઠનો દ્વારા પાલનપુર જકાતનાકાથી જહાંગીરપુરા બોટનિકલ ગાર્ડન સુધી રેલી કાઢવામાં આવી હતી. જેમાં મોટી સંખ્યામાં યુવાનો જોડાયા હતા.

આરોપીઓને ફાંસી આપવાની માંગ સાથે સુત્રોચ્ચાર કરવામાં આવ્યા હતા. હિન્દુ સમાજના યુવકની જે રીતે મૌલવીના ઇશારે હત્યા કરવામાં આવી છે તેનો વિરોધ કરવામાં આવી રહ્યો છે. જય મોરલીવાળાનું કામ ધર્મના યુવાનોને સાચા માર્ગે વાળવાનો છે. તેઓ આ ધર્મીઓ યુવાનોને રસ્તા ઉપર આગળ વધારવાનું ધ્યાન આપી રહ્યા છે.

શું મગફળી ખાવાથી વજન વધે છે? જાણો એક્સપર્ટ શું કહે છે
આજનું રાશિફળ તારીખ : 05-05-2024
આંખના નંબર ઓછા કરવામાં મદદ કરનાર લીલા ધાણાને ઘરે ઉગાડો, આ સરળ ટીપ્સ અપનાવો
મુકેશ અંબાણીએ એક જ દિવસમાં 43,000 કરોડ રૂપિયા ગુમાવ્યા, આ છે મોટું કારણ
20 વર્ષમાં 15% થી વધુ રિટર્ન આપનારા 10 Mutual Fund
ઉનાળામાં ચા પીધા પહેલા કે પછી પાણી પીવાથી શું થાય છે? જાણી લો

માલધારી સમાજના રણછોડ ભરવાડએ જણાવ્યું કે, આ કોઈ રબારી સમાજના યુવકની હત્યા નથી. પરંતુ હિન્દુ યુવકની હત્યા છે. સૌથી વધારે અમને જેના પર રોષ હોય તે મૌલવી ઉપર છે કે, જેણે ધર્મનું ખોટું જ્ઞાન આપવાનું શરૂ કર્યું છે. આવા મૌલવીઓને જ પાઠ ભણાવવાનો સમય આવી ગયો છે. જેથી કરીને કોઈ પણ યુવાનોને આ પ્રકારે તેઓ હત્યા માટે ઉશ્કેરણી ન કરે.

આવા મૌલવીઓ જ ધર્મને બદનામ કરી રહ્યા છે. પરંતુ હવે એ યાદ રાખે કે, આવનારા દિવસોમાં એમને સબક શીખવાડવા માટે અમે તૈયારી કરી લીધી છે. એમણે કરેલી ભૂલ માટે એમને સજા કરવી જરૂરી છે અને એ કાયદેસર રીતે આપવામાં આવશે.

આ પણ વાંચોઃ સુરતના પોશ ગણાતા વેસુ વિસ્તારમાં વિધર્મીઓ દ્વારા મિલકત ખરિદવાની હિલચાલને પગલે સ્થાનિકો દ્વારા વિરોધ

આ પણ વાંચોઃ Surat: બે અઠવાડિયામાં કોરોનાના કેસોની સંખ્યામાં 90 ટકાનો ઘટાડો, કન્ટેઈન્મેન્ટ ઝોન 600થી ઘટીને 126 થયા

 

Next Article