Surat: કિન્નરે માતાજીનો પ્રસાદ કહી આપેલું પાણી પીતાં જ સાસુ-વહુ બેભાન, ઘરમાંથી 1.42 લાખની ચોરી કરી કિન્નર ફરાર

|

Feb 21, 2022 | 12:23 PM

કિન્નરે ઘરે આવીને માતાજીના દિવાના તેલ માટે 21,880 રૂપિયાની માંગણી કરી હતી, વિલાસબેને રૂપિયા નહીં હોવાનું કહીને સવા કિલો ઘી આપવાની વાત કરી હતી, બાદમાં કેફી પાણી પીવડાવી બેભાન કરી નાખ્યાં હતાં

Surat: કિન્નરે માતાજીનો પ્રસાદ કહી આપેલું પાણી પીતાં જ સાસુ-વહુ બેભાન, ઘરમાંથી 1.42 લાખની ચોરી કરી કિન્નર ફરાર
સુરતમાં કિન્નરે માતાજીનો પ્રસાદ કહી આપેલું પાણી પીતાં જ સાસુ-વહુ બેભાન, ઘરમાંથી 1.42 લાખની ચોરી કરી કિન્નર ફરાર

Follow us on

સુરત (Surat) શહેરમાં હવે કિન્નરો પણ ચોરીના રવાડે ચડયા હોય તેવો કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. સુરત શહેરના વરાછા વિસ્તારમાં આવેલ લંબે હનુમાન રોડ પર બિલ્ડરના ઘરે આવેલા કિન્નરે માતાજીના દિવાના તેલ માટે રૂપિયા માંગ્યા બાદ બિલ્ડરની પત્ની અને પુત્રવધુને કેફી દ્રવ્યનું પાણી પીવડાવી બેહોશ (unconscious) કરી નાંખ્યા હતા. ત્યાર બાદ ઘરમાંથી ઘરેણાં અને રોકડા મળીને 1,42,100 રૂપિયા ચોરી કરીને નાસી ગયો હતો.

સુરત શહેરના લંબે હનુમાન રોડ ખાતે આવેલી પ્રભદર્શન સોસાયટીમાં પ્રકાશભાઈ ઝવેરભાઈ પરિવાર સાથે રહે છે. તેઓ વ્યવસાયે બિલ્ડર છે. રવિવારે સવારે તેમના પત્ની વિલાસબેન અને પુત્રવધુ રિતિકાબેન ઘરે એકલાં હતાં. સવારે 11 વાગ્યો તેમના ઘરે એક કિન્નર આવ્યો હતો. કિન્નરે વિલાસબેનને માતાજીના દિવાના તેલ માટે 21,880 રૂપિયાની માંગણી કરી હતી. વિલાસબેને રૂપિયા નહીં હોવાનું કહીને સવા કિલો ઘી આપવાની વાત કરી હતી.

કિન્નરે જણાવ્યું હતું કે આવો મોટો બંગલો છે ને ઘરે પૈસા નથી રાખતા. પછી કિન્નેર પાણી માંગતા વિલાસબેને રસોડામાં જઈને એક ગ્લાસ પાણી લાવીને આપ્યું હતું. કિન્નરે થોડુ પાણી પીને થોડુ પાણી ગ્લાસમાં રાખ્યું હતું. ત્યાર બાદ કિન્નરે એક ગ્લાસમાં કંકુ અને ચોખાવાળું પાણી માંગતા વિલાસબેન રસોડામાં જઈને કંકુ-ચોખાવાળું પાણી લઈને આવ્યા હતા. ત્યાર બાદ કિન્નરે પહેલા ગ્લાસનું વધેલું પાણી વિલાસબેન અને રિતિકાબેનના હથેળીમાં આપીને માતાજીનું નામ લઈને તે પાણી પીવાનું કહ્યું હતું.

ભારતની એ જેલ, જ્યાં કેદીઓ સામેથી માંગે છે મોત!, ત્યાં જાય છે તે ક્યારેય પાછા નથી આવતા
સવારે ઉઠતાની સાથે દેખાય આ 6 વસ્તુઓ, તો સમજો કિસ્મત ચમકવાની છે !
Darshan Raval Wedding: બોલિવુડની હિરોઈનો કરતા પણ વધારે સુંદર છે દર્શન રાવલની પત્ની ! જુઓ-Photo
Agriculture Tips : ઘરે સરળતાથી બનાવો આ 4 ખાતર, જાણો
આજનું રાશિફળ તારીખ : 19-01-2025
Insomnia Reason : કયા વિટામિનની ઉણપને કારણે ઊંઘ નથી આવતી ? જાણી લો

કિન્નરના કહ્યા મુજબ વિલાસબેન અને રિતિકાબેન આ પાણી પી ગયા હતા. કિન્નરે તે પાણીમાં ઘેનવાળો પદાર્થ મિક્સ કરેલો હોવાથી સાસુ-પુત્રવધુ બંને બેહોશ થઈ ગયા હતા. થોડા સમયમાં હોશમાં આવતા ઘરમાં સામાન વેરવિખેર પડેલો દેખાયો હતો. કિન્નર બંનેને બેહોશ કરીને ઘરમાંથી સોનાના ઘરેણાં અને રોકડા રૂ. 2100 મળીને કુલ રૂ. 1,42,100ની મત્તા ચોરી કરીને નાસી ગયો હતો. બનાવ સંદર્ભે બિલ્ડરે પોલીસ મથકમાં ચોરીની ફરીયાદ નોંધવાતા પોલીસે ગુનો નોંધી આઘળની તપાસ હાથ ધરી છે.

આ પણ વાંચોઃ Ahmedabad: સંધિવાની બીમારીથી પીડિત દર્દીઓને હવે કાપ કૂપ વિના મળી શકશે સારવાર, જાણો અનોખી પદ્ધતિ વિશે

આ પણ વાંચોઃ Ahmedabad: સિવિલ હોસ્પિટલમાં નવા આક્ષેપ સાથે રેસિડેન્ટ ડોક્ટર્સની ફરી હડતાળ, વારંવાર થતી હડતાળને લઇ ઉઠ્યા સવાલ

Next Article