Kamrej : અભ્યાસ બાબતે ઠપકો મળતા પુત્રએ પિતાને વાઈપર માર્યું, રિટાયર્ડ આર્મીમેન પિતાએ દીકરા પર જ ફાયરિંગ કરી દીધું

ધર્મેન્દ્ર સાકીયા પોતાની નોકરી (Job ) પરથી રાતના સમયે પરત ફરી ઘરે આવ્યા ત્યારે પોતાના પુત્ર પ્રિન્સને અભ્યાસ બાબતે ઠપકો આપતા કહ્યું હતું કે તું મોબાઇલ ફોનનો ઉપયોગ વધુ કરે છે અને અભ્યાસમાં ધ્યાન આપતો નથી.

Kamrej : અભ્યાસ બાબતે ઠપકો મળતા પુત્રએ પિતાને વાઈપર માર્યું, રિટાયર્ડ આર્મીમેન પિતાએ દીકરા પર જ ફાયરિંગ કરી દીધું
Retired Armyman father fires at son (File Image )
| Edited By: | Updated on: Aug 18, 2022 | 8:53 AM

કામરેજ (Kamrej ) તાલુકાના વાવ ખાતે આવેલી ચંદ્ર દર્શન સોસાયટી ખાતે રહેતા અને મૂળ ઇટાવા જિલ્લાના (Utar Pradesh) ના વતની એવા રિટાયર્ડ (Retired ) આર્મી મેન ધર્મેન્દ્ર ઓમપ્રકાશ સાકીયાએ નવમા ધોરણમાં અભ્યાસ કરતા પોતાના પુત્ર પ્રિન્સને અભ્યાસ બાબતે ઠપકો આપતાં ઉશ્કેરાયેલા પ્રિન્સે તેના પિતાના પોતુ મારવાનું વાઇપર માથામાં મારી દેતા લોહીલુહાણ હાલતમાં પિતાએ પણ ઉશ્કેરાટમાં આવી તેમની લાઈસન્સ વાળી રિવોલ્વરમાંથી ફાયરિંગ કરતા પુત્ર પ્રિન્સને જમણા હાથના પંજામાં ગોળી વાગતા તેને ખોલવડ ખાતેની દિનબંધુ હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યો હતો.

પ્રાપ્ત માહિતી અનુસાર મૂળ યુ.પીના ઇટાવા જિલ્લા ના વતની આર્મી રિટાયર્ડ એવા ધર્મેન્દ્ર ઓમ પ્રકાશ સાકીયા તેમની પત્ની સંગીતા તેમજ મોટા પુત્ર પ્રિન્સ અને પુત્રી જાસમીન સાથે કામરેજ તાલુકાના વાવ ખાતે આવેલી ચંદ્ર દર્શન સોસાયટી ખાતે વસવાટ કરે છે.રિટાયર્ડ આર્મી મેન ધર્મેન્દ્ર ઓમ પ્રકાશ સાકીયા સુરત ખાતે પિયુષભાઈ નામના વ્યક્તિને ત્યાં બોડી ગાર્ડ તરીકે નોકરી કરે છે. ગત સોમવારના રોજ ધર્મેન્દ્ર સાકીયા પોતાની નોકરી પરથી રાતના સમયે પરત ફરી ઘરે આવ્યા ત્યારે પોતાના પુત્ર પ્રિન્સને અભ્યાસ બાબતે ઠપકો આપતા કહ્યું હતું કે તું મોબાઇલ ફોનનો ઉપયોગ વધુ કરે છે અને અભ્યાસમાં ધ્યાન આપતો નથી.

પિતા ધર્મેન્દ્ર સાકીયાની દરરોજના અભ્યાસ બાબતેના થપકાથી તંગ આવી ગયેલા પુત્ર પ્રિન્સે ગુસ્સામાં આવી જઈને નજીકમાં પડેલુ પોતુ મારવાનું વાઇપર પિતાના માથામાં મારી દેતા તે લોહી લુહાણ થઈ જતા તે પણ ઉશ્કેરાટમાં આવી જતા તેણે તેની બેગ માં રહેલી લાઈસન્સ વાળી રિવોલ્વરમાંથી ગોળી બાર કરતા વચ્ચે પડેલા સંગીત બેને બુમાબુમ કરી મુક્ત સોસાયટીમાં રહેતા આજુબાજુના લોકો દોડી આવ્યા હતા.

સોસાયટીના રહીશ રાહુલ સિંહ નામના વ્યક્તિએ વચ્ચે પડી ધર્મેન્દ્ર સાકીયા પાસે રિવોલ્વર લઇ લેતા મોટી જાનહાની થઇ ન હતી. જયારે ઈજાગ્રસ્ત પુત્ર પ્રિન્સને સારવાર માટે ખોલવડ ખાતેની દીનબંધુ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. આ અંગે તેમના પત્નીએ કામરેજ પોલીસ મથકે ફરિયાદ નોંધાવતા પોલીસે આરોપી ધર્મેન્દ્ર સાકીયાની ધરપકડ કરી છે.