જોખમી માનદરવાજા ટેનામેન્ટના રીડેવલપમેન્ટનું કામ 14 મહિનાથી ટલ્લે, 6 હજાર પરિવારના જીવ જોખમમાં

|

Oct 21, 2020 | 1:23 PM

શહેરમાં જૂની અને જર્જરિત થઈ ગયેલી માનદરવાજા ટેનામેન્ટને રીડેવલપ કરવાની માંગ ઉઠવા પામી છે. આ રીડેવલપમેન્ટનો પ્રોજેકટ છેલ્લા 14 મહિનાથી ટલ્લે ચડેલો છે. જેને ફરી હાથ પર લેવા માટે કોંગ્રેસના કોર્પોરેટર અસલમ સાઈકલવાળાએ માંગ કરી છે. નોંધનીય છે કે માનદરવાજા ટેનામેન્ટમાં 1200 ફ્લેટમાં અંદાજે 6 હજાર જેટલા પરિવારો હાલ વસવાટ કરી રહ્યા છે. 2019ના જુલાઈના […]

જોખમી માનદરવાજા ટેનામેન્ટના રીડેવલપમેન્ટનું કામ 14 મહિનાથી ટલ્લે, 6 હજાર પરિવારના જીવ જોખમમાં

Follow us on

શહેરમાં જૂની અને જર્જરિત થઈ ગયેલી માનદરવાજા ટેનામેન્ટને રીડેવલપ કરવાની માંગ ઉઠવા પામી છે. આ રીડેવલપમેન્ટનો પ્રોજેકટ છેલ્લા 14 મહિનાથી ટલ્લે ચડેલો છે. જેને ફરી હાથ પર લેવા માટે કોંગ્રેસના કોર્પોરેટર અસલમ સાઈકલવાળાએ માંગ કરી છે.

નોંધનીય છે કે માનદરવાજા ટેનામેન્ટમાં 1200 ફ્લેટમાં અંદાજે 6 હજાર જેટલા પરિવારો હાલ વસવાટ કરી રહ્યા છે. 2019ના જુલાઈના પ્રથમ અઠવાડિયામાં ટેનામેન્ટ રીડેવલપમેન્ટ માટે ટેન્ડર બહાર પણ પાડવામાં આવ્યા હતા.

આજનું રાશિફળ તારીખ : 04-05-2024
મુકેશ અંબાણીનું Jio 28 દિવસ આપશે ફ્રી કોલિંગ સાથે એકસ્ટ્રા ડેટા, આ છે પ્લાન
કથાકાર જયા કિશોરીએ જણાવી ડાર્ક સર્કલ ઘટાડવાની સરળ રીત, તમે પણ જાણી લો
IPL 2024માં ચમકી ક્રિકેટર પૃથ્વી શૉની ગ્લેમરસ ગર્લફ્રેન્ડ, જુઓ તસવીર
રાજધાની..શતાબ્દી જ નહીં, જ્યારે આ ટ્રેન પાટા પર દોડે છે ત્યારે વંદે ભારત પણ અટકી જાય છે
આ કોમેડિયન માત્ર હસાવવા માટે લે છે 5 કરોડ રુપિયા

પરંતુ સરકારની ટેનામેન્ટ રીડેવલપમેન્ટની નવી નીતિ મુજબ જે ખાનગી વિકાસકાર અમલીકરણ સંસ્થાને મહત્તમ ચોક્કસ રકમ પ્રીમિયમ પેટે અપાશે તેની પસંદગી કરવામાં આવશે. એવો ઠરાવ કરવામાં આવતા જુલાઈના બીજા અઠવાડિયામાં જ આ ટેન્ડર રદ્દ કરવાની ફરજ પડી હતી.

ત્યારબાદ નવી નીતિ મુજબ ટેન્ડરની મંજૂરી માટે પાલિકાએ ગુજરાત સરકારના શહેરી વિકાસ અને ગૃહનિર્માણ વિભાગને 14 મહિનામાં 8 પત્રો લખ્યા છે. જેમાં છેલ્લા પાંચ પત્રોમાં ટેનામેન્ટ જર્જરિત અને ભયાનક હાલતમાં હોવાનો પણ ઉલ્લેખ છે છતાં આજસુધી નવા ટેન્ડર માટે મંજૂરી આપવામાં આવી નથી.

છેલ્લા 14 મહિનાથી ટલ્લે ચડેલા પ્રોજેકટમાં 6 હજાર પરિવારોના જીવ જોખમમાં છે. જેથી આ મામલે જો હવે કોઈ કાર્યવાહી નહિ કરવામાં આવે તો કોંગ્રેસના સ્થાનિક કોર્પોરેટર અસલમ સાઇકલવાળાએ તારીખ 31 ઓક્ટોબરે પ્રતીક ધરણા પર બેસવાની ચીમકી ઉચ્ચારી છે.

 

 

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

 

 

Next Article