કોરોનાકાળની શરદપુનમમાં સુરતીઓ માટે તૈયાર ઇમ્યુનિટી બુસ્ટ પૌંવા

|

Jan 18, 2021 | 11:01 AM

સુરતીઓ દરેક તહેવારને પોતાની રીતે ઉજવવામાં માને છે. અને આમ પણ ચંદી પડવો તેમજ શરદ પૂનમ નો તહેવાર સુરતીઓનો પોતીકો તહેવાર છે. શરદપૂનમની ચાંદની રાતમાં સુરતીઓ દૂધ પૌવા ખાવાનો રીવાજ ધરાવે છે.        Web Stories View more IPL Auction ની શરૂઆતમાં જ કાવ્યા મારનને પ્રીટિ ઝિન્ટાએ આપ્યો ઝટકો ! આ ફાસ્ટ બોલર હાથમાંથી […]

કોરોનાકાળની શરદપુનમમાં સુરતીઓ માટે તૈયાર ઇમ્યુનિટી બુસ્ટ પૌંવા

Follow us on

સુરતીઓ દરેક તહેવારને પોતાની રીતે ઉજવવામાં માને છે. અને આમ પણ ચંદી પડવો તેમજ શરદ પૂનમ નો તહેવાર સુરતીઓનો પોતીકો તહેવાર છે. શરદપૂનમની ચાંદની રાતમાં સુરતીઓ દૂધ પૌવા ખાવાનો રીવાજ ધરાવે છે.

    

 

IPL Auction ની શરૂઆતમાં જ કાવ્યા મારનને પ્રીટિ ઝિન્ટાએ આપ્યો ઝટકો ! આ ફાસ્ટ બોલર હાથમાંથી ગયો
અમદાવાદમાં હવે અંબાણીની જેમ કરી શકાશે પાણી વચ્ચે લગ્નનું આયોજન, જાણો ક્યાં
કુંડળીમાં ગ્રહોને મજબૂત કરવા લલાટ પર કરો આ તિલક
Amla with Honey : આમળા અને મધ એકસાથે ખાવાથી થાય છે ગજબના ફાયદા
આજનું રાશિફળ તારીખ : 24-11-2024
અદાણી લાંચ કેસમાં માત્ર કાકા-ભત્રીજા જ નહીં, આ 7 લોકો પણ ફસાયા

કોરોનાની મહામારી વચ્ચે નવરાત્રિની ઉજવણી તો નથી થઈ શકી. પરંતુ હવે ધીરે ધીરે કેસો ઘટવા માંડતા લોકો સલામતી અને સાવચેતી સાથે તહેવારોની ઉજવણી કરવા મન બનાવી રહ્યા હોય તેવું લાગી રહ્યું છે.

શરીરમાં પિત્ત અને પ્રકોપ વધે તો અનેક બીમારીઓ થાય છે. અને તેને શાંત કરવા માટે શરદ પૂનમમાં દૂધ પૌવા ખાવાનો રિવાજ વર્ષોથી ચાલતો આવ્યો છે. દૂધમાં પૌંવા અને ખાંડ નાખીને હોવાથી પિત્તનો નાશ થાય છે અને શરીર સ્વસ્થ રહે છે. દૂધ પૌવા ખાધા પછી લોકો ગરબા પણ રમે છે.

આ શરદપુનમ લોકો સલામત રીતે તહેવારની ઉજવણી કરવા માટે સુરતીઓએ તૈયારી કરી લીધી છે. છેલ્લા કેટલાક સમયથી શરદ પુનમ માં સાદા પૌવા ની જગ્યાએ ફ્લેવર પૌવા ખાવાનું ચલણ વધી રહ્યું છે. જેથી સુરતીઓના આ સ્વાદને પહોંચી વળવા માટે અલગ-અલગ પ્રકારના ફ્લેવરના પૌવા નું વેચાણ પણ શરૂ થયું છે. સુરતમાં લગભગ 12 જેટલા ફ્લેવરના પૌંવાનું વેચાણ થાય છે અને દર વર્ષે ગ્રાહકોની માંગ પ્રમાણે આ ફ્લેવરમાં વધારો કે ઘટાડો પણ કરવામાં આવે છે.

આજના યુથને સાદા પૌવા કરતા સ્વાદિષ્ટ પૌંવા ખાવાનું વધારે પસંદ છે. અને એટલા માટે જ આ ફ્લેવર્ડ હોવાનો કોન્સેપ્ટ બજારમાં લાવવામાં આવ્યો છે. અત્યાર સુધી સુરતમાં મિક્સ ફ્રૂ, રોઝ, જમરૂખ, ચોકલેટ, બટરસ્કોચ, બદામ પિસ્તા, આઈસક્રીમ, હાપુસ મેંગો, પાઈનેપલ, કેસર બદામ પિસ્તા, રાસબેરી, કસાટા, કેસર, કેરેમલ, સ્ટ્રોબેરી, કોફીબદામ વગેરે પ્રકારના ફ્લેવર પૌવા મળતા હતા.

પરંતુ હાલનો સમય થોડો અલગ છે. કોરોના માં લોકો ઇમ્યુનિટી વધારવા જાતજાતના પ્રયોગો કરી રહ્યા છે. ત્યારે તહેવારની ઉજવણીમાં ઇમ્યુનિટી પણ જળવાઈ રહે તે માટે ખાસ ઇમ્યુનિટી બુસ્ટર પૌંવા તૈયાર કરવામાં આવ્યા છે.

સુરતના એક વિક્રેતા દ્વારા આ પહેલા હળદરના પૌવા તૈયાર કરવામાં આવ્યા હતા. જોકે હળદર લોકોને ભાવતું ન હોવાથી બોર્નવિટા અને કેરેમલના ટેસ્ટવાળા ઇમ્યુનિટી બુસ્ટર પૌંવા જે ઇમ્યુનિટી વધારે તેવા પૌંવા તૈયાર કરવામાં આવ્યા છે. જેનો સ્વાદ પણ લોકોને ખૂબ પસંદ આવી રહ્યો છે.

કોરોનામાં ઇમ્યુનિટી પણ વધે અને સાથે સાથે તહેવારોની પણ ઉજવણી થાય તે હેતુથી લોકો પણ આ પૌવાની ખરીદી કરી રહ્યા છે.

 

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

 

 

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

Published On - 12:03 pm, Fri, 30 October 20

Next Article