Gujarati NewsGujaratSuratIf you want to visit this place of surat then take care otherwise your shoes may stole jo surat ma tme aa jagya ae javana hoi to dhyan rakhjo tamara chappal na chorai jaay
ભૂલથી સુરતમાં આ જગ્યાએ ગયા તો તમારા ચંપલ કે બૂટ ચોરાઈ ન જાય તેનું ખાસ ધ્યાન રાખજો!
સુરતમાં આજકાલ ટેક્સટાઈલ માર્કેટમાં ચંપલના ચોરોએ ધૂમ મચાવી છે. થોડીકવારમાં લોકોના ચંપલ કે બૂટ લઈને ચોરો ફરાર થઈ જાય છે. સાંજે નજીકની માર્કેટમાં જઈને તે ચંપલ કે બુટને સસ્તાં ભાવે વેચી નાખે છે. અત્યારસુધી તમે ધાર્મિક સ્થાન પરથી બુટ-ચંપલની ચોરી થતાં સાંભળ્યું હશે..પણ સુરતમાં એક આખેઆખો વિસ્તાર એવો છે જ્યાં બુટ-ચંપલ ચોરોનો આતંક ફુલ્યો ફાલ્યો […]
Follow us on
સુરતમાં આજકાલ ટેક્સટાઈલ માર્કેટમાં ચંપલના ચોરોએ ધૂમ મચાવી છે. થોડીકવારમાં લોકોના ચંપલ કે બૂટ લઈને ચોરો ફરાર થઈ જાય છે. સાંજે નજીકની માર્કેટમાં જઈને તે ચંપલ કે બુટને સસ્તાં ભાવે વેચી નાખે છે.
અત્યારસુધી તમે ધાર્મિક સ્થાન પરથી બુટ-ચંપલની ચોરી થતાં સાંભળ્યું હશે..પણ સુરતમાં એક આખેઆખો વિસ્તાર એવો છે જ્યાં બુટ-ચંપલ ચોરોનો આતંક ફુલ્યો ફાલ્યો છે. દેશ-વિદેશમાં કપડાનાં નવા ક્રિએશન માટે સુરતનો કાપડ ઉધોગ પ્રખ્યાત છે. હવે તેનાં પર શહેરમાં ચંપલ ચોરો ધબ્બો લગાવી રહ્યા છે. વાર્ષિક 50 હજાર કરોડ રૂપિયાથી પણ વધુનાં ટર્ન ઓવર ધરાવતાં સુરતનાં કાપડ માર્કેટમાંથી રોજનાં લાખો રૂપિયાના બ્રાંડેડ બુટ મોજાની ચોરી થઇ જાય છે અને બજારની નજીક જે તેને અડધી કિંમતમાં વેચી દેવાય છે.
સુરતમાં આવી 165 જેટલી માર્કેટો આવેલી છે. જ્યાં લગભગ 65 હજાર કરતાં પણ વધુ કાપડની દુકાનો આવેલી છે. આવી દરેક માર્કેટોમાંથી રોજનાં 10થી 12 જેટલી દુકાનોમાં ચંપલ ચોરી થવાની ફરિયાદો સામાન્ય બની ગઇ છે. બુટ ચંપલ ચોરી કરવાવાળા અલગ અલગ રીતે ચંપલ ચોરીને અંજામ આપે છે. કેટલા લોકો દુકાનની આગળ મુકેલા બુટ ચંપલને ઠોકર મારી મારીને આગળ પહોંચાડે છે જ્યાંથી તેમનો બીજો સાથીદાર પાર્સલમાં ચંપલ લઇને ભાગી જાય છે. જ્યારે બીજા ચોરો ખાલી પાર્સલ લઇને માર્કેટની ગેલેરીમાં ફરે છે. એવા વેપારીઓની રેકી કરે છે કે જેઓ મોંઘા બુટ પહેરીને આવ્યા હોય અને જેવી તક મળે તેવી પાણી પીવાના કે બીજા કોઇ બહાને ચંપલ ચોરી કરી લે છે.
કેટલાંક વેપારીઓએ તો તેના માટે દુકાનોમાં સીસીટીવી પણ લગાવ્યા છે પણ ચંપલ ચોરોને તેનો પણ ડર નથી રહેતો. તેઓ મોટા સાહસ સાથે આ ઘટનાને અંજામ આપે છે. કેટલીક માર્કેટોમાં ચંપલ ચોરોનો આતંક એ હદે છે કે વેપારીઓએ માર્કેટમાં નવા બુટ પહેરીને આવવાનું જ બંધ કરી દીધું છે. વેપારીઓનું કહેવું છે કે કાપડ માર્કેટમાંથી બુટ ચોરી કર્યા બાદ માર્કેટની આસપાસનાં વિસ્તારોમાં ખુબ જ સસ્તા ભાવે વેચી દેવામાં આવે છે.
કપડા બજારમાં બુટ-ચંપલ ચોરી કરવા વાળી 10થી વધુ ગેંગ સક્રિય છે. પ્રત્યેક ગેંગમાં 15થી 25 વર્ષનાં 5-6 યુવાનો હોય છે. કેટલીક ગેંગમાં છોકરીઓ પણ સામેલ છે. જેમની નજર ફક્ત બ્રાંડેડ અને નવા બુટ-ચંપલ પર જ રહે છે. માર્કેટનાં મુખ્ય દરવાજાથી જ તેમની નજર આવા બુટ-ચંપલ પહેરનાર પર રહે છે. તેઓ જે દુકાનમાં જાય છે ત્યાં જ રેકી કરીને તેઓ નજર ચુકવીને આ બુટ સરકાવી લે છે. જેનું મોટું બજાર સુરતનાં સહારા દરવાજા અને રેલ્વે સ્ટેશન પાસે ભરાય છે. જ્યાં મોટાભાગે ચોરાયેલાં નવા-જુના બુટ-ચંપલ વેચાય છે. આમ,સવારે ચોરી થયેલાં બુટ-ચંપલ સાંજ થતાં આ જ માર્કેટની નજીકનાં વિસ્તારમાં વેચાય જાય છે. આ પરથી એટલું કહી શકાય કે સુરતનાં કાપડ વેપારીઓ માટે નોટબંધી-જીએસટી તો ખરૂ જ પણ ચંપલ ચોરોનો ત્રાસ પણ માથાનો દુખાવો બની ગયો છે.