Surat: જૂની કલેકટર કચેરી ખાતે વિવિધ દાખલાઓ માટે અરજદારોની લાંબી લાઈન, કર્મચારીઓ મનમાની કરી રહ્યાની રાવ

|

Jun 16, 2021 | 9:49 PM

સુરત અઠવાલાઈન્સ સ્થિત જૂની કલેકટર કચેરી (Surat collector office) ખાતે ક્રિમિલેયર સર્ટિફિકેટ, આવકના દાખલા થતા વિવિધ સરકારી કામ માટે જરૂરી સર્ટિફિકેટ મેળવવા માટે લોકોને ધરમના ધક્કા ખાવાનો વખત આવ્યો છે.

Surat: નવું શૈક્ષણિક સત્ર શરૂ થતાં તેમજ વિવિધ સરકારી કામ માટે લોકોને વિવિધ દાખલાઓની જરૂર પડતી હોય છે. ક્રિમિલેયર સર્ટિફિકેટ, આવકના દાખલા થતાં વિવિધ સરકારી કામ માટે જરૂરી સર્ટિફિકેટ મેળવવા માટે લોકો સંબંધિત સરકારી કચેરીઓમાં જતાં હોય છે. પરંતુ કોઈને કોઈ કારણોસર લોકોને ધરમના ધક્કા ખાવા પડે છે. આવા જ કંઈક દ્રશ્યો સુરત અઠવાલાઈન્સ સ્થિત જૂની કલેકટર કચેરીએ જોવા મળ્યા.

 

 

સુરત અઠવાલાઈન્સ સ્થિત જૂની કલેકટર કચેરી (Surat collector office) ખાતે ક્રિમિલેયર સર્ટિફિકેટ, આવકના દાખલા થતા વિવિધ સરકારી કામ માટે જરૂરી સર્ટિફિકેટ મેળવવા માટે લોકોને ધરમના ધક્કા ખાવાનો વખત આવ્યો છે. સ્ટાફની કમી અને આ કામ માટે ફક્ત એક જ બારી રાખી હોવાથી અરજદારોની લાંબી લાઈનો (Long Queue) લાગી રહી છે.

 

રોજના 300થી 350 લોકો લાઈનમાં ઉભા રહે છે. લાઈનમાં ઉભા રહ્યા બાદ પણ નંબર આવે તેની કોઈ ગેરંટી રહેતી નથી. સમય પહેલા બારી બંધ કરી દેવામાં આવતી હોવાથી લોકોને પારાવાર મુશ્કેલી પડી રહી છે. જેને લઈને લોકો આક્ષેપો કરી રહ્યા છે કે કચેરીના કર્મચારીઓ પોતાની મનમાની કરી રહ્યા છે.

 

આ પણ વાંચો : PM Modiએ કહ્યું કે CoWinએ ભારતને કોરોના સામે લડવા મદદ કરી ટેક ફર્મ્સને ભારતમાં રોકાણ કરવા અપીલ કરી

 

Next Video