Surat : કાપડ પર GST દર 12% થતા જરી ઉદ્યોગની ચમક ઘટી! આટલા ટકા ઘટ્યું પ્રોડક્શન

|

Dec 10, 2021 | 5:30 PM

GST on textiles: નાણા મંત્રાલય દ્વારા કોટન, સિલ્ક અને પોલિએસ્ટર સહિતની કાપડની સંપૂર્ણ વેલ્યુ ચેઇન પર જીએસટીનો દર 12 ટકા કરવામાં આવતાં જરી ઉધોગને પણ મોટો ફટકો પડ્યો છે.

Surat : કાપડ પર GST દર 12% થતા જરી ઉદ્યોગની ચમક ઘટી! આટલા ટકા ઘટ્યું પ્રોડક્શન
GST on textiles hit 12 per cent

Follow us on

Surat: કેન્દ્રના નાણા મંત્રાલય દ્વારા કોટન, સિલ્ક અને પોલિએસ્ટર સહિતની કાપડની સંપૂર્ણ વેલ્યુ ચેઇન પર જીએસટીનો (GST) દર એકસમાન 12 ટકા કરવામાં આવતાં આખી ટેક્સટાઇલ ચેઇન (textile industry) બેસી જતાં આ ઉદ્યોગને સંલગ્ન જરી ઉધોગને પણ મોટો ફટકો પડ્યો છે. સુરતના જરી ઉદ્યોગ (Jari production) સાથે સંકળાયેલા કારખાનેદારોને 70 ટકા ઉત્પાદન ઓછી ડિમાન્ડને લીધે ઘટાડવું પડ્યું છે.

જરી ઉદ્યોગને જીએસટી ઉપરાંત દક્ષિણ ભારતનાં રાજ્યોમાં ભારે વરસાદ અને પૂરની સ્થિતિને લીધે થયેલા નુકસાનની પણ બમણી માર પડી છે. અત્યારે ઉત્પાદન માંડ 30 ટકા રહી ગયું છે. ઓલ ઇન્ડિયા જરી એસોસિએશનના પ્રમુખ શાંતિલાલ જરીવાળાએ જણાવ્યું હતું કે, સિલ્ક અને પોલિએસ્ટર ફેબ્રિક્સની સાડી નવા વર્ષથી 12 ટકા જીએસટી દરને લીધે મોંઘી થશે. ઉપરાંત જરીમાં પણ જીએસટી દરને લઇને વિસંગતતા છે.

દક્ષિણ ભારતમાં કોરોનાની બીજી લહેર પછી પણ સંક્રમણ યથાવત રહ્યું છે. એ પછી પૂરની સ્થિતિ ઊભી થતાં તામિલનાડુ , કર્ણાટક અને આંધ્રપ્રદેશના વેપારીઓની ડિમાંડ પણ ઘટી છે. બીજી તરફ સોના – ચાંદી અને કોપરના ભાવ ખૂબ વધી ગયા છે. રો – મટિરિયલ મોંઘું થતાં જરી ઉધોગને ચારે તરફથી વ્યાપક નુકસાન થયું છે. સુરતના જરી ઉધોગ સાથે 2.50 લાખથી વધુ લોકો સીધી રીતે સંકળાયેલા છે.

Trump in Diamond : સુરતના વેપારીએ ડોનાલ્ડ ટ્રમ્પના ચહેરાવાળો હીરો બનાવ્યો, જુઓ Video
ટીમ ઈન્ડિયાના બે સ્ટાર ક્રિકેટર ટીમની બહાર, નહીં રમે આ મેચ
ટ્રમ્પના કેન્ડલ લાઇટ ડિનરમાં Ivanka Trump નો ગ્લેમરસ લુક આવ્યો સામે, જુઓ ફોટા
Astrological advice : કયા દિવસે દારૂ પીવો સારો છે? જાણી લો
IPLનો સૌથી મોંઘો કેપ્ટન, એક મેચની કમાણી 1.92 કરોડ રૂપિયા
જો નાગા સાધુ તમારા ઘરે ભિક્ષા માંગવા આવે તો શું કરવું?

આ સ્થિતિમાં આ મશીનરી માટે બેંક લોનના હપ્તા ભરવાનું પણ કેટલાંક એકમો માટે મુશ્કેલ બન્યું છે. અત્યારે રિયલ જરી પર 5 ટકા અને ઇન્વિટેશન જરી પર 12 ટકાનો જીએસટી દર લાગે છે. રો – મટિરિયલનો દર જુદો છે. એ રીતે આ ઉદ્યોગ સંપૂર્ણ ભીંસમાં મુકાયો છે. આ મામલે કેન્દ્રનાં ટેક્સટાઇલ રાજ્ય મંત્રી દર્શના જરદોશને રજૂઆત કરવામાં આવી છે. તેમને નાણામંત્રી નિર્મલા સીતારમન સમક્ષ રજૂઆત પણ કરી છે.

ટેકસટાઇલ મિલ એસોસિએશનના પ્રમુખ જિતેન્દ્ર વખારિયાએ જણાવ્યું હતું કે, 1 જાન્યુઆરીથી 12 ટકાનો જીએસટીનો નવો સ્લેબ લાગુ થવા જઇ રહ્યો છે. તેના લીધે કાપડના વેપારીઓએ ગ્રે કાપડની ખરીદી પર કાપ મૂક્યો છે. તેની અસ૨ મિલો પર પડી છે. છેલ્લા એક સપ્તાહ દરમિયાન જોબવર્કમાં 30 ટકા જેટલો ઘટાડો થયો છે. બીજી તરફ દિવાળી પછી લગ્નસરાંની સિઝનને જોતાં વધુ કામ મળશે તેવી ગણતરી હતી.

પરંતુ 12 ટકાના નવા ટેક્સ સ્લેબને લીધે વિવ૨, ટ્રેડર્સ અને પ્રોસેસર્સની આખી વેલ્યુ ચેઇનને અસર થઇ છે. ટ્રેડર્સ 31 ડિસેમ્બર પહેલાં 5 ટકાના જીએસટી દરવાળો જૂનો સ્ટોક ક્લિયર કરવા માંગે છે. તેથી તેઓ મિલોને જરૂરિયાત જેટલા પ્રોગ્રામ આપી રહ્યા છે. દક્ષિણ ભારતનાં રાજ્યોમાં ભારે વ૨સાદ અને પૂરને લીધે પોંગલની સિઝન ખરાબ થઇ છે.

 

આ પણ વાંચો: તાલિબાની માનસિકતા: સુરતમાં શ્વાનને ગળાફાંસો આપી મારનાર વિરુદ્ધ ફરિયાદ, વિડીયો વાયરલ થતાં લોકોમાં આક્રોશ

આ પણ વાંચો: Porbandar: સમુદ્રમાંથી મળેલા બે શંકાસ્પદ કબૂતરોના પગમાં માઈક્રોચિપ્સની આશંકા, શું થઇ રહી છે જાસૂસી?

Published On - 5:12 pm, Fri, 10 December 21

Next Article