આજથી છ દિવસ માટે વર્લ્ડ બેંકની ટીમ સુરતની મહેમાન, મનપાના ચાર હજાર કરોડના તાપી રિવરફ્રન્ટ પ્રોજેક્ટ માટે 1400 કરોડની લોન આપવાની કવાયત શરુ

|

May 09, 2022 | 4:55 PM

 વર્લ્ડ બેંકના આઠ સભ્યોની ટીમ આવતાની સાથે જ સવારે તેઓએ સુરત મહાનગર પાલિકા કમિશનર સહીત ઉચ્ચ અધિકારીઓ સાથે મિટિંગ યોજી પ્રેઝન્ટેશન નિહાળવાની શરૂઆત કરી હતી.

આજથી છ દિવસ માટે વર્લ્ડ બેંકની ટીમ સુરતની મહેમાન, મનપાના ચાર હજાર કરોડના તાપી રિવરફ્રન્ટ પ્રોજેક્ટ માટે 1400 કરોડની લોન આપવાની કવાયત શરુ
World Bank team guest of Surat

Follow us on

સુરતના નાગરિકોની સુવિધાઓ માટે વિવીધ પ્રોજેક્ટોનું અમલીકરણ ઝડપથી થાય તે માટે મહાનગરપાલિકા દ્વારા કવાયત હાથ ધરવામાં આવી છે તેની વચ્ચે વધુ એક સારા સમાચાર સુરતના લોકો માટે આવ્યા છે. સુરત મહાનગર પાલિકા (Surat Municipal Corporation) ના મહત્વના પ્રોજેક્ટમાં ચાર હજાર કરોડના તાપી રિવરફ્રન્ટ પ્રોજેક્ટનો પણ સમાવેશ થાય છે. સુરત મહાનગર પાલિકા તાપી રિવરફ્રન્ટ ડેવલપમેન્ટ પ્રોજેક્ટ માટે પ્રથમ તબક્કામાં વર્લ્ડ બેંક પાસેથી 1400 કરોડની લોન લેવાની છે. આ લોન આપતા પહેલા સમગ્ર પ્રોજેક્ટનું સ્થળ નિરીક્ષણ સાથે પ્રેજેન્ટેશન જોવા માટે વર્લ્ડ બેંક (World Bank) ના આઠ સભ્યોની ટીમ સુરત (Surat) આવી ગઈ છે.

વર્લ્ડ બેંકના આઠ સભ્યોની ટીમ આવતાની સાથે જ સવારે તેઓએ સુરત મહાનગર પાલિકા કમિશનર સહીત ઉચ્ચ અધિકારીઓ સાથે મિટિંગ યોજી પ્રેઝન્ટેશન નિહાળવાની શરૂઆત કરી હતી. આગામી છ દિવસ આ ટીમ સુરતમાં રોકાશે અને વિવિધ પ્રોજેક્ટોના સ્થળ નિરીક્ષણ સાથે પ્રેઝન્ટેશન પણ નિહાળશે. મનપાના તાપી રિવરફ્રન્ટ ડેવલપમેન્ટ પ્રોજેક્ટને બે ભાગમાં તૈયાર કરવામાં આવ્યો છે. આ પ્રોજેક્ટ કુલ ચાર હજાર કરોડ કરતા પણ વધુ રકમનો છે. સુરત શહેર માટે તાપી રિવરફ્રન્ટ ડેવલપમેન્ટ પ્રોજેક્ટ ઘણો મહત્વનો સાબિત થવાનો છે.

મનપા દ્વારા પ્રથમ ફેઝમાં બે હજાર કરોડમાંથી 70 ટકા એટલે કે 1400 કરોડ રૂપિયાની લોન વર્લ્ડ બેંક પાસે લેવામાં આવશે. લોન આપવા પહેલા વર્લ્ડ બેંકના 8 થી વધુ કંસલટન્ટની ટીમ આજે સુરતમાં આવી પહોંચી છે. તારીખ 9બથી 14 મે દરમિયાન આ ટીમ રિવરફ્રન્ટ ડેવલપમેન્ટ પ્રોજેક્ટ સહીત અન્ય પ્રોજેક્ટનું પણ પ્રેઝન્ટેશન નિહાળશે.

શું ફોન સ્વીચ ઓફ હોય તો ઝડપથી ચાર્જ થાય? જાણો સાચો જવાબ
નીતા અંબાણી સવાર થી સાંજ સુધી આખો દિવસ શું કરે છે? જાણો તેમનું શેડ્યૂલ
ગરમીમાં વધારે પડતી ના ખાતા કાકડી ! નહી તો થઈ શકે છે આ સમસ્યા
આજનું રાશિફળ તારીખ : 28-04-2024
પાકિસ્તાની યુવતીના શરીરમાં ધબક્યું ભારતીય હ્રદય, કહ્યું- થેંક્યું ઈન્ડિયા
એલિસ પેરીને ભૂલી જશો, જુઓ મુંબઈ ઈન્ડિયન્સની ખૂબસૂરત ક્રિકેટર એમેલિયા કેરની તસવીરો

પાલિકાની જરૂરિયાત મુજબ પ્રોજેક્ટની ફીજીબિલિટીના આધારે ફંડની ફાળવણી માટે ભલામણ કરશે. આ ઉપરાંત તાપી રિવરફ્રન્ટ પ્રોજેક્ટ માટેની સ્થળ મુલાકાત લેવા સાથે પાલિકાના અધિકારીઓ સાથે ગ્રુપ ડિસ્કસન્સ કરશે અને અન્ય પ્રોજેક્ટની સાઇટ વિઝીટ પણ કરશે.

વર્લ્ડ બેંક પાસે 1400 કરોડ રૂપિયા જેટલી માતબર લોન લેવાની હોવાથી મહાનગર પાલિકા કમિશનરે આ પ્રોજેક્ટ માટે નોડલ ઓફીસરની પણ નિમણૂક કરી દીધી છે. વર્લ્ડ બેંક દ્વારા આ લોન આપવા પહેલા આજથી છ દિવસ માટે સુરત મહાનગરપાલિકાને મુલાકાતે આવી છે. રિવરફ્રન્ટ પ્રોજેક્ટ ઉપરાંત સુરત મહાનગરપાલિકા ની ફાઈનાન્સિયલ સ્થિતિ અને પાલિકાની આવકના સ્ત્રોત અંગે માહિતી મેળવશે.

Next Article