Surat: દેવુ વધી જતાં બનાવ્યો લૂંટ કરવાનો પ્લાન, 18 લાખ ભરેલી બેગની લૂંટ તો કરી પણ આખરે આવી ગયા પોલીસ પકડમાં

|

Mar 17, 2022 | 2:17 PM

આરોપીઓએ ત્રણથી ચાર દિવસ સુધી રેકી કરી હતી બાદ ગત 15 તારીખે બપોર ના સમયે ફરિયાદી રોકડ 18 લાખ ભરલી બેગ લઈને બેંકમાં પૈસા જમા કરવા જતા હતા ત્યારે આ બન્ને આરોપીઓે બાઈક પર જઈને પીછો કરી ફરિયાદીને નીચે પાડી દઈને તેની પાસેથી બેગ ઝુંટવી ફરાર થઇ ગયા હતા.

Surat: દેવુ વધી જતાં બનાવ્યો લૂંટ કરવાનો પ્લાન, 18 લાખ ભરેલી બેગની લૂંટ તો કરી પણ આખરે આવી ગયા પોલીસ પકડમાં
સુરત શહેર ક્રાઇમ બ્રાન્ચે બે આરોપને ઝડપી લીધા હતા.

Follow us on

સુરત (Surat) માં બે દિવસ પહેલા ખટોદરા વિસ્તારમાં ચાલુ બાઇક પર જઈ રહેલા ઈસમ પાસેથી 18 લાખ રૂપિયા ભરેલી બેગની લૂંટ (loot) ની ઘટના સામે આવી હતી જે મામલે લૂંટના લાઈવ સીસીટીવી (CCTV) ફૂટેજ પણ સામે આવ્યા હતા ત્યારે સુરત પોલીસ (police) ને ગણતરીના કલાકોમાં લૂંટનો ભેદ ઉકેલવામાં સફળતા મેળવી છે જ્યારે આ પકડાયેલા ઇસમોની પૂછપરછ કરતા હકીકત એવી સામે આવી કે દેવું વધી જતાં આ પકડાયેલા ઈસમો દ્વારા લૂંટ કરવાનો પ્લાન બનાવીને ગુનાને અંજામ આપ્યો હતો.

લૂંટ કરનાર ઈસમ દુશ્મન રજનિકાંત પાઠક અને નરેન્દ્ર ઉર્ફે વિપુલ  રમેશભાઇ યાદવની સુરત શહેર ક્રાઇમ બ્રાન્ચ પોલીસે ઝડપી પાડવામાં સફળતા મળી પકડાયેલ આરોપીઓ પાસેથી મળી આવેલ રોકડા રૂપિયા બાબતે પુછપરછ કરતા આરોપી દુશ્મન પાઠકે જણાવ્યું  કે, પોતાનુ દેવુ વધી જતા પૈસાની જરુર હોવાથી પોતે બીજા ઈસમો સાથે મળી. પોતાની જ ઓફીસના ટ્રસ્ટીબ્યુટર ફરીયાદી છે, જે રોજે રોજ ઓફીસની રોકડ રકમ બપોરના સમયે બેગમા ભરી બેંકમાં જમા કરવા જતા હોય જેથી તેની રેકી કરી હતી અને તેનો રોકડ રકમ ભરેલ તેલાની લૂંટ કરવાનો પ્લાન બનાવીને ગુનાને અંજામ આપ્યો હોવાની કબૂલાત કરી છે.

પકડાયેલ આરોપીઓને પહેલેથી જાણ હતી કે બપોર ના 3 થી 5 ના સમય ગાળામાં ફરિયાદી દરરોજ રોકડા રૂપિયા બેંકમાં ભરવા જતા હોય જેની જાણકારી હોય જેથી આરોપીઓએ ત્રણથી ચાર દિવસ સુધી રેકી કરી હતી બાદ ગત 15 તારીખે બપોર ના સમયે ફરિયાદી રોકડ 18 લાખ ભરલેઈ બેગ લઈને બેંકમાં પૈસા જમા કરવા જતા હતા ત્યારે આ બન્ને આરોપી ધૂમસ્ટાઈલમાં બાઈક પર જઈને પીછો કર્યો હતો અને બાદમાં ફરિયાદગી પાસે રહેલ બેગ જૂંટવીને ફરિયાદીને નીચે પાડી દઈને ફરાર થઇ ગયા હતા જોકે ઘટના સીસીટીવી સામે આવતા બન્ને આરોપીનો પર્દાફાશ થયો હતો.

પાંડવો-કૌરવોની મહાભારતનું કારણ હતા આ 5 ગામ, જે આજે બની ગયા છે નામી શહેર
ગોરસ આંબલી ખાવાથી થાય છે અઢળક ફાયદા, જાણો
TEA : ઉનાળાની ગરમીમાં કેટલી વાર પીવી જોઈએ ચા?
રોહિત શર્માએ તેના જન્મદિવસે ફટકારી 'હેટ્રિક', બનાવ્યો અનિચ્છનીય રેકોર્ડ
આજનું રાશિફળ તારીખ : 30-04-2024
Bank Of Baroda માંથી 50 લાખની હોમ લોન પર EMI કેટલી ચૂકવવી પડશે

લૂંટ કર્યા બાદ આરોપી નવસારી ટોલનાકા આગળ જઇ ને પાડ્યા હતા ભાગલા

લૂંટ બાદ જે રોકડ હતી તેમાં રોકડ ભરેલી બેગની લૂંટ કર્યા બાદ આરોપીઓ નવસારી નોરીયાચ ટોલ-નાકાથી આગળ પટ્રોલપંપ પાસે બેગમાં જે રોકડા રૂપિયા હતા તેની સરખા હીરો ભાગ પાડી પોતાના હીસ્સામાંથી 80000/- મોટસાયક્લ ના માલિક વિપુલ જાદવને આપેલ ત્યારબાદ સહ આરોપી ત્યાથી ભાગી ગયા હતા ..હાલ તો પોલીસે લૂંટ કરનાર બન્ને આરોપી ઓ પાસેથી કુલ રોકડ 6 લાખ 57 હજાર સહિત 7 લાખથી વધુનો મુદામાલ કબ્જે લઈને આરોપીઓને જેલના સળિયા પાછળ ધકેલી દઈને જેલના સળિયા પાછળ ધકેલી દીધો છે યુવક બુમો પાડતો રહ્યો અને લૂંટારો લૂંટ ચલાવી ફરાર લૂંટની ઘટના બનતા ભોગ બનનાર યુવક દોડતી બાઇક રસ્તા પર પડી ગયા પછી મારી બેગ મારી ની બૂમો પાડી રહ્યો હતો. લૂંટારુઓ ફરાર થઇ ગયા હતા.

આ પણ વાંચોઃ હોળી-ધુળેટીના તહેવારને લઈને સુરતથી દાહોદ-પંચમહાલ જવા માટે ભારે ધસારો, એસ.ટી.એ બે દિવસમાં 208 ટ્રીપ ઉપાડી

આ પણ વાંચોઃ Amreli: સરકારની વિકાસની વાતો વચ્ચે એસટી વિહોણા ગામડા, જાણો જિલ્લાના કયા ગામમાં હજુ સુધી ક્યારેય બસ આવી જ નથી

Published On - 2:16 pm, Thu, 17 March 22

Next Article