Surat: ઉત્તરાયણ પહેલા વધુ એક બાળકે પતંગની લ્હાયમાં ગુમાવ્યો જીવ, પરિવારનો GEB પર ગંભીર આક્ષેપ

|

Jan 02, 2022 | 11:32 AM

ઉત્તરાયણ આવ્યા પહેલા જ બાળકો સાથે દુર્ઘટના શરુ થઇ ગઈ છે. અડાજણ વિસ્તારમાં નીલકંઠ એવન્યુમાં માસુમ બાળકના કરૂણ મોત બાદ અન્ય એક બાળક પતંગનો ભોગ બન્યો છે.

Surat: ઉત્તરાયણ પહેલા વધુ એક બાળકે પતંગની લ્હાયમાં ગુમાવ્યો જીવ, પરિવારનો GEB પર ગંભીર આક્ષેપ
Civil Hospital Surat (File Image)

Follow us on

સુરતના (Surat) અડાજણ વિસ્તારમાં નીલકંઠ એવન્યુના પાંચમા માળના ધાબા પરથી પતંગ (Kite) ચગાવતા નીચે પટકાયેલા માસુમ બાળકનું કરૂણ મોત (Death of Children) નીપજ્યું હતું. આ દરમિયાન વધુ એક બનાવ સામે આવ્યો છે અને કાળમુખી પતંગના લીધે એક કિશોરે જીવ ગુમાવ્યો છે. ભેસ્તાન આવાસમાં રહેતો કિશોર ટ્રાન્સફર્મરમાંથી પતંગ કાઢતો હતો ત્યારે ધડાકો થયો હતો. કિશોર ગંભીર રીતે દાઝી જતા તેનું નવી સિવિલ હોસ્પિટલમાં (Civil Hospital Surat) મોત નીપજ્યું હતું.

સારવાર દરમિયાન મોત

નવી સિવિલ હોસ્પિટલ સૂત્રો કે પાસેથી મળતી માહિતી મુજબ ભેસ્તાન આવાસમાં રહેતો 12 વર્ષીય ફરદીન ફિરોજ શેખ ગઈકાલે સાંજે 6 વાગ્યે ભેસ્તાન આવાસમાં ઇલેક્ટ્રિકના ટ્રાન્સફરરમાં ધડાકો થતા દાઝી ગયો હતો. તેને સારવાર માટે નવી સિવિલ હોસ્પિટલમાં ખસેડાયો હતો. જ્યા સારવાર દરમિયાન તેનું મોત નીપજ્યું હતું .

પતંગે લીધો જીવ

વધુમાં મૃતકના પિતા ફિરોજ શેખ સહીત પરિવારજનોએ જણાવ્યું હતું કે ગઈ કાલે તે ભેસ્તાન આવાસમાં આવેલ મેદાનમાં ઈલિક્ટ્રિકના ટ્રાન્સફર્મરમાં ભરાયેલી પતંગનો દોરો પકડીને પતંગ કાઢવાના પ્રયતો કરી રહ્યો હતો, ત્યારે ધડાકો થતા તે દાઝી ગયો હતો.

બ્લેક આઉટફિટમાં ભાભી 2 નો બોલ્ડ લુક વાયરલ, જુઓ તસવીર
અક્ષય તૃતીયા પર જો સોના-ચાંદીનું બજેટ ન હોય તો શુભ સમયે ખરીદો આ 5 સસ્તી વસ્તુઓ
કથાકાર જયા કિશોરીએ જણાવ્યું પરિવારનું 'ટોપ સિક્રેટ'
મેટ ગાલામાં આલિયા ભટ્ટનો જલવો, સબ્યસાચીની સાડીમાં લાગી હુશ્નની પરી, જુઓ-Photo
એક, બે, ત્રણ... ઉમેદવાર કેટલી બેઠકો પર ચૂંટણી લડી શકે?
સરકારી બેંક SBI પાસેથી 5 વર્ષ માટે 13 લાખની કાર લોન પર કેટલી EMI આવશે?

જીઈબી પર પરિવારનો આક્ષેપ

ફરદીનને અન્ય બે ભાઈ અને એક બહેન છે તથા તે સરકારી શાળામાં સાતમા ધોરણમાં અભ્યાસ કરતો હતો.તેના પિતા કાપડના પાર્સલોના ટેમ્પા ઉપર મજૂરી કરીને પરિવારનું ગુજરાન ચલાવે છે. પરિવારજનોએ આક્ષેપ કરી કહ્યું હતું કે જીઈબી દ્વારા જે ટ્રાન્સફરમર મુકવામા આવ્યું છે ત્યાં પૂરતી આડશ મુકવામાં નથી આવી. આવી લા૫રવાહીનાં લીધે જ બાળક આ જીવલેણ ઘટનાનો ભોગ બન્યો છે. બનાવ અંગે પોલીસે આગળની તપાસ શરૂ કરી છે.

 

આ પણ વાંચો: MEHSANA : સંભવિત ત્રીજી લહેરને પહોચી વળવા તંત્ર સજ્જ, 12 હોસ્પિટલમાં ઓક્સિજન પ્લાન્ટ અને 3,181 બેડ તૈયાર

આ પણ વાંચો: તરુણોને કોરોના વેક્સિન આપવા સુરત તંત્રએ કમર કસી, 6 દિવસમાં જ લાખો વિદ્યાર્થીઓને રસી આપવાનો આ પ્લાન

Next Article