સુરતમાં કતારગામ અને રાંદેર વિસ્તારને જોડતો કોઝવે છેલ્લા 13 દિવસથી બંધ

|

Sep 24, 2021 | 1:49 PM

આ કોઝવેની ભયજનક સપાટી 6.00 મીટર છે અને હાલ કોઝવે 6.96 મીટર પર વહી રહ્યો છે. ઉકાઈ ડેમમાંથી 17 હજાર ક્યુસેક પાણી છોડવામાં આવી રહ્યું છે, જેને કારણે આ કોઝવે ઓવરફલો થતા બંધ કરવામાં આવ્યો છે.

SURAT : સુરતમાં કતારગામ અને રાંદેર વિસ્તારને જોડતો કોઝવે છેલ્લા 13 દિવસથી બંધ છે અને ચાલું વર્ષે ચોમાસાની સીઝનમાં બીજી વાર કોઝવેને બંધ કરવામાં આવ્યો છે. આ કોઝવેની ભયજનક સપાટી 6.00 મીટર છે અને હાલ કોઝવે 6.96 મીટર પર વહી રહ્યો છે. ઉકાઈ ડેમમાંથી 17 હજાર ક્યુસેક પાણી છોડવામાં આવી રહ્યું છે, જેને કારણે આ કોઝવે ઓવરફલો થતા બંધ કરવામાં આવ્યો છે.

સુરત શહેરમાં છેલ્લા ત્રણ દિવસથી અવિરત વરસાદ વરસી રહ્યો છે. આજે 24 સપ્ટેમ્બરે સવારથી જ શહેરમાં વાદળછાયા વાતાવરણ વચ્ચે ધોધમાર વરસાદ વરસી રહ્યો છે. સુરતમાં રાંદેર અને કતારગામને જોડતો આ કોઝવે છેલ્લા 13 દિવસથી બંધ છે. ઉકાઈ ડેમના ઉપરવાસમાંથી પાણીની સતત આવક થતી હોવાથી ડેમમાંથી પાણી છોડવામાં આવી રહ્યું છે, જેને કારણે આ કોઝવે ઓવરફલો થતા બંધ કરવામાં આવ્યો છે.

ઉલ્લેખનીય છે કે હવામાન વિભાગે રાજ્યમાં વરસાદી વાતાવરણ યથાવત રહેવાની આગાહી કરી છે, ત્યારે જો આવો જ વરસાદ પડતો રહેશે તો આ કોઝવે આગામી દિવસોમાં પણ બંધ રહેવાની શકયતા છે.

હવામાન વિભાગની આગાહી પ્રમાણે રાજ્યમાં હજી પણ વરસાદી માહોલ યથાવત રહેશે. રાજસ્થાન ઉપર સર્જાયેલા સર્ક્યુલેશનના કારણે રાજ્યમાં વરસાદી માહોલ યથાવત રહેશે. રાજ્યના હવામાન વિભાગે આગામી પાંચ દિવસ હળવાથી મધ્યમ વરસાદની આગાહી કરી છે અને આ સાથે જ 27 અને 28 તારીખે રાજ્યમાં સાર્વત્રિક વરસાદની આગાહી કરવામાં આવી છે. રાજ્યમાં હાલ 14 ટકા વરસાદની ઘટ છે, પણ હવામાન વિભાગના જણાવ્યા પ્રમાણે આગામી સમયમાં જલ્દી જ આ ઘટ પૂરી થઇ જશે.

Next Video