Breaking News: સુરત મનપાનું વર્ષ 2023-24 ડ્રાફ્ટ બજેટ 7707 કરોડ રજુ કરવામાં આવ્યું. સુરત મનપા નું ડ્રાફ્ટ બજેટ રજૂ. પાલિકા કમિશ્નર શાલિની અગ્રવાલે રજૂ કર્યું બજેટ. વર્ષ 2023-24 નું ડ્રાફ્ટ બજેટ 7707 કરોડ, ગત વર્ષે 7287 કરોડનું બજેટ હતું. ગત વર્ષ ની સરખામણી એ 420 કરોડનો વધારો નોંધાયો. હવે આ ડ્રાફ્ટ બજેટ ને સામાન્ય સભા માં લઈ જવાશે.
શાસક પક્ષ સુધારા વધારા સાથે આખરી મહોર મારશે. સુરત મહાનગર પાલિકા નો 7,707 કરોડ બજેટ રજૂ કરાયું જેમાં 3519 કરોડની કેપિટલ રહેશે અને નવા સમાવિષ્ટ વિસ્તારો માટે 842.50 કરોડની જોગવાઈ કરવામા્ં આવી છે તો તાપી શુદ્ધિકરણ માટે આ વર્ષ 255.08 કરોડની જોગવાયુ કરાઈ. આ વર્ષે 3 નવા બ્રિજ બનશે જ્યારે કે 9 બ્રિજના કામ પ્રગતિ હેઠળ છે અને આ તમામ કામો ડિસેમ્બર 2023 પહેલા કામો પૂર્ણ કરવાની ગણતરી બતાવવામાં આવી રહી છે. સુરત પાલિકાએ રજુ કરેલા બજેટ માં સુરતીઓ ઉપર 307 કરોડનો વેરાનો વધારો ઝીંક્યો હોવાની પ્રાથમિક માહિતિ મળી રહી છે.
Published On - 11:15 am, Tue, 31 January 23