ગુજરાતમાં કોઈ પણ તહેવારો નજીક આવતાની સાથે બુટલેગરો (bootlegger) એક્ટિવ થતા હોય છે અને અલગ અલગ શહેરોમાં બુટલેગરો દારૂ (alcohol) અવનવી રીતે ઘુસાડવા માટે પ્રયાસો કરતા હોય છે ત્યારે આવો એક કિસ્સો સામે આવ્યો છે. ખેપિયાઓ અવનવા આઈડિયા અજમાવી પોલીસની નજરથી છુપાવી સુરત (Surat) માં દારૂ ઘૂસાડી રહ્યાં છે, પરંતુ પોલીસ પણ ટાંપીને જ બેઠી હોય તેમ બૂટલેગરોને ફાવવા દઈ રહી નથી. બૂટલેગર દ્વારા ગજબનો આઈડિયા અજમાવી દોરાના ગુચ્છામાં સંતાડાયેલો દારૂ હતો અને લાવામાં આવતા જ પૂણા પોલીસ (Police) એ ઝડપી પાડયો છે. તેમાં વેસ્ટેજ દોરાની અંદર કુલ 1.39 લાખનો દારૂ સંતાડવામાં આવ્યો હતો.
શહેરના પુણા પોલીસને બાતમી મળી હતી કે ટ્રકમાં દારૂની હેરાફેરી કરવામાં આવી રહી છે. બાતમીના આધારે પોલીસે વોચ ગોઠવી કુંભારિયા ગામ તરફ જતા રોડ પાસેથી આઈસર ટ્રક ઝડપી પાડ્યો હતો. પોલીસે તેમાં તપાસ કરતા 1.39 લાખનો વિદેશી દારૂનો જથ્થો મળી આવ્યો હતો.
આ ઘટનામાં પોલીસે ટ્રક અને દારૂ મળી કુલ 6.49 લાખની મત્તા કબજે કરી હતી તેમજ સાગર ઉર્ફે મીતલ દિનેશચંદ્ર કુશ્વાહ નામના ઇસમની ધરપકડ કરાઈ છે. આ ઉપરાંત પોલીસ તપાસમાં દમણથી પ્રકાશભાઈ નામના ઇસમ પાસેથી આ દારૂનો જથ્થો લાવ્યો હતો અને સુરતમાં તે દારૂનો જથ્થો આપવાનો હતો. જેથી પોલીસે દારૂનો જથ્થો મંગાવનાર અને મોકલનાર ઇસમોને વોન્ટેડ જાહેર કર્યા છે. અને આ મામલે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
ઓલપાડ તાલુકાના માસમા ગામે વિદેશી દારૂની હેરફેર થઈ રહી હોય બાતમીના આધારે જિલ્લા એલસીબીએ સિધ્નાથ એવન્યુ ગામ.માસમા,તા. ઓલપાડ,ખાતે રેડ કરતા ધર્મેશ ફૂલચંદ પ્રજાપતિ નાએ પોતા ના કબ્જાના રહેણાંક મકાનમાં તેમજ વોક્સવેગન તથા મારૂતી ઇકો કારમાં સંતાડેલી ભારતીય બનાવટની વિદેશી દારૂની નાનીમોટી 1656 બોટલો જેની કિ.રૂ. 4.23.100/- તથા બેો કાર, મોબાઈલ અને રોકડા મળી કુલ. 784600/-નો મુદ્દામાલ ઝડપી પાડ્યો હતો. વિદેશી દારૂ ભરેલ ઇકો કાર ધારક અર્જુન ભેરૂમલ સિંધી રહે. ઇસનપુર ગામ, રોયલપાર્ક રેસીડેન્સી. તા.ઓલપાડ જી.સુરત મૂળ રહે. અજમેર ( રાજસ્થાન) તથા વિદેશીદારૂનો જથ્થો પુરો પાડનાર દિનેશ મારવાડી અને વિદેશી દારૂનો જથ્થો લેનાર અર્જુનભાઇ રહે. જીલાની બ્રિજની પાસે, સુરત શહેર ( મેહુલભાઈ રહે, જીલાની બ્રીજ પાસે, સુરત શહેર અજયભાઈ રહે. અડાજણ પાટીયા, સુરત શહેર તથા જીવાભાઇ રહે. કતારગામ, સુરત શહે૨ .તમામને સદર ગુનાના કામે વોન્ટેડ જાહેર કરી પોલીસે વધુ તપાસ હાથ ધરી હતી.
આ પણ વાંચોઃ હાર્દિક પટેલે ખોડલધામના ચેરમેન નરેશ પટેલને રાજકારણમાં આવવા કરી અપીલ, નરેશ પટેલે આ જવાબ આપ્યો