દિવાળી પૂર્વે સુરતના કાપડ માર્કેટમાં તેજીનો માહોલ, વેપારીઓ ખુશખુશાલ

|

Oct 31, 2021 | 3:48 PM

સુરતના ટેક્સટાઇલ માર્કેટમાં સામાન્ય દિવસોમાં 2.50 કરોડ મીટર કાપડ જ ફિનિશ થઈને ડિલિવર થાય છે. જ્યારે હાલ રોજનું 3.50 કરોડ મીટર કાપડની ડિલિવરી થાય છે.

દિવાળી(Diwali)નિમિત્તે સુરતના(Surat)કાપડ માર્કેટમાં(Textile Market)તેજીનો માહોલ જોવા મળી રહ્યો છે. તેમજ આવી તેજી દોઢ વર્ષ પછી જોવા મળી છે. સામાન્ય દિવસોમાં 2.50 કરોડ મીટર કાપડ જ ફિનિશ થઈને ડિલિવર થાય છે. જ્યારે હાલ રોજનું 3.50 કરોડ મીટર કાપડની ડિલિવરી થાય છે. હાલ રોજના અંદાજે 200 કરોડના 90 હજાર પાર્સલની ડિલિવરી થઈ રહી છે.

લાંબા સમય પછી સુરતના કાપડ વેપારીઓને ઉત્તર અને દક્ષિણ ભારતથી સારા પ્રમાણમાં ઓર્ડર મળ્યા છે. આ અંગે ટ્રાન્સપોર્ટ એસોસિએશન પ્રમુખે કહ્યું કે- દિવાળી પહેલા જે 100થી 180 ટ્રક કાપડની ડિલિવરી થતી હતી. તે હવે વધીને રોજની સરેરાશ 350 ટ્રક થવા લાગી છે.

કાપડ સેક્ટરમાં લાંબા સમય બાદ સારો વેપાર નોંધાયો છે. જેની સામે સ્થિતિ એ છે કે માલ રિટર્ન આવતો નથી. દિવાળી બાદ તરત છઠ પૂજા આવે છે. જેના કારણે યુપી બિહાર સુધી ગાડીઓ દોડવા લાગી છે.. અન્ય રાજ્યોના વેપારીઓને બીજો ડર એ પણ છે કે જો કોલસાનું સંકટ વધશે તો હજુ પણ કાપડ મોંઘું થઈ જશે. જેના કારણે તેઓ અત્યારથી જ માલનો સ્ટોક કરવા લાગ્યા છે.

આ પણ વાંચો : અમદાવાદમાં પ્રધાનમંત્રી આવાસ યોજનાના આવાસોનું આરોગ્ય મંત્રીએ લોકાર્પણ કર્યું

આ પણ વાંચો : બનાસકાંઠામાં પાલનપુર બજારમાં કારમાં આગ લાગી, આગ પર કાબૂ મેળવતા મોટી હોનારત ટળી

Next Video