Surat: કોરોનાની સ્થિતિ થાળે પડતા હીરા ઉદ્યોગમાં આવી તેજી, વેપારીઓમાં ખુશીનો માહોલ

|

Jun 16, 2021 | 12:42 PM

Surat : કોરોનાને કારણે સુરતના હીરા ઉદ્યોગને (Diamond Industry) સૌથી મોટો ફટકો પડ્યો છે.ત્યારે હવે કોરોનાની સ્થિતિ થાળે પડતા હીરા ઉદ્યોગમાં તેજી જોવા મળી રહી છે.

Surat : કોરોનાને કારણે સુરતના હીરા ઉદ્યોગને (Diamond Industry) સૌથી મોટો ફટકો પડ્યો છે.ત્યારે હવે કોરોનાની સ્થિતિ થાળે પડતા હીરા ઉદ્યોગમાં તેજી જોવા મળી રહી છે. જેમ્સ એન્ડ જ્વેલરી એક્સપોર્ટમાં 9 ટકા જેટલો વધારો નોંધાયો છે.આ સાથે કટ અને પોલીશ્ડ ડાયમંડની ડિમાન્ડ પણ વધી છે.

ચીન હૉંગકૉંગ, તુર્કી, સાઉદી અરબમાં કોરોનાની સ્થિતિ સામાન્ય થતા રાહત થઈ છે. યુએઈ, અમેરિકા બેલ્જિયમ અને યુરોપના દેશોમાં ખરીદી વધી છે. એપ્રિલ-મે 2019ની તુલનામાં એપ્રિલ-મે 2021માં 9 ટકાનો વધારો જોવા મળી રહ્યો છે.

વિદેશોમાં ડાયમંડની ડિમાન્ડ નીકળતા કોરોનાકાળમાં પણ સુરતથી થતા હીરાના એક્સપોર્ટમાં વધારો નોંધાયો છે. એપ્રિલ 2020થી ફેબ્રુઆરી 2021 સુધીમાં કુલ 9600 કરોડના નેચરલ ડાયમંડની નિકાસ થઈ છે. નાણાકીય વર્ષના છેલ્લા મહિના માર્ચમાં રેકોર્ડ બ્રેક થયો છે. માર્ચ 2021માં જ 6 હજાર કરોડના કુદરતી હીરા નિકાસ થયા છે.

સુરતથી એકમાત્ર માર્ચ મહિનામાં નેચરલ પોલિશડ ડાયમંડનું એક્સપોર્ટ 5948 કરોડનું એક્સપોર્ટ થયું હતું. જ્યારે સિન્થેટિક ડાયમંડનું 388.14 કરોડનું એક્સપોર્ટ સુરતથી નોંધાયું છે. કોરોનાની બીજી લહેરની સૌથી વધુ અસર સુરતના હીરા ઉદ્યોગને પડી હતી. ત્યારે વિદેશમાં ડાયમંડની નિકાસ નીકળતા હીરા ઉદ્યોગમાં રાહત થઇ છે.

વિશ્વનું સૌથી મોટું ડાયમંડ હબ સુરત બનશે જેમાં આવેલ 4500 ઓફિસમાં 65 હજાર લોકો એક છત નીચે કામ કરશે. સુરતનો સૌથી મોટો ડ્રિમ પ્રોજેક્ટ ‘ડાયમંડ બુર્સ’ દિવાળી સુધીમાં કાર્યરત થઈ જશે. સુરતના આ હીરા બુર્સમાં ડાયરેક્ટલી 65 હજાર લોકો કામ કરી શકશે. જ્યારે એક અંદાજ પ્રમાણે બુર્સ બન્યા બાદ દોઢ લાખ લોકોને રોજગારી મળવાની શક્યતા છે.

Next Video