સુરતમાં ભાજપ અને આમ આદમી પાર્ટી આમને સામને? જાણો શું છે કારણ

સુરતના કાપોદ્રા ખાતે આવેલ સુમન શાળામાં ભાજપ અને આમ આદમીના નગરસેવકો વચ્ચે બબાલ થઈ હતી જેમાં પૂર્વ મંત્રી અને વરાછાના ધારાસભ્ય કુમાર કાનાણીને વેધક સવાલો કરતા મામલો બીચકયો હતો અને બંને પાર્ટીના કાર્યકરો વચ્ચે ઉગ્ર બોલાચાલી થઈ હતી.

સુરતમાં ભાજપ અને આમ આદમી પાર્ટી આમને સામને? જાણો શું છે કારણ
BJP and Aam Aadmi Party workers
| Edited By: | Updated on: Jun 25, 2022 | 5:39 PM

સુરત (Surat) શહેરમાં પાલિકા સંચાલિત શાળાઓમાં પ્રવેશોત્સવ ઉજવણી ચાલી રહી છે ત્યારે સુરતના કાપોદ્રા સ્થિત સુમન શાળા (School) માં ભાજપ (BJP) અને આમ આદમી પાર્ટી (Aam Aadmi Party) કાર્યકરો આમને સામને આવી ગયા હતા જોકે બાદમાં આપના વિરોધ પક્ષ નેતા ધર્મેશ ભંડેરી અને અન્ય નગરસેવકો પોહચતા ભાજપ કાર્યકરોએ ગાડીના કાચ તોડી આપના નગરસેવકોને માર માર્યો હતો. સુરત શહેરમાં નગર પ્રાથમિક શિક્ષણ સમિતિની શાળા દ્વારા પ્રવેશોત્સવ મનાવવામાં આવી રહ્યો છે ત્યારે સુરતના કાપોદ્રા ખાતે આવેલ સુમન શાળામાં ભાજપ અને આમ આદમીના નગરસેવકો વચ્ચે બબાલ થઈ હતી જેમાં પૂર્વ મંત્રી અને વરાછાના ધારાસભ્ય કુમાર કાનાણીને વેધક સવાલો કરતા મામલો બીચકયો હતો અને બંને પાર્ટીના કાર્યકરો વચ્ચે ઉગ્ર બોલાચાલી થઈ હતી.

જોકે ત્યારબાદ આપ ના વિરોધ પક્ષના નેતા સહિત નગરસેવકો ઘટના સ્થળે પોહચતા આપના નગરસેવકોને માર પડ્યો હતો અને ગાડીના કાચ પણ તોડી નાખવામાં આવ્યા હતા અને આપ નગરસેવકોએ ભાજપ કાર્યકરો પણ ગંભીર આક્ષેપો સાથે ગાળી ગલોચ કરી હતી. હાલમાં તો આ મામલો શાંત પડી ગયો છે પણ જે રીતે વિધાનસભાની ઇલેક્શન જેમ જેમ નજીક આવશે તેમ-તેમ સુરતના આપ માટેનું એપીસેન્ટર ગણાતું વરાછા કાપોદ્રા અને સરથાણામાં અવારનવાર આ રીતે મોટી બબાલ થાય તો પણ નવાઈ નહીં અને મારામારી સુધીના દ્રશ્યો પણ આવનારા દિવસોની અંદર સામે આવે તો નવાઈ નહીં.

વરાછા વિસ્તારમાં ગમે ત્યારે આવી બબાલ થઈ શકે છે કારણ કે સામે ભાજપના નેતા કુમાર કાનાણીની બેઠક હેઠળ આ વિસ્તાર આવે છે અને બીજી બાજુ આમ આદમી પાર્ટીના કાર્યકર્તા પણ આમને-સામને થતા જોવા મળતા હોય છે ત્યારે આ સ્કૂલની અંદર પણ મારામારી સુધીના દ્રશ્યો જોવા મળ્યા હતા. હવે જોવાનું રહ્યું કે આમ આદમી પાર્ટી દ્વારા આવનારા દિવસોની અંદર કઈ રીતે રાજકીય ચૂંટણી પ્રચાર કરે છે. ભાજપ દ્વારા પણ કઈ રીતે આ વિસ્તારની અંદર ચૂંટણી પ્રચાર કરશે. હાલમાં તો આમ આદમી પાર્ટી દ્વારા કાપોદ્રા પોલીસ સ્ટેશનની અંદર મારામારી બાબતે ફરિયાદ કરી અને પોતાના ઉપર થયેલા હુમલા બબતે તપાસ થાય તે માટે રજૂઆત પણ કરી છે.