Bardoli : ગણેશોત્સવને લઈને ભક્તોનો ઉત્સાહ આસમાને, તહેવારમાં મોંઘવારી છતાં 25 હજાર કરતા વધુ મૂર્તિઓ બનાવાઈ

આ વખતે 25 હજાર થી વધુ મૂર્તિઓ(Idols ) બનાવી છે. જે સુરત સહિત દક્ષિણ ગુજરાત અને મહારાષ્ટ્ર સહિત ના રાજ્યો માં જાય છે.

Bardoli : ગણેશોત્સવને લઈને ભક્તોનો ઉત્સાહ આસમાને, તહેવારમાં મોંઘવારી છતાં 25 હજાર કરતા વધુ મૂર્તિઓ બનાવાઈ
Devotees' enthusiasm skyrocketed for Ganeshotsava(File Image )
| Edited By: | Updated on: Aug 27, 2022 | 9:54 AM

આવનાર દિવસો માં વિઘ્નહર્તા ગણેશજી (Ganesh )નો ગણેશ ઉત્સવ(Festival ) શરૂ થનાર છે. ત્યારે દક્ષિણ ગુજરાત(South Gujarat ) માં મોટા પ્રમાણ માં મૂર્તિઓ બનાવનાર બારડોલી ખાતે ના મૂર્તિકારો એ તૈયારી ને અંતિમ ઓપ આપી દીધો છે. બારડોલી નગરમાં પણ વિઘ્નહર્તા(Ganesh Chaturthi)ને આવકારવાની તમામ તૈયારીઓ પૂર્ણ થઇ ગઈ છે.

દર વર્ષ કરતા આ વર્ષે ભાવ વધારો :

સમગ્ર દેશ માં દરેક ચીજ વસ્તુઓ માં હાલ મોઘવારી ની અસર વર્તાઈ રહી  છે , ત્યારે હવે ખુદ  ભગવાન પણ બાકાત રહ્યા નથી. વિઘ્નહર્તા દેવ ગણેશ જી  ના ઉત્સવ ને ગણતરી ના દિવસો બાકી છે, ત્યારે સુરત જીલ્લા ના બારડોલી પંથક માં  મૂર્તિ  કરો એ શ્રીજી ની મૂર્તિ ને આખરી ઓપ આપી દીધો છે. કોરોના કાળ ના બે વર્ષ બાદ આ વખતે તહેવારો માં રોનક આવી છે. પરંતુ મૂર્તિઓ ના ભાવો માં વધારો જોવા મળી રહ્યો છે. મૂર્તિકારોનું માનીએ  તો ડીઝલ થી માંડી કાચા માલ નો પણ ભાવ વધારો , ટેક્સ માં વધારો થયો છે. અને જેથી  ભાવો ની વાત કરી  એ તો દર વખત કરતા ભાવ માં વધારો જોવા મળી રહ્યો છે .

કોરોના મહામારી ની અસર તહેવારો માં પણ જોવા મળી હતી. અને તહેવારો પણ સુમ સામ થયાં હતાં. પરંતુ આ વર્ષે ઉત્સવ રંગે ચંગે ઉજવનાર છે. ગણેશ મંડળો પણ શ્રીજી ની સ્થાપના કરવા આતુરતા થી રાહ જોઈ ને બેઠા  છે , અને અનુકુળતા એ મૂર્તિ ને ખરીદી પણ રહ્યા છે, હવે ફરી પાછો એ જ ઉત્સાહ ભક્તો માં જોવા મળી રહ્યો છે.

આ વર્ષે 25 હજાર મૂર્તિઓ બનાવવામાં આવી, કોરોના સમયમાં ફક્ત 6 થી 7 હજાર મૂર્તિ બની હતી :

બારડોલી ના તાજપોર નજીક બંગાળી પરિવારો સ્થાયી થયાં છે. કે જેઓ વર્ષ દરમિયાન મૂર્તિ બનાવવા ના વ્યવસાય માજ જોતરાયેલા રહે છે. અને તેઓ ના 30 થી વધુ પરિવારો નું ગુજરાન આ વ્યવસાય ઉપર ચાલે છે. કોરોના કાળ પહેલા અને બાદ માં માંડ છ થી સાત હજાર મૂર્તિ બનાવી રહ્યા હતા. જ્યારે આ વખતે તહેવારો ઉજવવા ની લોકો માં ઉત્સાહ છે. જેથી આ વખતે 25 હજાર થી વધુ મૂર્તિઓ બનાવી છે. જે સુરત સહિત દક્ષિણ ગુજરાત અને મહારાષ્ટ્ર સહિત ના રાજ્યો માં જાય છે. ત્યારે ચાલુ વર્ષે ભક્તો વિઘ્ન હર્તા ગણેશજી ની  સ્થાપન કરશે સાથે વ્યાપારીઓ અને મૂર્તિકારો પણ યોગ્ય વેચાણ ની આશા સેવી બેઠા છે.

Input Credit Jignesh Mehta (Bardoli  )

Published On - 9:43 am, Sat, 27 August 22