Surat : ઓલપાડના કુડસદ ગામે ગંદકીની ભરમાર, સ્થાનિકોમાં રોગચાળાની ભીતિ

સ્થાનિકોના જણાવ્યા પ્રમાણે અહીં કચરાની ફરિયાદ વારંવાર કરવામાં આવી છે. છતાં કોઈ નક્કર નિરાકરણ આવી શક્યું નથી. આટલી ગ્રાન્ટ મળવા છતાં પણ જો સફાઈ થતી ન હોય તો તે ખુબ શરમજનક કહેવાય છે.

Surat : ઓલપાડના કુડસદ ગામે ગંદકીની ભરમાર, સ્થાનિકોમાં રોગચાળાની ભીતિ
Abundance of dirt in Olpad Kudsad village, fear of epidemic among locals
| Edited By: | Updated on: Oct 31, 2022 | 9:17 AM

ભારત સરકાર અને ગુજરાત સરકાર દ્વારા સ્વચ્છ ભારત અભિયાન(Campaign ) ચલાવવા આવી રહ્યું છે. જે અંતર્ગત કરોડો રૂપિયાની ગ્રાન્ટ સરકાર(Government ) દ્વારા ફાળવવામાં આવે છે. જેનો ઉપયોગ પદાધિકારીઓ અને વહીવટી તંત્રએ સાફ સફાઈ કરી સ્વચ્છતા જાળવવામાં કરવાનો હોય છે, પરંતુ ઓલપાડ તાલુકાના કુડસદ ગામના સમૂહ વસાહત સહિત અનેક જગ્યાએ ઠેર ઠેર કચરાના ઢગ જોવા મળ્યા છે. આયોજનપૂર્વક બનાવવામાં આવેલ ગટર લાઇન ને કારણે અનેક મહોલ્લા અને સોસાયટીઓમાં ગટરના પ્રદૂષિત અને ગંદા પાણીનો ભરાવો જોવા મળેલ છે.

જંગલી ભૂંડોનો આતંક :

આ ગટરના ગંદા પાણીમાં જંગલી ભૂંડોનો આતંક પણ સ્થાનિક નાગરિકો એ ભોગવવો પડી રહ્યો છે. ઠેર ઠેર સ્થાનિક નાગરિકો આ ગંદકી થી હેરાન પરેશાન થઈ ગયા છે. જ્યારે સરકાર દ્વારા કરોડો રૂપિયા સ્વચ્છતા અભિયાન અંતર્ગત ફાળવવામાં આવે છે તો ઓલપાડ તાલુકાના કુડસદના સમૂહ વસાહત વિસ્તારમાં દયનિય સ્થિતિ કેમ ? શું સ્વચ્છતા અભિયાન અંતર્ગત કુડસદ ગામે કોઈ ગ્રાંટ ફાળવવામાં આવી નથી ? જો ગ્રાંટ ફાળવવામાં આવી હોય તો આ નાણાં ગયા ક્યાં ? આ તમામ સવાલોના જવાબો જનતા માંગી રહી છે. ઓલપાડ તાલુકા પંચાયતના પ્રમુખ અમિત પટેલ પણ આ જ ગામના છે. આથી ગ્રામજનોની હાલાકી દૂર કરવાની જવાબદારી પ્રમુખ અમિત પટેલની સવિશેષ રહે છે તેવું ગામના સ્થાનિક કહે છે.

રોગચાળાનો ડર :

સ્થાનિકોના જણાવ્યા પ્રમાણે અહીં કચરાની ફરિયાદ વારંવાર કરવામાં આવી છે. છતાં કોઈ નક્કર નિરાકરણ આવી શક્યું નથી. આટલી ગ્રાન્ટ મળવા છતાં પણ જો સફાઈ થતી ન હોય તો તે ખુબ શરમજનક કહેવાય છે. આ ગંદકીના કારણે રોગચાળો ફેલાવવાની પણ ભીતિ રહેલી છે. તેમના દ્વારા તંત્રને જાણ કરવામાં આવી છે, અને આ સમસ્યાને દૂર કરવા રજુઆત પણ કરવામાં આવી છે.

Input Credit Suresh Patel (Olpad )